Sunday, 28 January 2018

જયંત કોઠારી

જયંત કોઠારી
( 28 જાન્યુઆરી, 1930 થી 01 એપ્રિલ, 2001 )

જયંત સુખલાલ કોઠારી ગુજરાત રાજ્યના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ  વિવેચક તથા સંપાદક તરીકે પ્રખ્યાત હતા.  જન્મ રાજકોટ શહેરમાં અઠ્ઠાવીસમી જાન્યુઆરી, ૧૯૩૦ના દિવસે થયો હતો.
પરિચયકોઠારી જ્યંત સુખલાલનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૪૮ માં મેટ્રિક. ૧૯૫૭ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી બી.એ. અને ૧૯૫૯ માં એમ.એ. ૧૯૭૭ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી લિંગ્વિસ્ટિક્ટસનો ડિપ્લોમાં. ૧૯૪૯-૫૪ રાજકોટમાં કટલરીની દુકાન. સાથે સાથે રાજકોટમાં રેલવે ક્લેઈમ્સ એજન્ટ. ૧૯૫૯-૬૨ માં અમદાવાદની પ્રકાશ આર્ટસ કોલેજમાં અને ૧૯૬૨ થી આજ સુધી ગુજરાત લૉ સોસાયટીની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૦ થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતાં ‘ગુજરાતી સાહિત્યકોશ’ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન.
એમણે નટુભાઈ રાજપરા સાથે રહી લખેલો ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ (૧૯૬૦) ગ્રંથ મહત્વનો સંદર્ભગ્રંથ છે. પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસ-નિમિત્તે લખાયેલી બીજા ગ્રંથ ‘પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા’ (૧૯૬૯)માં બે ગ્રીક સાહિત્યચિંતકોની કાવ્યવિચારણાની તપાસ છે. પરંતુ ધ્યાનપાત્ર વિવેચક તરીકે એમની પ્રતિષ્ઠા બંધાય છે ‘ઉપક્રમ’ (૧૯૬૯)થી. વિષય તરફ જોવાની સમતોલ દ્રષ્ટિ તથા અભિપ્રાયો પાછળ નિખાલસ અને કડક પરીક્ષણવૃત્તિ એમના આ સંગ્રહમાં ‘પ્રેમાનંદ તત્કાલે અને આજે’, ‘જીવનના વૈભવમાં કળાનો મહેલ’, ‘કાન્તનું ગદ્ય’, ‘નાટકમાં રસ અને ક્રિયા’ જેવા લેખોમાં સહજ ઊપસી આવે છે. પછીના ગ્રંથોમાં લેખકની આ શક્તિઓ વિશેષરૂપે પ્રગટ થતી આવી છે. ‘અનુક્રમ’ (૧૯૭૫)માં પ્રેમાનંદનાં મુખ્ય આઠ આખ્યાનો તેમ જ અખાના ભક્તિવિચાર અને ગુરુવિચાર પરના તથા કેટલીક આધુનિક કૃતિઓ વિશેના અભ્યાસલેખો એમની, મધ્યકાલીન અને અર્વાચીન બંને પ્રકારના સાહિત્યના વિવેચન તરફની ગતિ બતાવે છે. ‘વિવેચનનું વિવેચન’ (૧૯૭૬)માં ‘ગુજરાતી સાહિત્યવિવેચનઃ વળાંકો અને સીમાચિહ્નો’ એ મહત્ત્વના દીર્ઘલેખ ઉપરાંત સાત અદ્યતન વિવેચનગ્રંથોની તપાસ કરતા લેખો છે. ‘અનુષંગ’ (૧૯૭૮)માં ‘સાહિત્યકાર અને સમાજાભિમુખતા’, ‘રુપ અને સંરચના’ એ સિદ્ધાંતચર્ચાના અભ્યાસલેખો છે, તો ‘કલ્પનનું સ્વરુપ’ અનુવાદલેખ છે. ‘વ્યાસંગ’ (૧૯૮૪)માં નિબંધ, ટૂંકીવાર્તા અને એકાંકીના સ્વરૂપ વિશેના મહત્ત્વના લેખો છે.
‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’ (૧૯૭૩) એ ભાષા સાથે ગુજરાતી ભાષાનો વિશદ રીતે પરિચય કરાવતું સારું પાઠ્યપુસ્તક છે.
‘સુદામાચરિત્ર’ (૧૯૬૭), ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’ (૧૯૭૬), ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’ (૧૯૭૭), ‘એકાંકી અને ગુજરાતી એકાંકી’ (૧૯૮૦), ‘કાન્ત વિશે’ (૧૯૮૩), ‘જૈન ગુર્જર કવિઓ’ (૧૯૮૭) ઈત્યાદિ એમના સંપાદન વા સહ-સંપાદનના ગ્રંથો છે.
વિવેચનનું વિવેચન (૧૯૭૬) : જયંત કોઠારીના વિવેચનલેખોનો સંગ્રહ. અહીં ગુજરાતી સાહિત્યવિવેચનનાં વળાંકો અને સીમાચિહ્નો તપાસવાનું વલણ છે. ઉપરાંત આ જ વલણને લક્ષમાં રાખી અહીં સાત જેટલા વિવેચનગ્રંથોની સમીક્ષા કરવામાં આવી છે. વળી, સ્થાપિત મંતવ્યોમાં ઊહાપોહ કરેલો હોય એવા લેખોનો પણ અહીં સમાવેશ છે. એક રીતે જોઈએ તો, આ ગ્રંથ વિવેચનનો એક નમૂનો છે, જ્યાં વિવેચન પરનું વિવેચન લક્ષ્ય બન્યું છે.

