(જન્મ : 22 મે, 1772 - મૃત્યુ : 27 સપ્ટેમ્બર, 1883)
Image : Google
Courtesy : wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF
Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
#like | #Comment | #Share | #Review
![]() |
રાજા રામમોહનરાય |
રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા. તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા. અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી. રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી. રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા. ૨૭ સપ્ટેમ્બર ૧૮૩૩ માંં અવસાન થયું. રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક ગણાય છે. નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્તપ્રાપ્ય બન્યાં છે.
બાળપણ અને શિક્ષણ
રામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨ મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારીનીદેવી શૈવ કુટુંબના હતા.
રામ મોહન રાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કાર્ય હતા. તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી. તેઓને બે પુત્ર હતા રાધાપ્રસાદ અને ૧૮૦૦ માં અને બીજી પત્ની દ્વારા રામપ્રસાદ ૧૮૧૨ માં થયો હતો તેમની બીજી પત્નીનું મૃત્યુ ૧૮૨૪ માં થયું હતું. તેમની ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી.
રાજા રામમોહન રાય નું બાળપણ નુ શિક્ષણ વિવાદિત છે. એક બાજુ જોઈએ તો રાજા રામ મોહન રાય નું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની નિશાળ માં શરુ થયું હતું. જ્યાં તેઓ બંગાળી, સંસ્કૃત અને ફારસી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું.ત્યારબાદ તેઓ મદ્રાસ ના પટના માં અરેબીક અને ફારસી ભાષા શીખ્યા અને ત્યારબાદ તેઓ ને વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત અને હિંદુ ગ્રંથો નો અભ્યાસ કરવા માટે બનારસ (કાશી) મોકલવામાં આવ્યા. જોકે આ બંને સમયગાળા ના સ્થાન અનિશ્ચિત છે.
જોકે એવું માનવું રહ્યું કે તેઓ જયારે નવ વર્ષના હતા ત્યારે તેઓને પટના મોકલવા માં આવ્યા અને ત્યારબાદ બે વર્ષ પછી તેઓને બનારસ મોકલવા માં આવ્યા હોય.
ફારસી અને અરેબીક ભાષાઓના અભ્યાસ પરથી તથા યુરોપિયન દેવ વાદ ના અભ્યાસથી તેમના એકેશ્વરવાદ ના વિચારો પર પ્રભાવ પળ્યો.તે સમયે જયારે તેઓ પોતાનો પહેલો ગ્રંથ લખી રહ્યા હતા ત્યારે તેઓ સારી રીતે અંગ્રેજી બોલી કે લખી શકતા ન હતા કે સમજી પણ શકતા નહિ.
Image : Google
Courtesy : wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF
Follow Us Keep Supporting, Keep Sharing.
Facebook Page : facebook.com/din.vishesh59/
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59
#like | #Comment | #Share | #Review
No comments:
Post a Comment