Wednesday, 18 April 2018

ભાવનગર

સ્થાપના : સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ૩-અખાત્રીજ
ગંગા જળીયા તળાવ Click : Jaydip Munjapara


ભાવનગર શહેર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું પાંચમાં નંબરનું મોટુ શહેર છે.  ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મિ. છે. ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.

ઇતિહાસ :         
  
સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ૩-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે  નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યુ.

હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે.

ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે. ૨૦૧૧ની વસતી ગણત્રી પ્રમાણે ભાવનગરની વસતી ૫,૯૩,૭૬૮ લોકોની હતી. સાક્ષરતા દર ૮૬% જે રાષ્ટ્રીય઼ સરેરાશ ૫૯.૫ કરતા ઘણો વધારે છે.
અક્ષરવાડી મંદિર, ભાવનગર   Click : Jaydip Munjapara

કલાનગરી :

૨૦મી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રક્લાની આગેવાની ક્લાગુરુ રવિશંકર રાવળે લીધી હતી. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે એ સમયે એમણે ધર્મકુમારસિંહજીના પક્ષીવિષયક ગ્રંથ "ધિ બર્ડ્ઝ્ ઓફ સૌરાષ્ટ્ર"માં રંગીન અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ ના પંખી જગત નામના પુસ્તકોમાં પક્ષીઓના રેખા-ચિત્રો દોર્યા છે. લોક કલાના ખ્યાતનામ ચિત્રકાર શ્રી ખોડીદાસ પરમાર પણ ભાવનગરના. તેમના ચિત્રોમાં લોક સહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે.

ગૌરીશંકર તળાવ Click : Jaydip Munjapara

ભાવનગરના જોવા લાયક સ્થળો :
1.    નિલમબાગ પેલેસ
2.    ભાવવિલાસ પેલેસ
3.    ગૌરીશંકર તળાવ
4.    ગંગા દેરી
5.    ગંગા જળીયા તળાવ
6.    મોતિબાગ ટાઉન હોલ
7.    ગાંધી-સ્મૃતિ
8.    સરદાર-સ્મૃતિ
9.    શ્રી તખ્તેશ્વર મહાદેવ
10. વિક્ટોરિયા પાર્ક
11. બાર્ટન પુસ્તકાલય
12. શામળદાસ કોલેજ
13. આયુર્વેદ કોલેજ
14. શ્રી ગોલ્રીબાર હનુમાનજી મંદિર
15. અક્ષરવાડી મંદિર, ભાવનગર
અક્ષરવાડી મંદિર, ભાવનગર   Click : Jaydip Munjapara

અક્ષરવાડી મંદિર, ભાવનગર   Click : Jaydip Munjapara




Photos Courtese : Jaydip Munjapara, MJ's Photography

Jaydip Munjapara : https://www.facebook.com/jaydipmunjapra

MJ's Photography : https://www.facebook.com/mjsphotography.official/

Courtesy : wikipedia
Link :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0

Follow Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59
#like | #Comment | #Share | #Review

Sunday, 15 April 2018

ચાર્લી ચૅપ્લિન 

(16 એપ્રિલ 1889 – 25 ડિસેમ્બર 1977)


સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન  અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર હતા.

ચૅપ્લિને અભિયન કર્યો છે, દિગ્દર્શન કર્યું છે, સ્ક્રિપ્ટ લખી છે ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને કેટલીક ફિલ્મોમાં તો સંગીત પણ આપ્યું છે. મુંગી ફિલ્મોના યુગમાં ચૅપ્લિન એક મહાન અને વગધરાવતા કલાકાર હતા. તેમણે ફિલ્મોમાં 75 વર્ષ સુધી કામ કર્યું હતું જેમાં યુકેમાં બાળ કલાકાર તરીકે વિક્ટોરીયન સ્ટેજ અને સંગીત હોલમાં કરેલું કામ અને 88 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધીના કામોનો સમાવેશ થાય છે. તેમની હાઈપ્રોફાઈલ જાહેર અને અંગત જીંદગી ઘણી જ વિવાદિત રહી છે. મેરી પિકફોર્ડડગ્લાસ ફેરબેન્કસ અને ડી. ડબલ્યુ. ગ્રિફીથ , અને ચૅપ્લિને સંયુક્ત રીતે યુનાઈટેડ આર્ટીસ્ટની 1919માં સ્થાપના કરી હતી. ચૅપ્લિન: અ લાઈફ (2008), પૂસ્તકની સમિક્ષા કરતા માર્ટિન શિફે લખ્યું હતું કે " ચૅપ્લિન માત્ર 'મોટા', ન હતા પરંતુ એક મહાસાગર હતા. 1915માં, વિશ્વયુદ્ધના આરંભે ઉભેલા વિશ્વને તેમણે હાસ્યની ભેટ આપી. જ્યારે વિશ્વ પોતાને પહેલા વિશ્વ યુદ્ધને કારણે હાસ્યની અને રાહતની જરૂર હતી ત્યારે તેમણે આ અમુલ્ય ભેટ આપી. આ બાદ 25 વર્ષ સુધી અને મહામંદી અને હિટલરના ઉદય સુધી તેઓ આ કાર્ય કરતા રહ્યા હતા તેઓ અન્યો કરતા ઘણા મહાન હતા. જ્યારે લોકોને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે માત્ર એક જ વ્યકિત આટલું બધો આનંદ અને રાહત તેમને આપી જાય તે અંગે પણ ઘણી વખત શંકા જાય છે."

ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિનનો જન્મ 16 એપ્રિલ, 1889માં ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલીઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો.તેમના માતાપિતા સંગીત હોલમાં લોકોનું મનોરંજન કરતા હતા. તેના પિતા ગાયક અને અભિનેતા હતા તો તેની માતા ગાયક અને અભિનેત્રી હતી. ચાર્લી જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે તેઓ જુદા પડ્યા હતા.ચાર્લી ગીત ગાવાનું પોતાના માતાપિતા પાસેથી શીખ્યો હતો. 1891નાવસ્તીગણતરીના આંકડા બતાવે છે કે તેની માતા અભિનેત્રી હન્નાહ હીલ ચાર્લી સાથે અને તેના સાવકા ભાઈસિડની સાથે વાલ્વુર્થની બારલો સ્ટ્રીટમાં રહેતી હતી. બાળક તરીકે ચાર્લી તેની માતા સાથે લેમબેથનાકેન્નિન્ગટન રોડ પર વિવિધ જગ્યાએ રહ્યો હતો., જેમાં 3 પોવનેલ ટેરેસ, ચેસ્ટર સ્ટ્રીટ અને 39 મેથ્લે સ્ટ્રીટનો પણ સમાવેશ થાય છે. તેના દાદી અડધા જિપ્સી જેવા હતા. આ અંગે ચાર્લીને ઘણો જ ગર્વ હતો.  પરંતુ તે દાદીને પોતાના ઘરના કબાટનું હાડપિંજર કહેતો હતો.".  ચૅપ્લિનના પિતા, ચાર્લ્સ ચૅપ્લિન સિનિયરદારૂડિયા હતા અને તેમનો પોતાના પુત્ર સાથે ખૂબ ઓછો સંપર્ક હતો, કારણ કે પુત્ર ચાર્લી અને તેનો સાવકો ભાઈ તેના પિતા અને તેની રખાત, લુઈસ સાથે 287 કેન્નિન્ગટન રોડ પર રહેતા જ્યાં હવે તેમની યાદમાં ધાતુની પટ્ટી લગાવાઈ છે. તેનો સાવકો ભાઈ તેની માનસિક રીતે બિમાર માતા સાથે ક્લાઉસડોનના કેન હિલ એસ્લાયમ ખાતે રહેતો હતો. . ચૅપ્લિનના પિતાની રખાતે બાળકને આર્ચબીશપ ટેમ્પલ બોય સ્કૂલમાં મોકલી દિધો હતો. ચાર્લી 1901માં જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેના પિતા વધુ પડતા દારૂનાં સેવનને કારણે મૃત્યુ પામ્યા હતા. 1901ની વસ્તીગણતરી મુજબ ચાર્લ્સ લેમબેથના 94 ફેર્નડાલે રોડ ધ એઈટ લેન્કેશાયર લેડ્સ, ખાતે જ્હોન વિલિયમ જેક્સન સાથે રહેતો હતો. (સ્થાપકનો 17 વર્ષનો છોકરો).