Image Courtesy : Gujarat sahity Parishad
Courtesy : Wikipedia



Follow us on facebook : facebook.com/dinvishesh59/ , facebook.com/jaydipmunjapra
Follow us on Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh , instagram.com/jaydipmunjapra

લાલા લાજપત રાય જન્મ જયંતિ

લાલા લાજપત રાય જન્મ જયંતિ
(જન્મ: ૨૮ જાન્યુઆરી ૧૮૬૫; મૃત્યુ: ૧૭ નવેમ્બર૧૯૨૮)


પરિચય 
લાલા લાજપત રાયનો  પંજાબ રાજ્યમાં આવેલા  ફિરોઝપુર જિલ્લાના ધુદિક ગામમાં થયો ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ના દિવસે થયો હતો. તેમના કુટુંબની માન્યતાએ લાજપત રાયને વિવિધ ધર્મો અને માન્યતાઓ હોવાના સ્વતંત્રતાને મંજૂરી આપી હતી. તેમણે તેમના પ્રારંભિક શિક્ષણને સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ, રેવાડીમાં પ્રાપ્ત કર્યું હતું, જ્યાં તેમના પિતા શિક્ષક તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. લૉજપત રાય લો 18 ફેબ્રુઆરીએ લો કોલેજમાં ગવર્નમેન્ટ કોલેજમાં જોડાયા હતા. કોલેજમાં જ્યારે તેઓ દેશભક્ત અને ભાવિ સ્વાતંત્ર્ય સેનાનીઓ લલા હંસ રાજ અને પંડિત ગુરુ દત્ત સાથે સંપર્કમાં આવ્યા ત્યારે. તેમણે લાહોરમાં સરકારી કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો અને ત્યાર બાદ હિસાર, હરિયાણામાં તેમની કાનૂની પ્રથા શરૂ કરી. બાળપણથી તેમના દેશની સેવા કરવાની ઇચ્છા હતી અને તેથી તેને વિદેશી શાસનમાંથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી. 1884 માં તેમના પિતા રોહતકમાં ટ્રાન્સફર થયા હતા અને લાલા લજપત રાય આવ્યા હતા. તેમણે 1877 માં રાધા દેવી સાથે લગ્ન કર્યાં. 1886 માં પરિવાર હિસારમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેમણે કાયદાની પ્રેક્ટિસ કરી. નેશનલ કૉંગ્રેસના 1888 અને 1889 ના વાર્ષિક સત્ર દરમિયાન તેમણે એક પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. 


