Thursday, 21 June 2018

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

શરુઆત : 21 જૂન, 2015 થી.. .



યોગ પ્રાચીન ભારતની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જે સ્વાસ્થ્ય અને સુખાકારી માટે લાભદાયક છે. સમગ્ર વિશ્વમાં વિવિધ સંશોધન અભ્યાસ થયા છે, જેમાં વિવિધ માનસિક વિકારોના નિવારણ અને વ્યવસ્થાપનમાં યોગના સંભવિત ફાયદા પુરવાર થયા છે તેમજ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. યોગની લોકપ્રિયતા ક્રમશઃ વધી રહી છે, ત્યારે તે સમગ્ર દુનિયાના લોકોના સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરશે એ નિશ્ચિત છે.
યોગના આ મહિમા ને સમગ્ર વિશ્વ ના લોકો સુધી પહોંચાડવા અર્થે ભારતનાં માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 69મા સત્રને સંબોધન કર્યું હતું, ત્યારે તેમણે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા અપીલ કરી હતી. તેના પગલે સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય રાષ્ટ્રોએ 11 ડિસેમ્બર, 2014ના રોજ 177 સહ-પ્રાયોજક રાષ્ટ્રોની સાથે સર્વસંમતિથી 21 જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવાના ઠરાવને મંજૂરી આપી હતી. આ ઠરાવમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ સ્વીકૃતિ આપી હતી કે યોગ સ્વાસ્થ્ય અને સુખાકારી માટેનું સંપૂર્ણ વિજ્ઞાન છે. યોગ જીવનના તમામ ક્ષેત્રોમાં સંવાદિતતા પણ લાવે છે અને એટલે તે રોગનિવારક, સ્વાસ્થ્ય સંવર્ધક તરીકે પ્રસિદ્ધ છે. તે જીવનશૈલી સાથે સંબંધિત ઘણી સમસ્યાનું મેનેજમેન્ટ કરે છે.
આયુષ મંત્રાલયે નવી દિલ્હીમાં રાજપથ ખાતે 21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી. તેમાં બે ગિનીઝ વિશ્વ વિક્રમ સ્થાપિત થયા હતા. એક, યોગ માટેના એક મંચ પર 35,985 સહભાગીઓ સામેલ થયા હતા અને બે, તેમાં સૌથી વધુ 84 દેશના નાગરિકોએ ભાગ લીધો હતો. ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહ સાથે સંપૂર્ણ વિશ્વમાં કરવામાં આવી હતી, જેમાં લાખો સહભાગીઓ સામેલ થયા હતા અને યોગને સંદેશ ફેલાવ્યો હતો.

Photo : Google

Cortacy : Your Story (GUJARATI)

Link Below : https://gujarati.yourstory.com/read/848e821119/international-yoga-divasah-how-to-start-

Follow Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/

Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra

Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59


#like | #Comment | #Share | #Review

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...