(જન્મ : ૨૭ ફેબ્રુઆરી ૧૮૯૮ - મ્રુત્યુ : ૧૨ જુલાઇ ૧૯૮૦)
બચુભાઈ પોપટભાઈ રાવત ગુજરાતના જાણીતા સંપાદક અને કલા વિવેચક હતા.
Image : Google
Courtesy : Wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8
![]() |
બચુભાઈ રાવત |
જીવન :
બચુભાઇ રાવતનો જન્મ ૨૭ ફેબ્રુઆરી ૧૮૯૮ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલ ખાતે પૂર્ણ કર્યું. તેમણે ૧૯૧૪માં ત્યાંથી જ મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે ૧૯૧૫ થી ૧૯૧૯ દરમિયાન સંગ્રામજી હાઇ સ્કૂલ, ગોંડલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી. ૧૯૨૦ થી ૧૯૨૧ દરમિયાન તેમણે સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય ખાતે કામ કર્યું. ૧૯૨૨-૨૩ દરમિયાન તેમણે નવજીવન પ્રકાશન મંદિરના પ્રકાશન વિભાગમાં કામ કર્યું. ૧૯૨૪ થી ૧૯૪૨ દરમિયાન તેમણે રવિશંકર રાવળની સાથે કુમાર માસિકનું સંપાદન કાર્ય સંભાળ્યું. ૧૯૩૦માં તેમણે સાહિત્યની કાર્યશાળા બુધસભાની સ્થાપના કરી જે હજુ સુધી કાર્યરત છે. પછીથી ૧૯૪૩ થી ૧૯૮૦ સુધી તેમણે કુમારનું તંત્રી પદ સંભાળ્યું. ૧૯૫૩માં તેઓ મુંબઈ રાજ્ય લિપિ સુધારણા સમિતિમાં હતા. ૧૯૫૪માં તેઓ ૬ વર્ષ માટે બોમ્બે રાજ્યની ધારા સભામાં સભ્ય બન્યા. તેઓ પ્રથમ ગુજરાતી મુદ્રક પરિષદ અને ૧૯૬૫માં સુરતમાં યોજાયેલી ૨૩મી વાર્ષિક ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ પદે રહ્યા હતા. તેઓ ૧૨ જુલાઇ ૧૯૮૦ના રોજ અવસાન પામ્યા.
સર્જન :
ગુજરાતી સાહિત્યના ગાંધી યુગમાં ખાસ કરીને કુમારમાં તેમણે કરેલા સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વે અગત્યનો ફાળો આપ્યો છે. તેઓ છંદોબદ્ધ કવિતાના આગ્રહી હતાં, અને છંદ વગર કવિતાનું સર્જન શક્ય નથી તેવો મત ધરાવતા હતાં. ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા તેમના કળા અને કળા વિવેચનના નિબંધોનો સંગ્રહ છે. તેમણે ગુજરાતી લિપી પર ગુજરાતી લિપિના નવા પરોઢના નિર્માણ પુસ્તક લખ્યું છે. ટુંકી વાર્તાઓ(૧૯૨૧) તેમની હિંદીમાંથી અનુવાદિત ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે.
પુરસ્કાર :
૯૪૮માં ગુજરાતી પત્રકારત્વમાં તેમના યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ૧૯૭૫માં તેમને ભારતનો ચોથા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો.
Image : Google
Courtesy : Wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8
Follo Us Keep Supporting, Keep Sharing.
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59
No comments:
Post a Comment