એમણે કેટલાક સમય સુધી હરિયાણા રાજ્યમાં આવેલાં રોહતક અને હિસાર શહેરોમાં વકીલાત પણ કરી હતી. ત્યારબાદ તેઓ દેશની આઝાદી માટેની ચળવળમાં સામેલ થઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉગ્ર દળના અગ્રિમ હરોળના નેતા બન્યા હતા. બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલની સાથે એમને લાલ-બાલ-પાલનાનામ વડે ઓળખાવા લાગ્યા હતા. આ નેતાઓએ સૌથી પહેલાં ભારત દેશની સંપૂર્ણ સ્વાતંત્રતા માટેની માંગ ઉઠાવી હતી. એમણે સ્વામી દયાનન્દ સરસ્વતી સાથે મળીને આર્ય સમાજને પંજાબમાં લોકપ્રિય બનાવ્યો હતો. લાલા હંસરાજ સાથે દયાનન્દ એંગ્લો વૈદિક વિદ્યાલયો (ડીએવી)ના પ્રસાર કાર્યમાં ભાગ લીધો તથા અનેક સ્થાનો પર દુષ્કાળના સમયમાં શિબિર ઉભી કરીને લોકોની સેવા પણ કરી હતી. તેઓ ભારત દેશના આગળ પડતા સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક હતા. એમને પંજાબ કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરી આવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગરમ દળના પ્રમુખ નેતા હતા. ત્રીસમી ઓક્ટોબર ૧૯૨૮માં એમણે લાહોરમાં સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો,       જે દરમિયાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સમયે એમણે કહ્યું, "મારા શરીર પર પડેલ લાઠીનો એક એક ફટકો બ્રિટિશ સરકારના કોફીન પર એક એક ખીલાનું કામ કરશે" અને આમ જ થયું. તેમના મૃત્યુના ૨૦ વરસમાં જ બ્રિટિશ સામ્રાજ્યનો અંત થયો. સત્તરમી નવેમ્બર ૧૯૨૮ના રોજ આ ગંભીર જખમોને કારણે એમનું અવસાન થયું હતું.


Photo Courtesy : Wikipidia
Courtesy : Culture

Friday, 26 January 2018

પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન 
શરુઆત : ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ થી... . 

ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે, સન્ ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

પ્રથમ પ્રજાસતાક  દિવસ ની ઉજવણી.
ઇતિહાસ :

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ  હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.

ઉજવણી :
આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે. ઇંડીયા ગેટ થઈ તે ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે. વાયુસેના અને નૌસેનાની વિવિધ ટુકળીઓ તેમના સત્તાવાર ગણવેશમાં કવાયત કરતાં ચાલે છે. ભારતના રાષ્ટ્રપતિ જે ત્રણેય સેનાના પ્રમુખ છે, તેઓ સલામી ઝીલે છે. આ પરેડમાં ભારતના જુદાજુદા પ્રદેશની ઝાંકીઓને ફ્લોટ્સ પર બતાવવામાં આવે છે. આ પરૅડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે. પ્રાય: તેમને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવે છે. પ્રાદેશિક ઝાંકી (જુદા જુદા પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ આપતી ઝલક) સિવાય અન્ય દેખાવ પણ બતાવાય છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે. રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો રાજ્યપાલ અસ્વસ્થ હોય કે કોઇ કારણસર હાજર ના હોય તો રાજ્યના મુખ્યમંત્રીને ધ્વજ ફરકાવવાનું માન મળે છે.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારત દેશના ઇતીહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલંમા આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતન્ત્ર રાષ્ટ્ર્ બન્યું હતું. આ દિવસે ભારત સંપૂર્ણ લોક્તંત્ર બન્યુ. દેશે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વતંત્રતા  માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. ત્યારથી ૨૬ જન્યુઆરી એ રાષ્ટ્રીય રજા ગણાય છે અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. ખાસ કરીને ભારતની રાજધાની દીલ્હીમાં આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્‌બોધનથી શરુ થાય છે. ભાષણની શરુઆત સ્વાતંત્ર સેનાનીઓ એ આપેલા બલિદાન તેમ જ શ્રધ્ધાંજલીથી થાય છે કે જેઓએ દેશની સ્વતંત્રતા  માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું તથા રાષ્ટ્રની સંહિતા માટે લડ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરીવારજનોને જવાનોની યુધ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે ચન્દ્રકો એનાયત કરે છે. તથા ભારતના નાગરીકો કે જેમણે અસામાન્ય પરીસ્થિતિઓમાં બહાદુરીપુર્વકનું કાર્ય કર્યુ હોય એમને સન્માનિત કરી તેમને પુરસ્કારો એનાયત કરે છે.

