Thursday, 22 March 2018

ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર (સુન્દરમ્)

(૨૨ માર્ચ ૧૯૦૮ - ૧૩ જાન્યુઆરી ૧૯૯૧)
સુન્દરમ્
ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર, જેઓ તેમના ઉપનામ સુન્દરમ્ થી વધુ જાણીતા હતા, તેઓ ગુજરાતી ભાષાના કવિ અને લેખક હતા.

જીવન

તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮ના રોજ ભરુચ જિલ્લાના ગુજરાતના મિયાં માતરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ માતર ગામમાં પૂરુ કર્યું અને અંગ્રેજી માધ્યમમાં પાંચ ગ્રેડ સુધીનું શિક્ષણ આમોદ ખાતે પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ભરુચમાં આવેલી છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ શાળામાં અભ્યાસ કર્યો. ૧૯૨૯માં તેમણે ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી ભાષાવિષારદ તરીકે સ્નાતકની પદવી મેળવી અને સોનગઢમાં આવેલા ગુરુકુળમાં અધ્યાપન કાર્ય શરુ કર્યું. તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને થોડો સમય જેલમાં રહ્યા હતા. તેઓ અમદાવાદમાં સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ સાથે ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી સંકળાયેલા હતા. ૧૯૪૫માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા અને પોંડિચેરી ખાતે સ્થાયી થયા. ૧૯૭૦માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમનું અવસાન ૧૩ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ થયું હતું.

સર્જન

તેમણે કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી પરંતુ તેઓ સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ સફળ થયા હતા. તેમની કવિતા અને ગદ્ય બંને કલ્પનાશક્તિ, ઊંડાણ અને તેજસ્વીતાનો પરિચય આપતા હતા. તેમનું સર્જન આધ્યાત્મિક તેમજ સામાજીક તત્વો ધરાવતું હતું. તેમણે વિવિધ ફિલસૂફીના તબક્કાઓમાં સર્જન કર્યું હતું જેમાં, આધુનિકતાવાદ, સામાજીકતા, ગાંધી ફિલસૂફી અને અરવિંદની સ્વંયઅહેસાસની ફિલસૂફીનો સમાવેશ થાય છે.

કવિતા

તેમણે ૧૯૨૬માં ઉપનામો મરિચી અને એકાંશ દે હેઠળ કવિતા લખવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે વિશ્વકર્મા ઉપનામ અપનાવ્યું. તેમણે તેમની કવિતા બાર્ડોલિન ૧૯૨૮માં સુંદરમ્ ઉપનામ હેઠળ લખી અને પછી તે જીવનભર અપનાવ્યું.
કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો (૧૯૩૩) તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો, ત્યારબાદ કાવ્યમંગલા (૧૯૩૩) પ્રગટ થયો. તેમણે અન્ય સંગ્રહ વસુધા (૧૯૩૯) અને બાળ કાવ્ય સંગ્રહ રંગ રંગ વાદળિયાં (૧૯૩૯) પ્રકાશિત કર્યો. યાત્રા (૧૯૫૧) સંગ્રહ અરવિંદની ફિલસૂફીથી પ્રભાવિત હતો.

ટૂંકી વાર્તાઓ

ત્રિશુળ ઉપનામ હેઠળ તેમણે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. હીરાકણી અને બીજી વાતો (૧૯૩૮), પિયાસી (૧૯૪૦), ઉન્નયન (૧૯૪૫,ખોલકી અને નાગરિકા હેઠળ વધુ વાર્તાઓ સાથે પુન:પ્રકાશિત), તરિણી (૧૯૭૮), પાવકના પંથે (૧૯૭૮) તેમના વાર્તા સંગ્રહો છે.

વિવેચન

અર્વાચીન કવિતા (૧૯૪૬) તેમનો ૧૮૪૫ થી ૧૯૩૦ સુધીની ગુજરાતી કવિતાનું વિવેચન છે. અવલોકન તેમના વિવેચનનું અન્ય પુસ્તક છે જ્યારે સાહિત્ય ચિંતન (૧૯૭૮) સાહિત્યના વિવેચનના સિદ્ધાંતોના લેખોનો સંગ્રહ છે.

અન્ય

વાસંતી પૂર્ણિમા (૧૯૭૭) એકાંકી નાટકોનો સંગ્રહ છે. દક્ષિણાયન (૧૯૪૨) તેમના દક્ષિણ ભારતના પ્રવાસોનું વર્ણન છે. ચિંદંબરા તેમની યાદોનો નિબંધ સંગ્રહ છે જ્યારે સમરચના તેમના જીવન વિષેના લેખોનો સંગ્રહ છે. તેમણે સા વિદ્યા (૧૯૭૮) નિબંધ સંગ્રહ પણ લખ્યો છે. શ્રી અરવિંદ મહાયોગી (૧૯૫૦) શ્રી અરવિંદનું ટૂંકુ જીવનવૃત્તાંત છે. તેમણે અનેક સંસ્કૃત, હિંદી અને અંગ્રેજી સાહિત્ય સર્જનોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમાં ભગવદજ્જુકીયમ્ (૧૯૪૦), મૃચ્છકટિકા (૧૯૪૪), કાયા પલટ (૧૯૬૧), જનતા અને જન (૧૯૬૫), ઐસી હૈ જિંદગી અને અરવિંદના ધ મધર ના કેટલાક કેટલાંક લખાણોનો સમાવેશ થાય છે.
તેમણે શ્રી અરવિંદ આશ્રમમાંથી પ્રગટ થતા સામયિકો દક્ષિણા (ત્રિમાસિક) અને બાલદક્ષિણાનું સંપાદન કર્યું હતું.

પુરસ્કારો

૧૯૩૪માં તેમને કાવ્યમંગલા માટે રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૧૯૫૫માં તેમના કવિતા સંગ્રહ યાત્રા માટે તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૪૬માં વિવેચન માટે મહિડા પુરસ્કાર મળ્યો હતો. ૧૯૬૮માં તેમના વિવેચન પરના સર્જન અવલોકન માટે તેમને ગુજરાતીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૮૫માં તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

Image : Google
Courtesy : wikipedia
Link :https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8D
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

No comments:

Post a Comment

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...