જ્યારે ચૅપ્લિનની માતાએ ગાવાનું શરૂ કર્યું ત્યારે તેની કંગાળ સ્થિતિનો અંત આવ્યો હતો. હેન્નાહ માટે 1894 તે એલ્ડેરશોટ ખાતે આવેલા ધ કેન્ટિન , થિયેટરમાં ગાતી હતી ત્યારે પ્રથમ કટોકટી આવી હતી. આ થિયેટર પર સૈનિકો અને તોફાનીઓની વધારે હાજરી રહેતી હતી. હેન્નાહને પ્રેક્ષકો તરફથી ફેંકાયેલી વસ્તુ દ્વારા ખૂબ ઈજા થઈ હતી અને તેનો ખૂબ હૂરિયો બોલાવીને સ્ટેજ પરથી ઉતારી દેવામાં આવી હતી. સ્ટેજ પાછળ તે ખૂબ રડી પડી અને મેનેજર સાથે ખાસી દલીલો કરી. દરમિયાન પાંચ વર્ષનો ચૅપ્લિન સ્ટેજ પર એકલો જ પહોંચી ગયો અને તે સમયનું પ્રખ્યાત ગીત "જેક જોન્સ" ગાવા લાગ્યો. આ બાદ ચૅપ્લિનની માતાએ ( તે સ્ટેજ પર લીલી હાર્લિ નામે પ્રદર્શન કરતી હતી )એ ફરીથી તેને કેને હિલ એસ્લાયમમાં દાખલ કરી દીધો. તેના પુત્રને તેણે લંડનના લેમબેથ ખાતે આવેલા વર્ક હાઉસમાં છોડી દીધો. આ પહેલા તેણે મધ્ય લંડન જિલ્લાના હેનવેલમાં કેટલીય શાળાઓમાં તેના પ્રવેશ માટે પ્રયાસ કર્યો હતો. જીવનની આટલી વિકટ સ્થિતિમાં બન્ને ચૅપ્લિન ભાઈઓ વચ્ચે ગાઢ સંબંધો વિકસ્યા હતા. તેઓ જ્યારે યુવાન થઈ રહ્યા હતા ત્યારે મ્યૂઝિક હોલ પ્રત્યે ખૂબ આકર્ષાયા હતા. તેમણે પૂરવાર કર્યું હતું કે તેમની પાસે સ્ટેજ માટેની પ્રતિભા છે ચૅપ્લિનની તેના આરંભકાળની ગરીબી તેના પાત્રો પર પણ પડી છે. તેની ફિલ્મમાં લેમબેથમાં તેણે દારૂણ ગરીબીમાં ગાળેલા જીવનને તેણે ફરીથી વણ્યાં હતા. ચૅપ્લિનની માતા 1928માં હોલિવુડમાં મૃત્યુ પામી હતી. તેના પુત્ર દ્વારા તેને અમેરિકા લઈ ગયાના સાત વર્ષ બાદ તેનું અવસાન થયું હતું. ચાર્લી અને સિડનીને ખબર ન હતી કે તેની માતાથી એક સાવકો ભાઈ પણ છે. આ પુત્ર વ્હિલર ડ્રાયડેનનો ઉછેર તેના પિતા સાથે થયો હતો. પરંતુ બાદમાં તેનો સંપર્ક તેના પરિવાર સાથે થયો અને તે હોલિવૂડ સ્ટુડિયોમાં ચાર્લી સાથે કામ કરવા માટે આવી પહોંચ્યો હતો.

1960 બાદ તેમની તબિયત બગડવા માંડી હતી. તેમની અંતિમ ફિલ્મ અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ પૂરી કર્યા બાદ અને 1972માં એકેડેમી એવોર્ડ મેળવ્યા બાદ તબિયત વધુને વધુ બગડતી ચાલી.1977માં તબિયત એટલી ખરાબ થઈ કે તેઓ વાતચીત કરી શકતા ન હતા અને વ્હિલચેરમાં ફરવું પડતું હતું. તેઓ પોતાના સ્વિત્ઝલેન્ડના વેવેય ખાતે આવેલા નિવાસ્થાને 25 ડિસેમ્બર 1977માં ઉંઘમાં મૃત્યુ પામ્યાં. તેમનેસ્વિત્ઝલેન્ડના વેડમાં આવેલા કબ્રસ્તાન કોર્સિયર સૂરવેવેયમાં દફનાવવામાં આવ્યા હતા. 1 માર્ચ 1978ના રોજ તેમના મૃતદેહની કેટલાક સ્વીસ મિકેનિક દ્વારા ચોરી કરવામાં આવી જેથી ચૅપ્લિનના કુટુંબીજનો પાસેથી તેના બદલે નાણા મેળવી શકાય. પરંતુ કાવતરૂં નિષ્ફળ રહ્યું હતું. ભાંગફોડિયાઓને પકડી લેવામાં આવ્યા હતા. અને તેમના મૃતદેહને 11 અઠવાડિયા બાદ લેક જીનિવા નજીક દફનાવવામાં આવ્યો હતો. તેમના મૃતદેહને વધુ ચોરી થતો અટકાવવા માટે 2 મીટર કોન્ક્રીટ નીચે દફનાવવામાં આવ્યો હતો.