આજે 69માં પ્રજાસતાક દિવસ નિમિતે દેશ ની સ્વતંત્રતા માટે પોતાનો જીવ આપનારાએ સ્વતંત્રસેનાનીઓ ને મારા શત શત વંદન.

Courtesy : wikipedia



Thursday, 25 January 2018

રાષ્ટ્રીય મતદાતા દિવસ

રાષ્ટ્રીય મતદાતા દિવસ 
શરૂઆત : ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી.. .

વિશ્વભર માં પોતાના યુવાધન માટે ઓળખાતા ભારત દેશ માં ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત તેમજ પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીનાદિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. 

આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ હોવાથી 25 જાન્યુઆરી  રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. આજના દિવસે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો, શેરી નાટકો, રેલીઓ કરી લોકો સુધી મતદાન વિષયક માહિતી પહોંચડી મતદાન કરવા પ્રેરવામાં આવે છે.
આજે 25 જાન્યુઆરી 2018 ના રોજ 8મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાશે. ✍

Courtesy : wikipedia




Wednesday, 24 January 2018

હોમી જહાંગીર ભાભા

હોમી જહાંગીર ભાભા
(ઓક્ટોબર ૩૦, ૧૯૦૯- જાન્યુઆરી ૨૪, ૧૯૬૬) 

હોમી જહાંગીર ભાભા (ઓક્ટોબર ૩૦, ૧૯૦૯- જાન્યુઆરી ૨૪, ૧૯૬૬) પોતાના સમયના અગ્રગણ્યભૌતિકશાસ્ત્રી હતાં. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. ભાભા જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજ માં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધન કાર્ય ગુમાવી બેઠા અને તેમને ભારત પાછા આવવું પડ્યું, જ્યાં તેમણે ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયંસબેંગલોર ખાતે સી. વી. રામન ના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કરી (૧૯૩૯). જે.આર.ડી. તાતા ની મદદ વડે તેમણે મુંબઇ માં ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ નો આરંભ કર્યો. વિશ્વયુદ્ધ પુરું થતાં, ભારતની સ્વતંત્રતા સાથે પંડિત જવાહરલાલ નહેરૂની પરવાનગી મેળવી તેમણે અણુશક્તિના શાંતિમય ઉપયોગો ના સંશોધન તરફ પ્રયાસો આદર્યા. ૧૯૪૮ માં તેમણે અટૉમિક એનર્જી કમીશન ઑફ ઇન્ડીયા ની સ્થાપના કરી. તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તથા ૧૯૫૫માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્ર ની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા.
તેમનું મૃત્યુ ૧૯૬૬ માઉન્ટ બ્લાન્ક નજીક વિમાન દુર્ઘટનામાં થયું હતું.
ભાભા અણુસંશોધન કેન્દ્રનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.

