(16 એપ્રિલ 1889 – 25 ડિસેમ્બર 1977)
Image : Google
Courtesy : wikipedia
Link :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9A%E0%AB%85%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8
Follow Us Keep Supporting, Keep Sharing.
Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59
#like | #Comment | #Share | #Review
સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર હતા.
ચૅપ્લિને અભિયન કર્યો છે, દિગ્દર્શન કર્યું છે, સ્ક્રિપ્ટ લખી છે ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને કેટલીક ફિલ્મોમાં તો સંગીત પણ આપ્યું છે. મુંગી ફિલ્મોના યુગમાં ચૅપ્લિન એક મહાન અને વગધરાવતા કલાકાર હતા. તેમણે ફિલ્મોમાં 75 વર્ષ સુધી કામ કર્યું હતું જેમાં યુકેમાં બાળ કલાકાર તરીકે વિક્ટોરીયન સ્ટેજ અને સંગીત હોલમાં કરેલું કામ અને 88 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધીના કામોનો સમાવેશ થાય છે. તેમની હાઈપ્રોફાઈલ જાહેર અને અંગત જીંદગી ઘણી જ વિવાદિત રહી છે. મેરી પિકફોર્ડ, ડગ્લાસ ફેરબેન્કસ અને ડી. ડબલ્યુ. ગ્રિફીથ , અને ચૅપ્લિને સંયુક્ત રીતે યુનાઈટેડ આર્ટીસ્ટની 1919માં સ્થાપના કરી હતી. ચૅપ્લિન: અ લાઈફ (2008), પૂસ્તકની સમિક્ષા કરતા માર્ટિન શિફે લખ્યું હતું કે " ચૅપ્લિન માત્ર 'મોટા', ન હતા પરંતુ એક મહાસાગર હતા. 1915માં, વિશ્વયુદ્ધના આરંભે ઉભેલા વિશ્વને તેમણે હાસ્યની ભેટ આપી. જ્યારે વિશ્વ પોતાને પહેલા વિશ્વ યુદ્ધને કારણે હાસ્યની અને રાહતની જરૂર હતી ત્યારે તેમણે આ અમુલ્ય ભેટ આપી. આ બાદ 25 વર્ષ સુધી અને મહામંદી અને હિટલરના ઉદય સુધી તેઓ આ કાર્ય કરતા રહ્યા હતા તેઓ અન્યો કરતા ઘણા મહાન હતા. જ્યારે લોકોને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે માત્ર એક જ વ્યકિત આટલું બધો આનંદ અને રાહત તેમને આપી જાય તે અંગે પણ ઘણી વખત શંકા જાય છે."
ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિનનો જન્મ 16 એપ્રિલ, 1889માં ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલીઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો.તેમના માતાપિતા સંગીત હોલમાં લોકોનું મનોરંજન કરતા હતા. તેના પિતા ગાયક અને અભિનેતા હતા તો તેની માતા ગાયક અને અભિનેત્રી હતી. ચાર્લી જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે તેઓ જુદા પડ્યા હતા.ચાર્લી ગીત ગાવાનું પોતાના માતાપિતા પાસેથી શીખ્યો હતો. 1891નાવસ્તીગણતરીના આંકડા બતાવે છે કે તેની માતા અભિનેત્રી હન્નાહ હીલ ચાર્લી સાથે અને તેના સાવકા ભાઈસિડની સાથે વાલ્વુર્થની બારલો સ્ટ્રીટમાં રહેતી હતી. બાળક તરીકે ચાર્લી તેની માતા સાથે લેમબેથનાકેન્નિન્ગટન રોડ પર વિવિધ જગ્યાએ રહ્યો હતો., જેમાં 3 પોવનેલ ટેરેસ, ચેસ્ટર સ્ટ્રીટ અને 39 મેથ્લે સ્ટ્રીટનો પણ સમાવેશ થાય છે. તેના દાદી અડધા જિપ્સી જેવા હતા. આ અંગે ચાર્લીને ઘણો જ ગર્વ હતો. પરંતુ તે દાદીને પોતાના ઘરના કબાટનું હાડપિંજર કહેતો હતો.". ચૅપ્લિનના પિતા, ચાર્લ્સ ચૅપ્લિન સિનિયરદારૂડિયા હતા અને તેમનો પોતાના પુત્ર સાથે ખૂબ ઓછો સંપર્ક હતો, કારણ કે પુત્ર ચાર્લી અને તેનો સાવકો ભાઈ તેના પિતા અને તેની રખાત, લુઈસ સાથે 287 કેન્નિન્ગટન રોડ પર રહેતા જ્યાં હવે તેમની યાદમાં ધાતુની પટ્ટી લગાવાઈ છે. તેનો સાવકો ભાઈ તેની માનસિક રીતે બિમાર માતા સાથે ક્લાઉસડોનના કેન હિલ એસ્લાયમ ખાતે રહેતો હતો. . ચૅપ્લિનના પિતાની રખાતે બાળકને આર્ચબીશપ ટેમ્પલ બોય સ્કૂલમાં મોકલી દિધો હતો. ચાર્લી 1901માં જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેના પિતા વધુ પડતા દારૂનાં સેવનને કારણે મૃત્યુ પામ્યા હતા. 1901ની વસ્તીગણતરી મુજબ ચાર્લ્સ લેમબેથના 94 ફેર્નડાલે રોડ ધ એઈટ લેન્કેશાયર લેડ્સ, ખાતે જ્હોન વિલિયમ જેક્સન સાથે રહેતો હતો. (સ્થાપકનો 17 વર્ષનો છોકરો).
