શરૂઆત ઇ.સ. ૧૯૬૧ થી.. .
Courtesy : wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5_%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%AE%E0%AA%82%E0%AA%9A_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8
વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચ ના રોજ કરવા માં આવે છે. ૨૭ માર્ચને વિશ્વ રંગમંચ દિવસના રૂપે ઉજવવાની શરૂઆત ૧૯૬૧માં અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન (International Theater Institute) દ્વારા કરવામાં આવી હતી.
પ્રારંભ
વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી નો પ્રારંભ વર્ષ ૧૯૬૧ માં અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન (International Theater Institute) દ્વારા કરવામાં આવ્યો હતો.વિશ્વ ના અનેક નાટ્ય પ્રેમિયો અને કલાકારો દ્વારા વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચ ના રોજ કરવા માં આવે છે. આ અવસર પર વિશ્વ ના અનેક સ્થાનોં પર નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા આ દિવસ ની ઉજવણી કરવા માં આવે છે. આ દિવસે વિશ્વને અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંદેશઆપવાની પણ પરંપરા છે જેના માટે દર વર્ષે વિશ્વ ના ટોચ ના રંગકર્મિયો માં થી કોઈ એક ની પસંદગી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૨માં આ સંદેશ ભારત ના વિખ્યાત રંગકર્મી ગીરીશ કર્નાડ આપી ચુક્યા છે.
વિશ્વ રંગમંચ દિવસ ભારતમાં..
ભારતમાં પ્રાચીનકાળથી જ નાટ્ય પરંપરા રહી છે. ભારતના વિવિધ ભાષા પ્રેમીઓ પોતાની માતૃભાષામાં નાટ્ય પ્રસ્તુતિયો કરતા આવ્યા છે. હિન્દી ઉપરાંત ભારતમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, ઉડિયા, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી જેવી અનેક ભાષાના નાટકોનું એક ગૌરવશાળી ઈતિહાસ રહ્યું છે.
વિશ્વ રંગમંચ દિવસ પર ૨૦૧૭ માં ઈંદોર ખાતે એક વિશેષ આયોજન કરવા માં આવ્યું હતું. આ આયોજનમાં હિન્દી, મરાઠી, ગુજરાતી અને બંગાળી ભાષાની નાટ્ય પ્રસ્તુતિ ઉપરાંત આ ભાષાઓ ની નાટ્ય સંસ્કૃતિ પર ચર્ચા પણ યોજવામાં આવી હતી.
કર્ણાટકના કોલારમાં પણ વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી થયી હતી જેમાં સામાજિક દૂષણોને ઉજાગર કરતી નાટ્ય પ્રસ્તુતિયો થયી હતી.
Image : GoogleCourtesy : wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5_%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%AE%E0%AA%82%E0%AA%9A_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8
Follow Us Keep Supporting, Keep Sharing.
Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59
#like | #Comment | #Share | #Review
#like | #Comment | #Share | #Review
No comments:
Post a Comment