Courtesy : wikipedia

Tuesday, 23 January 2018

સુભાષચન્દ્ર બોઝ જન્મ જયંતિ

સુભાષચન્દ્ર બોઝ જન્મ જયંતિ 
જન્મ અને કૌટુંબિક જીવન
નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.
પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.
પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબૂની પત્નીનું નામ વિભાવતી હતું.
અભ્યાસ અને છાત્ર જીવન
બાળપણમાં, સુભાષચંદ્ર બોઝ કટક માં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈ સ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતાં. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુપ્ત દેશભક્તિ જાગૃત કરી.
25 વર્ષની ઉંમરમાં, સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધ માં ઘર થી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂ ની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદ નું સાહિત્ય વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતાં.
મહાવિદ્યાલય માં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ આવાજ ઉપાડવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજ ના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેન નું ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતું. આ માટે સુભાષચંદ્ર બોઝ ના નેતૃત્વમાં મહાવિદ્યાલય માં હડ઼તાલ કરાઈ હતી.
૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવા ની પરીક્ષામાં સફલ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.
ખોવાઇ જવુ અને મૃત્યુ ની ખબર
દ્વિતીય વિશ્વયુદ્ધ માં જાપાન ની હાર પછી, નેતાજી ને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો. ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.
23 અગસ્ત, 1945 ના રોજ જાપાન ની દોમેઈ ખબર સંસ્થા એ દુનિયા ને ખબર આપી, કે 18 અગસ્ત ૧૯૪૫ ના રોજ, નેતાજી નુ હવાઈ જહાજ તાઇવાન ની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા તેઓ ગભીર રીતે ઘાયલ થતા નેતાજી ને અસ્પતાલમા લઈ જવાયા, જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો. દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા . એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો , પણ તેઓ સફળ ન રહ્યા . પછી નેતાજીની અસ્થીયોને જાપાનની રાજધાની તોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી .
સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકારએ આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયો . બંને વખત એ નતિજો નીકળ્યો કે નેતાજી એ વિમાન દુર્ઘટના માંજ મારી ગયા હતા .પણ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી ,એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો , આ બંને આયોગોની વાતજ નહોતી કરેલી .
1999માં મનોજ કુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજો આયોગ બનાવવામાં આવ્યું . 2005માં તાઇવાન સરકારએ મુખર્જી આયોગને બતાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયો ન હતો . 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાની રિપોર્ટ પેશ કરી , જેમાં એમને કહ્યું , કે નેતાજીની મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ સબૂત નથી. પણ ભારત સરકારએ મુખર્જી આયોગની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો .
18 અગસ્ત, 1945ના દિન નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.
નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલો મહાન હતો કે એવું કહેવામાં આવે છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘ રાષ્ટ્ર બન્યુ હોત અને ભારતનું વિભાજનથયું ન હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.

Courtesy : wikipedia

Monday, 15 January 2018

ભારતીય સેના દિવસ

ભારતીય સેના દિવસ


ભારતમાં સેના દિવસ 15 મી જાન્યુઆરીના રોજ દર વર્ષે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભારતના લેફ્ટનન્ટ જનરલ, કે એમ. કરિપ્પા (કોડેડેરા મડપ્પા કારિપ્પા) ને આદર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે પ્રથમ ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ હતા. તે દર વર્ષે આર્મી કમાન્ડના મુખ્યમથક અને રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક લશ્કરી શો સહિત લશ્કર પરેડનું આયોજન કરીને ઉજવવામાં આવે છે.
આજ રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં 70 માં ભારતીય સેના દિવસ તરીકે ઉજવવામાં આવશે.

ભારતીય સેના દિવસ ની ઉજવણી શા માટે ?

દેશના રક્ષણ માટે તેમના જીવનનું બલિદાન કર્યું છે તેવા હિંમતવાન અને બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અને સલામ આપવાની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય આર્ની જનરલ કોડાંડેરા મડપ્પા કરિયપ્પાને બ્રિટિશ આર્મી જનરલ રૉય બુશેર બનાવવામાં સફળ રહ્યા હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડર-ઈન-ચીફ બન્યા હતા.
ભારતીય ભૂમિ સેના હંમેશા ભારતીય સરહદમાં તેમજ કુદરતી આપત્તિઓ સાથે તમામ મુશ્કેલ સમયમાં લડવા માટે તૈયાર છે. તેઓ હિંમતથી તમામ પડકારોનો સામનો કરે છે અને રાષ્ટ્રો અને લોકોને બચાવવા માટે મુશ્કેલીઓ આવે છે.