Image : Google

Courtesy : wikipedia
Link :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9A%E0%AB%85%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8

Follow Us Keep Supporting, Keep Sharing. 


Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

Monday, 2 April 2018

શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ

(જન્મ : ૧૯ મે૧૯૧૨ - મૃત્યુ : ૨ એપ્રિલ ૧૯૬૫)
નેકનામદાર મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ
ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા

જીવન વિષે

કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.

રાજગાદી

ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની "ધારાસભા" ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા "ભારતની સ્વતંત્રતા" માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.

અંગત જીવન


બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. તે જ વરસે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજિરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.

જીવનનાં પાછલાં વર્ષો

ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું. એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.
ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહએ કરેલા અભુતપૂર્વ ધાર્મિક-સાહિત્યિક-શૈક્ષણિક-સામાજિક પ્રદાન બદલ તેઓને માનાંજલી અર્પવા માટે આ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા આ નામાભિધાન અંગેનો ઠરાવ કર્યો હતો. તેના અનુસંધાનમાં આ વિધેયક છેક ૨૦૧૨માં વિધાનસભામાં રજૂ થયું હતું અને સર્વાનુમતે પસાર થયું.

લોક ચાહના

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભારતના એકમાત્ર એવા રાજા હતા કે જે પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથીભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.
હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાત: સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.
તો આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો જે આજે જાહેર જીવનમાં જોવા મળતો નથી. બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.

આઝાદી પહેલા

સૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઇતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.
તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જઈ ગાંધીજીને મળવું. તેમણે ગઢડાથી શેઠ મોહનલાલ મોતીચંદને બોલાવ્યા. તેમને કામ સોંપ્યું કે દિલ્હી જઈ ગાંધીજી સાથેની પોતાની મુલાકાતની વિગતો નક્કી કરી આવે. ગાંધીજીએ આપેલી તારીખ પ્રમાણે મહારાજા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ રાત્રે ૧૧ વાગ્યે મળવા ગયા. મનુબહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી’ ભા.૧ માં મહારાજાની ગાંધીજી સાથેની મુલાકાતનું વર્ણન આપ્યું છે. સમય નજીક જણાતાં ગાંધીજીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. જ્યારે મહારાજા તેમના ખંડમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાના હાથમાં મધ અને લીંબુ સાથેના પાણીનો પ્યાલો હતો તે મનુબહેનના હાથમાં સોંપી ઊભા થઈ ગયા. અને મહારાજાને સ્વાગતમાં નમસ્કાર કર્યા. દીવાન અનંતરાય પટ્ટણી સાથે હતા, પણ મહારાજાએ ગાંધીજીને એકલા જ મળીને વાતચીત કરી હતી. મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ. ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?’ મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. ગાંધીજીએ આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને મળી વિગતે વાત કરવા જણાવ્યું.
મહારાજા દિલ્હી રોકાયા હતા અને સરદારસાહેબ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાધિકારીઓને મળ્યા હતા. ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે અન્ય આવેલા રાજવીઓને કહેતા કે તમે પૂછતા હતાને કે અમારે હવે શી રીતે વરતવું ? તો તમે ભાવનગરના આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ લો તેવી મારી ભલામણ છે. મનુબહેને પાછળથી ગાંધીજીને પૂછેલું : ‘બાપુ, આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી. તો આ મહારાજા તેમાં અપવાદ કેમ ?’ ગાંધીજીએ કહ્યું : ‘મનુ, તું જાણે છે ના કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ.’ આવા મહાન હતા ભાવનગરના મહારાજા અને ખરા અર્થમાં પ્રજાહદૃયસમ્રાટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી.
ભાવનગર યુનિવર્સિટી જે હાલમા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે.
ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને'ભાવનગર’ નામે વસાહત :
બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું 'ભાવનગર’નામે એક વસાહત,કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા

ભાવનગર ના પ્રજાવત્સલ અને નેકનામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને એમની પુણ્યતિથિ પર શત શત વંદન.. ✍

Image : Google

Courtesy : wikipedia

Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%97%E0%AB%8B%E0%AA%B9%E0%AB%80%E0%AA%B2

Follow Us Keep Supporting, Keep Sharing. 
Facebook Page : facebook.com/din.vishesh59/
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...