ડૉ. વિક્રમ
અંબાલાલ સારાભાઈ ભારતનાં
અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. તે ભારતીય
અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.
જીવન
વિક્રમ
સારાભાઈનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો.
અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત
શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર
કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.
તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટિ
સેન્ટર, અમદાવાદમાં
છે.
૧૯૪૦માં સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી
તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ
યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની
પદવી પ્રાપ્ત કરી હતી.
કારકીર્દી
૧૯૧ થી ૧૯૪૬ દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે
ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં તેઓએ કૉસ્મીક રેઝ
નો અભ્યાસ કર્યો. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને
લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા.
અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ
લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે.
ડૉ. હોમી ભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ
સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યુ કે તેમના
માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્નસીબની વાત હતી.
વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય
સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબીક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.
ભારતીય અવકાશ કાર્યક્રમ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની
સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોંચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ
કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.
ભારતના પ્રથમ રોકેટ લોંચીંગ કેન્દ્રની
સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલાના અરબી સમુદ્રના કિનારે તીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં
આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબજ
જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં
આવ્યું. યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ
સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.
ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં
ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના
કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં
મુકવામાં આવ્યો.
પુરસ્કારો
·
ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)
·
ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
·
I.A.E.A ની શિબિરના પ્રમુખ (૧૯૭૦)
·
'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી
શિબિરના પ્રમુખ (૧૯૭૧)
Photo : Google
Cortacy : Wikipidia
Link Below :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88
Follow Us Keep Supporting, Keep Sharing.
Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59groupAdmin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Linkedin : linkedin.com/in/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59
#like | #Comment |
#Share | #Review