ભારતીય સેના દિવસ ની ઉજવણી
દેશની આપત્તિ પરિસ્થિતિઓ દરમિયાન ભારતીય સેના એક મહાન અને મોટી ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ યુદ્ધ વિજેતા ટીમ બનવા માટે દેશને સમર્પિત છે. નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે "અમર જવાન જ્યોતિ" ખાતે ભોગ આપેલા ભારતીય સૈન્ય સૈનિકોને શ્રધ્ધાંજલિ આપવાનું શરૂ કરવા માટે દિવસને ભારતમાં સૈન્ય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો.
શ્રદ્ધાંજલિ ભરવા પછી, ભારતીય સેનામાં નવી ટેકનોલોજી અને સિદ્ધિઓને દર્શાવવા માટે લશ્કરી શો સહિત એક ઉત્તમ પરેડ થાય છે. આ મહાન પ્રસંગે યુનિટ પ્રમાણપત્રો અને સેના મેડલ સહિત બહાદુરી પુરસ્કારો વિતરણ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં આર્મી ડે ઉજવણીમાં, સૈન્યના સૈનિકોની સેવામાં બહાદુરી અને વિખ્યાત સર્વિસ એવોર્ડ્સ (સેના મેડલ, વિશ્વ સેવા ચંદ્રકો વગેરે) મળે છે. તેમના રાષ્ટ્રનું રક્ષણ કરતી વખતે હિંમતથી અને બોલ્ડ ભારતીય સૈનિકોને યાદ કરાવવા માટે આ દિવસને યાદ કરવામાં આવ્યો છે.

સેના દિવસ પરેડ



આર્મી ડે પરેડ દરમિયાન સૈન્ય દિવસની ઉજવણી ભારતીય સેના સૈનિકો (ભારતીય સેના બેન્ડ્સ) દ્વારા કરવામાં આવે છે જેમાં બીએલટી ટી -72, ટી -90 ટેન્ક્સ, બ્રહ્મોસ મિસાઇલ, કેરિયર મોર્ટાર ટ્રૅક વેહિકલ, 155 એમએમ સોલ્ટમ ગન, એડવાન્સ્ડ આર્મી એવિએશન કોર્પ્સ અને વગેરેના લાઇટ હેલિકોપ્ટર.

ભારતીય સેનાની સેવા આપતા આ દિવસે તેમની સેવા જાળવી રાખવા અને રાષ્ટ્રોને દુશ્મનમાંથી રક્ષણ આપવું જોઈએ કે કેમ તે વિદેશી અથવા સ્થાનિક છે.
આજે ભારતીય સેના દિવસ નિમિત્તે ભારતીય સેનાને મારા વંદન ...



Courtesy : wikipedia

Sunday, 14 January 2018

મકર સંક્રાંતિ

મકર સંક્રાંતિ
(14 જાન્યુઆરી)

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.
ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે.

પરંપરા અને અનુષ્ઠાનો

 



મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.
ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે. નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે. કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.

ઉજવણી
આનંદ અને પતંગનો તહેવાર ઉત્તરાયણ


ગુજરાતમાં મકરસંક્રાંતિ ની રંગારંગ ઉજવણી.

                           
ઉત્તરાયણ શબ્દ, બે સંસ્કૃત શબ્દ ઉત્તર (ઉત્તર દિશા) અને અયન (તરફની ગતિ) ની સંધિ વડે બનેલ છે. ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.
           આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી અને 'ચિકી' ખુબ ખાય અને ખવડાવે છે.

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ' ઉડાડે છે જેને અમદાવાદીઓ 'ટુક્કલ' તરિકે ઓળખે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) 'વાસી ઉત્તરાયણ' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે. 
હું છું ગુજરાતી અને આ છે ગુજરાત નો તહેવાર...✍
માનવનિર્મિત તારલાઓ (ટુકકલ) થી ઝળહળતું આકાશ.

