Thursday, 8 March 2018

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ




૮મી માર્ચ  નો દિવસ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો દિવસ છે.
સયુંક્ત રાષ્ટ્રસંઘ, (યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાનટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાનબેટી બચાવો અભિયાનસ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમતગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.
આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં  “નારી તું નારાયણી ” અને “યત્ર નાર્યસ્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા” એવાં વાક્યોથી નારીનું બહુમાન કરવામાં આવ્યું છે .આ જ ભારતમાં દીકરીને દૂધ પીતી કરવાનો ,સતી પ્રથાનો અને વિધવા અવિવાહનો ક્રૂર રીવાજ પ્રવર્તતો હતો એ પણ એક હકીકત છે.હકીકતમાં પુરુષ વર્ગે સ્ત્રીઓને એક અબળા તરીકે ગણના કરી ઘણા લાંબા સમય સુધી સ્ત્રી વર્ગની જાણે કે અવગણના કરી હોય એવું જણાયું છે.સ્ત્રીઓનું મુખ્ય કામ ફક્ત ઘરકામ, રસોઈ અને બાળકોને જન્મ આપી એની સંભાળ રાખવામાં જ સમાઈ જાય છે એવી પુરુષોની ખોટી માન્યતાઓનો નારી વર્ગ શિકાર બનતી આવી છે .સ્ત્રીઓઓમાં  પુરુષો જેટલી જ શક્તિ છે એ હકીકત તરફ દુર્લક્ષ સેવી ઘણા લાંબા સમયથી સ્ત્રીઓમાં પડેલી શક્તિઓની અવગણના થઈ હોય એમ ઈતિહાસ જોતાં દેખાઈ આવે છે.વર્તમાન સમયમાં પણ મિડલ ઇસ્ટ આફ્રિકા અને ત્રીજા વિશ્વના દેશોમાં કુરિવાજો તથા જૂની રૂઢિઓને લીધે સ્ત્રીઓ પ્રત્યે ક્રૂર વ્યવહાર અને અન્યાય થઇ રહ્યો છે .આ દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર પણ ઘણો નીચો છે.
અમેરિકા જેવા પ્રગતિશીલ દેશનો ઈતિહાસ જોતાં સુસન બી. એન્થની  અને એલેનોર રુઝવેલ્ટ જેવી શક્તિશાળી મહિલાઓને દેશની મહિલાઓ માટે પુરુષો જેવા હક્કો અપાવવા માટે આખી જિંદગી સમર્પિત કરવી પડી હતી .આ બે બહાદુર મહિલાઓની લડતને પરિણામે છેવટે માત્ર ૧૯૨૦ થી જ અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થઇ શક્યો હતો.આ હક્ક પ્રાપ્ત થયા બાદ પણ અમેરિકાના રાજકારણમાં સેનેટ,પ્રતિનિધિ ગૃહ,કેબીનેટ કે રાજ્યોના ગવર્નર કક્ષાએ સ્થાનો પ્રાપ્ત કરવામાં મહિલાઓની સંખ્યા ઘણા લાંબા સમય સુધી નહિવત રહી છે . આજે પણ આ બધાં સ્થાનોએ મહિલાઓની સંખ્યા ૨૦ ટકાથી ઉપર વધી શકી નથી એ હકીકત છે.સુપર પાવર ગણાતા અમેરિકામાં પણ સ્ત્રીઓ સામાજિક રીતે સંપૂર્ણ રીતે સહીસલામત નથી અને પુરુષો તરફથી ત્રાસ અને અન્યાયનો આજે ૨૧મી સદીમાં પણ ભોગ બની રહી છે .
અમેરિકામાં આજ સુધીના ઇતિહાસમાં કોઈ મહિલા પ્રમુખ પદે ચૂંટાઈ શકી નથી.અમેરિકાની હવે પછી ૨૦૧૬ના નવેમ્બરમાં થનારી પ્રમુખ પદ માટેની ચુંટણીમાં હિલેરી ક્લીન્ટનએ ડેમોક્રેટીક પક્ષ તરફથી ૨૦૦૮ માં નિષ્ફળ ગયા પાછી ફરી એક વાર ઝુકાવ્યું છે.જો તેઓ એમાં વિજયી બનશે તો અમેરિકાના રાજકીય ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાશે.ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીજીની આગેવાની નીચે ઘણી મહિલાઓએ  જોડાઈને સુંદર યોગદાન આપ્યું હતું એ આપણે જાણીએ છીએ.
અમેરકાની સરખામણીમાં ભારત, પાકિસ્તાન ,શ્રીલંકા, બંગલા દેશ, બ્રાઝીલ ,બ્રિટન,ફિલીપીન્સ, સાઉથ કોરિયા,ઈઝરાઈલ, ઇથોપિયા જેવા ઉભરતા દેશોમાં મહિલાઓએ પુરુષોને હરાવી દેશના પ્રમુખ કે વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવી સ્ત્રી શક્તિનો જગતને પરચો કરાવ્યો છે.આ મહિલાઓએ કરેલી ઘણી સુંદર કામગીરી બતાવે છે કે જો મહિલાઓને  કામ કરવાની તક મળે તો તેઓ પણ સિધ્ધિઓ પ્રાપ્ત કરવામાં પાછળ રહે એમ નથી જ.
આમ આધુનિક સમયમાં દુનિયાના દરેક દેશોમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને મહીલા જાગૃતિ પ્રબળ બનતી જાય છે.પરિણામે સ્ત્રી એક મજબુત શક્તિ તરીકે ઉભરી રહી છે અને પુરુષ સમોવડી બનીને દેશ અને સમાજના ઘડતરમાં એમનો અગત્યનો ફાળો આપી રહી છે. “દીકરી અને ગાય દોરે ત્યાં જાય ” એવું માનનારો સમય ક્યારનો ય વીતી ગયો છે. આજે સમાજનો અડધો મહીલા વર્ગ એના હક્કો વીષે વધુ સજાગ બન્યો છે અને પ્રગતી કુચમાં પુરુષ સમોવડી બની ગઈ છે એટલું જ નહી એમને આંબી પણ ગઈ છે.હવે એ પહેલાંની અબળા સ્ત્રી રહી નથી પણ સબળા બની ગઈ છે .
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દિન વિશેષ દ્વારા નારી શક્તિ સ્વરૂપ મહિલાઓ ને સલામ.. .

Image : Google
Courtesy : Wikipedia
Link :  https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8

Follow Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

No comments:

Post a Comment

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...