જ્યારે ચૅપ્લિનની માતાએ ગાવાનું શરૂ કર્યું ત્યારે તેની કંગાળ સ્થિતિનો અંત આવ્યો હતો. હેન્નાહ માટે 1894 તે એલ્ડેરશોટ ખાતે આવેલા ધ કેન્ટિન , થિયેટરમાં ગાતી હતી ત્યારે પ્રથમ કટોકટી આવી હતી. આ થિયેટર પર સૈનિકો અને તોફાનીઓની વધારે હાજરી રહેતી હતી. હેન્નાહને પ્રેક્ષકો તરફથી ફેંકાયેલી વસ્તુ દ્વારા ખૂબ ઈજા થઈ હતી અને તેનો ખૂબ હૂરિયો બોલાવીને સ્ટેજ પરથી ઉતારી દેવામાં આવી હતી. સ્ટેજ પાછળ તે ખૂબ રડી પડી અને મેનેજર સાથે ખાસી દલીલો કરી. દરમિયાન પાંચ વર્ષનો ચૅપ્લિન સ્ટેજ પર એકલો જ પહોંચી ગયો અને તે સમયનું પ્રખ્યાત ગીત "જેક જોન્સ" ગાવા લાગ્યો. આ બાદ ચૅપ્લિનની માતાએ ( તે સ્ટેજ પર લીલી હાર્લિ નામે પ્રદર્શન કરતી હતી )એ ફરીથી તેને કેને હિલ એસ્લાયમમાં દાખલ કરી દીધો. તેના પુત્રને તેણે લંડનના લેમબેથ ખાતે આવેલા વર્ક હાઉસમાં છોડી દીધો. આ પહેલા તેણે મધ્ય લંડન જિલ્લાના હેનવેલમાં કેટલીય શાળાઓમાં તેના પ્રવેશ માટે પ્રયાસ કર્યો હતો. જીવનની આટલી વિકટ સ્થિતિમાં બન્ને ચૅપ્લિન ભાઈઓ વચ્ચે ગાઢ સંબંધો વિકસ્યા હતા. તેઓ જ્યારે યુવાન થઈ રહ્યા હતા ત્યારે મ્યૂઝિક હોલ પ્રત્યે ખૂબ આકર્ષાયા હતા. તેમણે પૂરવાર કર્યું હતું કે તેમની પાસે સ્ટેજ માટેની પ્રતિભા છે ચૅપ્લિનની તેના આરંભકાળની ગરીબી તેના પાત્રો પર પણ પડી છે. તેની ફિલ્મમાં લેમબેથમાં તેણે દારૂણ ગરીબીમાં ગાળેલા જીવનને તેણે ફરીથી વણ્યાં હતા. ચૅપ્લિનની માતા 1928માં હોલિવુડમાં મૃત્યુ પામી હતી. તેના પુત્ર દ્વારા તેને અમેરિકા લઈ ગયાના સાત વર્ષ બાદ તેનું અવસાન થયું હતું. ચાર્લી અને સિડનીને ખબર ન હતી કે તેની માતાથી એક સાવકો ભાઈ પણ છે. આ પુત્ર વ્હિલર ડ્રાયડેનનો ઉછેર તેના પિતા સાથે થયો હતો. પરંતુ બાદમાં તેનો સંપર્ક તેના પરિવાર સાથે થયો અને તે હોલિવૂડ સ્ટુડિયોમાં ચાર્લી સાથે કામ કરવા માટે આવી પહોંચ્યો હતો.
1960 બાદ તેમની તબિયત બગડવા માંડી હતી. તેમની અંતિમ ફિલ્મ અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ પૂરી કર્યા બાદ અને 1972માં એકેડેમી એવોર્ડ મેળવ્યા બાદ તબિયત વધુને વધુ બગડતી ચાલી.1977માં તબિયત એટલી ખરાબ થઈ કે તેઓ વાતચીત કરી શકતા ન હતા અને વ્હિલચેરમાં ફરવું પડતું હતું. તેઓ પોતાના સ્વિત્ઝલેન્ડના વેવેય ખાતે આવેલા નિવાસ્થાને 25 ડિસેમ્બર 1977માં ઉંઘમાં મૃત્યુ પામ્યાં. તેમનેસ્વિત્ઝલેન્ડના વેડમાં આવેલા કબ્રસ્તાન કોર્સિયર સૂરવેવેયમાં દફનાવવામાં આવ્યા હતા. 1 માર્ચ 1978ના રોજ તેમના મૃતદેહની કેટલાક સ્વીસ મિકેનિક દ્વારા ચોરી કરવામાં આવી જેથી ચૅપ્લિનના કુટુંબીજનો પાસેથી તેના બદલે નાણા મેળવી શકાય. પરંતુ કાવતરૂં નિષ્ફળ રહ્યું હતું. ભાંગફોડિયાઓને પકડી લેવામાં આવ્યા હતા. અને તેમના મૃતદેહને 11 અઠવાડિયા બાદ લેક જીનિવા નજીક દફનાવવામાં આવ્યો હતો. તેમના મૃતદેહને વધુ ચોરી થતો અટકાવવા માટે 2 મીટર કોન્ક્રીટ નીચે દફનાવવામાં આવ્યો હતો.
Courtesy : wikipedia
Link :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9A%E0%AB%85%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8
Follow Us Keep Supporting, Keep Sharing.
Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59
#like | #Comment | #Share | #Review
No comments:
Post a Comment