Courtesy : wikipedia


Friday, 12 January 2018

રાષ્ટ્રીય યુવા દિન

12 જાન્યુઆરી

રાષ્ટ્રીય યુવા દિન
( સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી)
(12 જાન્યુઆરી, 1863 થી 4 જુલાઈ, 1902)

વિશ્વના અધિકાંશ દેશોમાં કોઈ ને કોઈ દિન યુવા દિનના રૂપમાં મનાવવામાં આવતો હોય છે. ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી, અર્થાત ૧૨મી જાન્યુઆરીનાદિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયાનુસાર ઇ. સ. ૧૯૮૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. આ ઘટનાના મહત્ત્વનો વિચાર કરતાં ભારત સરકાર તરફથી પણ ઘોષણા કરવામાં આવી કે 
ઇ. સ. ૧૯૮૫થી ૧૨ જાન્યુઆરી એટલે કે યુવાનો ના એક આદર્શ એવા સ્વામી વિવેકાનન્દ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે.


સ્વામીજી ના જીવન પર એક નજર :

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩ માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો. તેમના માતાપિતાએ સ્વામીજીની  પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા. એ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું. ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો .તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત , યોગ અને
હિન્દુધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા ૧૮૯૭ માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિયે યુવાનો ના આદર્શ શ્રેષ્ઠ વ્યક્તિત્વને એમની 155મી જન્મ જયંતી પર મારા શત શત  વંદન... .✍

Tuesday, 9 January 2018

ડો. હરગોવિંદ ખુરાના

09 જાન્યુઆરી

ડો. હરગોવિંદ ખુરાના
(જન્મ : 09 જાન્યુઆરી, 1922,  મૃત્યુ : 09 નવેમ્બર, 2011)

ડો. હરગોવિંદ ખુરાના એ ભારત દેશમાં જન્મેલા પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક છે. 
એમનો જન્મ નવમી જાન્યુઆરી, ૧૯૨૨ના દિવસે ભારતના (અંગ્રેજી હકુમત હેઠળ આવેલા) પંજાબ રાજ્યના રાયપુર (હાલમાં પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો.
એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાધારણ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને પણ એમના પિતાએ એમને વધુ શિક્ષણ અપાવવા પ્રયત્ન શરૂ કર્યા. પિતાના પ્રયત્નોના ફળસ્વરૂપ એમણે મહેનતથી અભ્યાસ કર્યો. પંજાબ યુનિવર્સિટીમાંથી ઈ. સ. ૧૯૪૩ના વર્ષમાં તેઓ સ્નાતક થયા. પછી ઈ. સ. ૧૯૪૫ના વર્ષમાં તેઓ રસાયણશાસ્ત્ર તથા જૈવિક રસાયણશાસ્ત્ર (બાયોકેમેસ્ટ્રી) વિષય અનુસ્નાતક પણ થયા. અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા. અહિંથી એમણે પી. એચ. ડી.ની પદવી મેળવી.
ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં એમણે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય શરૂ કર્યું અને સાથે સાથે ઝુરિક યુનિવર્સિટી અને કેમ્બ્રીજ યુનિવર્સિટી સાથે પણ કાર્ય કર્યું. તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરી પ્રસિદ્ધ થયા. પછી સંશોધન ક્ષેત્રમાં એમણે ટીમ સાથે મળીને પ્રગતિ સાધી સાબિત કર્યું હતું કે બાયોલોજીકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગેનિઝમ માટે એકસરખી (કોમન) હોય છે. આ સંશોધન કાર્ય માટે ઇ. સ્. ૧૯૬૮ના વર્ષમાં તેઓને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૭૦ના વર્ષમાં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે જીવશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયના પ્રોફેસર તરીકે જોડાયા હતા.
નવમી નવેમ્બર, ૨૦૧૧ના દિવસે અમેરિકા ખાતે આ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ૮૯ વર્ષનું આયુષ્ય ભોગવી અવસાન પામ્યા.

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...