જન્મ: ૧૨ માર્ચ ૧૯૩૭.. .
Image : Google
Courtesy : wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%A3%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9
Follow Us Keep Supporting, Keep Sharing.
![]() |
ડૉ. ગુણવંત બી. શાહ |
ગુણવંત શાહ એ ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો.
પરિચય વિસ્તરથી
ગુણવંત શાહ મુખ્યત્વે નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર છે.તેમનો જન્મ રાંદેર (સુરત)માં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પુર્ણ કર્યુ હતુ. તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઇસ્કૂલ માં લીધુ હતુ. તેમણે ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી ની ઉપાધી મેળવી હતી. ઉપરાંત તેમણે ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ ની ઉપાધી મેળવી હતી. ત્યારબાદ તેમણે ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી.ની ઉપાધી મેળવી હતી અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર રહ્યા હતા.તેઓ ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તેમજ ૧૯૭૨-૭૩માં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
તેમણે ૧૯૭૩-૭૪માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ૧૯૭૪થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ ર્હ્યા હતા. ઉપરાંત તેમણે ‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે પણ કાર્ય કર્યુ હતુ.
શિક્ષક તરિકે નુ જિવન
- તેમણે ૧૯૬૧-૭૨ દરમિયાનવડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પ્રવક્તા અને વાચક તરીકે સેવાઓ આપી.
- વર્ષ ૧૯૬૭-૬૮ દરમિયાન તેમણે અમેરિકાની મિશિગન યુનિવર્સિટી ખાતે મુલાકતી પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યુ.
- તેમણે ૧૯૭૨-૭૩ દરમિયાન તકનીકી શિક્ષક તાલીમ સંસ્થા, મદ્રાસ(જે હવે ચેન્નઈતરીકે ઓળખાય છે) માં પ્રાધ્યાપક તેમજ શિક્ષણ ખાતાનાં વડા તરીકે સેવાઓ આપી.
- વર્ષ ૧૯૭૩-૭૪ દરમિયાન તેમણે SNDT વિમેન્સ યુનિવર્સિટી, બોમ્બે ખાતે (જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે) પ્રાધ્યાપક તરીકે સેવા આપી.
- તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રાધ્યાપક તરીકે તેમજ શિક્ષણ વિભાગનાં વડા તરીકે પણ સેવા આપી છે.
સહિત્ય
- મહંત, મુલ્લા, પાદરી, ૧૯૯૯
- કૃષ્ણનું જીવનસંગીત
- વિચારોનાં વૃંદાવનમાં
- અસ્તિત્વનો ઉત્સવ
- વિસ્મયનું પરોઢ (૧૯૮૦) (ગદ્યકાવ્ય)
- રજકણ સૂરજ થવાને શમણે (૧૯૬૮) ( નવલકથા)
- મૉટેલ (૧૯૬૮) (નવલકથા)
- કોલંબસના હિંદુસ્તાનમાં (૧૯૬૬)(પ્રવાસ પુસ્તક)
નિબંધ સંગ્રહો
- કાર્ડિયોગ્રામ (૧૯૭૭)
- રણ તો લીલાંછમ (૧૯૭૮)
- વગડાને તરસ ટહુકાની (૧૯૭૯)
- વિચારોના વૃંદાવનમાં (૧૯૮૧)
- મનનાં મેઘધનુષ (૧૯૮૫)
ચરિત્ર ગ્રંથો
- ગાંધી-નવી પેઢીની નજરે (૧૯૮૨)
- મહામાનવ મહાવીર (૧૯૮૬)
- કરુણામૂર્તિ બદ્ધ(૧૯૮૩)
પ્રકીર્ણ ગ્રંથો
- શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ (૧૯૬૪)
- સાવધાન, એકવીસમી સદી આવી રહી છે(૧૯૮૭)
- કૃષ્ણનું જીવનસંગીત(૧૯૮૭)
પુરસ્કારો
- રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્યમાં સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર, ૧૯૯૭માં.
- ૧૯૭૯માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOનાં સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ.
- તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેન્ક, મનિલામાંબાંગ્લાદેશમાંશિક્ષણ માટે ૧૯૮૪-૮૫ દરમ્યાન કન્સલ્ટન્ટ હતા.
વર્તમાન જીવન
તેઓ હાલમાં જયપ્રકાશ નારાયણ રોડ (જે જૂના પાદરા રોડ તરીકે પણ જાણીતો છે), વડોદરામાં રહે છે. તેઓ હાલમાં દિવ્ય ભાસ્કર, દૈનિક અને નવનીત સમર્પણ, એક પ્રમુખ ગુજરાતી સામયિકમાં લેખનકાર્ય કરી રહ્યાં છે.
Image : Google
Courtesy : wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%A3%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9
Follow Us Keep Supporting, Keep Sharing.
Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59
#like | #Comment | #Share | #Review
#like | #Comment | #Share | #Review
No comments:
Post a Comment