Thursday, 1 February 2018

અમૃતા શેરગિલ

અમૃતા શેરગિલ 
(30 જાન્યુઆરી, 1913 થી 05 ડિસેમ્બર, 1941) 

ભારત દેશના પ્રસિદ્ધ ચિત્રકારો પૈકીના એક જાણીતા ચિત્રકાર હતાં.એમનો જન્મ બુડાપેસ્ટ, (હંગેરી) ખાતે થયો હતો. કલા, સંગીત અને અભિનય બાળપણથી જ એમનાં સાથી બની ગયાં હતાં. ૨૦મી સદીનાં આ પ્રતિભાવાન કલાકારને ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ તરફથી ઇ. સ. ૧૯૭૬ અને ઇ. સ. ૧૯૭૯ના વર્ષમાં ભારત દેશના નવ સર્વશ્રેષ્ઠ કલાકારોની યાદીમાં સામેલ કર્યા હતા. 
શીખ પિતા ઉમરાવસિંહ શેરગિલ (સંસ્કૃત-ફારસી ભાષાના વિદ્વાન તેમ જ નોકરશાહ) અને હંગેરીયન મૂળનાં યહૂદી ઓપેરા ગાયિકા માતા મેરી એંટોની ગોટ્સમનનાં સંતાન એવા અમૃતાજી  ૮ વર્ષની આયુમાં પિયાનો તેમ જ વાયોલિન વગાડવાની સાથે સાથે કેનવાસ પર પણ હાથ અજમાવવા લાગ્યા હતા. ઇ. સ. ૧૯૨૧ના વર્ષમાં અમૃતાનો પરિવાર સમર હિલ, શિમલા ખાતે આવી વસ્યો બાદમાં અમૃતાની માતા તેમને લઇ ઇટલી ચાલી ગઈ અને ફ્લોરેંસના સાંતા અનુંજ઼િયાતા આર્ટ સ્કૂલ માં તેમને દાખલ કરાવી દિધા. પહલા તેમેણે ગ્રૈંડ ચાઊમીઅર માં પીઅરે વેલણ્ટ ના અને ઇકોલ ડેસ બીઉક્સ-આર્ટસ માં લ્યૂસિયન સાયમન ના માર્ગદર્શન માં અભ્યાસ કર્યો. 
સન ૧૯૩૪ ના અંત માં તેઓ ભારત પાછા આવ્યાં. બાવીસ વર્ષ થી પણ ઓછી ઉમરમાં તેઓ તકનીકી રીતે ચિત્રકાર બની ચુક્યાં હતાં અને અસામાન્ય પ્રતિભાશાળી કલાકાર માટે એવા આવશ્યક બધા ગુણો તેમનામાં આવી ચુક્યાં હતાં પૂરી રીતે ભારતીય ન હોવા છતાં તેઓ ભારતીય સંસ્કૃતિને જાણવા માટે ઘણાં ઉત્સુક હતાં. તેમની પ્રારંભિક કલાકૃતિઓમાં પેરિસના અમુક કલાકારોનો પાશ્ચાત્ય પ્રભાવ પ્રભાવ સાફ ઝલકે છે. જલ્દીથી તેઓ ભારત આવ્યાં અને પોતાના મૃત્યુ સુધી ભારતીય કલા પરંપરાની પુન: ખોજમાં રચ્યાપચ્યા રહ્યાં. તેમણે મોગલ અને પહાડી કલા સહિત અજંતાની વિશ્વવિખ્યાત કલાને પણ પ્રેરિત-પ્રભાવિત કર્યો. ભલે તેમનું શિક્ષણ પેરિસ ખાતે થયું, પણ અંતતઃ તેમની તૂલિકા ભારતીય રંગમાં જ રંગાઇ હતી. તેમનામાં છુપાયેલ ભારતીયતા નો જીવંત રંગ છે તેમના ચિત્રો અમૃતા એ પોતાના હંગેરિયન કાકાઇ ભાઈ સાથે     ઇ. સ. ૧૯૩૮ માં વિવાહ કર્યાં, પછી તેઓ પોતાના પુશ્તૈની ઘર ગોરખપુરમાં આવી વસ્યાં.   ઇ. સ. ૧૯૪૧ માં અમૃતા પોતાના પતિ સાથેલાહોર ચાલી ગઈ, ત્યાં તેમની પહેલી મોટી એકલ પ્રદર્શની થવાની હતી, કિંતુ એકાએક તેઓ ગંભીર રૂપે બીમાર પડી અને માત્ર ૨૮ વર્ષ ની આયુ માં શૂન્ય માં વિલીન થઇ ગઈ.

Image  : Wikipedia
Courtesy : Wikipedia



Follow us on facebook : facebook.com/dinvishesh59/ , facebook.com/jaydipmunjapra
Follow us on Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh , instagram.com/jaydipmunjapra

No comments:

Post a Comment

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...