Monday, 23 July 2018

લોકમાન્ય ટિળક

(જન્મ : ૨૩ જુલાઇ ૧૮૫૬ – અવસાન : ૧  ઓગસ્ટ ૧૯૨૦)


લોકમાન્ય ટિળક નું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા. અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક" એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકોએ તેમને સન્માનથી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું. ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીને જ જંપીશ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.
પ્રારંભિક જીવન
ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાઅસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં.
તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી. સંન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતના તો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટેની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુની સેવા કરવામાં આવે.
સ્નાતક કર્યા બાદ ટિળકે પુણેની એક ખાનગી શાળામાં ગણિત શીખવવાની શરુઆત કરી. ત્યાં નવી શાળાના અમુક શિક્ષકો સાથે આધ્યાત્મીક મતભેદો થવાથી તેમણે આ વ્યવસાય છોડવાનો નિર્ણય કર્યો. તે સમયગાળામાં તેઓ પત્રકાર બન્યાં. તેઓ પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિના પ્રખર વિરોધી હતા કેમકે તે ભારતીય છાત્રોને સ્વાર્થી બનાવતી હતી અને ભારતીય પરંપરાનું અપમાન કરતી હતી. તેમણે પોતાના કોલેજ મિત્રો જેવાકે ગોપાલ ગણેશ અગરકર, માધવ બલ્લાલ નામજોશી અને વિષ્ણુ કૃષ્ણ ચિપલુણકર સાથે મળી ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી જેનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢી માટે શિક્ષણની ગુણવત્તા વધારવાનો હતો. ડેક્કન એજ્યુકેશન સોસાયટીનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢીમાં ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચારસરણીનો વિકાસ કરવાનો હતો. તેમણે આગળ જતાં સાંસ્કૃતિક અને ધાર્મિક સુધારાના ઓછાયા હેઠળ સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી. તેઓ ફરગ્યુસન કોલેજમાં ગણિત શીખવાડતા હતાં.
રાજનૈતિક કારકિર્દી
પત્રકારત્વ
ટિળકે તેમના મિત્રો ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળી ઈ.સ. ૧૮૮૧માં બે વર્તમાનપત્રો ચાલુ કર્યાં :
  1. "કેસરી" (સંસ્કૃત અર્થ સિંહ) મરાઠીમાં
  2. "ધ મરાઠા" અંગ્રેજીમાં
માત્ર બે વર્ષમાં કેસરીનો વાચક વર્ગ ભારતના કોઈ પણ વર્તમાનપત્ર કરતાં વધુ થઈ ગયો. આ છાપાનો તંત્રીલેખ મોટે ભાગે બ્રિટિશ રાજમાં લોકોને ભોગવવી પડતી હાલાકી પર હતો. આ છાપાએ લોકોને પોતાના હક્ક માટે લડી લેવાની વાત કહી.
ટિળક તેમના સહકર્મચારીને હમેંશા કહેતાં - તમે વિદ્યાપીઠના વિદ્યાર્થી માટે નથી લખતાં. કલપના કરો કે તમે એક ગામડાંના માણસ સાથે વાત કરો છો અને લખો. તમારા તથ્યો એકદમ પાકા રાખો. તમારા શબ્દો દિવસના પ્રકાશ સમાન સ્પષ્ટ રાખો.
ટિળકે સરકારની વિચાર સ્વાતંત્ર્યય પરની જોહુકમીનો પ્રખર વિરોધ કર્યો ખાસ કરીને બંગાળના ભાગલા, ભારતીય સંસ્કૃતિ, લોકજીવન, વગેરેની અવહેલના સંદર્ભે તેઓ સરકારની સખત ઝાટકણી કાઢતાં. તેમણે બ્રિટીશરો ભારતને સ્વરાજ્ય તાત્કાલ આપે તેવી માંગણી કરી.
ભારતીય રાષ્ટ્રીય મહાસભા

ઇ.સ. ૧૮૮૦માં ટિળક ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)માં જોડાયા. તેમણે કોંગ્રેસના નરમ વલણની ટીકા કરી, ખાસ કરીને સ્વરાજ્યની માંગણી તરફના નરમી વલણની. ૧૮૯૧માં ટિળકે સહેમતીની આયુના કાયદાનો વિરોધ કર્યો જેમાં સ્ત્રીઓની વિવાહની નિમ્ન આયુને ૧૦ થી વધારીએને ૧૨ વર્ષ કરવામાં આવી હતી. મહાસભાએ આ કાયદાનું સ્વાગત કર્યું પણ, ટિળકે આને હિંદુ સંસ્કૃતિના નિજી મામલામાં હસ્તક્ષેપ ગણાવી. જોકે તેઓ જાતે બાલ વિવાહના વિરોધી હતાં અને તેમણે પોતાની બાલિકાને પણ ૧૬ વર્ષે પરણાવી હતી.
ઈ.સ. ૧૮૯૬માં પ્લેગનો રોગચાળો મુંબઈથી પુણે સુધી ફેલાયો, જન્યુઆરી ૧૮૯૭ સુધી તો તે એક મહામારી બની ગયો. પ્લેગના રોગકાળાને ડામવા આક્રમક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. તે અનુસાર ૮ માર્ચ ૧૮૯૭ના એક પ્લેગ કમીટી નીમવામાં આવી જેનું કાર્ય ક્ષેત્ર પુણે શહેર તેના ઉપનગરો અને પુણે કેંટોન્મેટ સુધી વિસ્તરેલું હતું. આના પ્રમુખ ડબલ્યુ. સી. રૅંડ નામના આઇ. સી. એસ. અધિકારી હતાં જેઓ તે સમયે પુણેના આસિસ્ટંટ કલેક્ટર હતાં. ૧૨ માર્ચ ૧૮૯૭ના દિવસે મેજર પૅગેટના નેતૃત્વ હેઠળની ડુર્હમ લાઇટ ઇંફેંટ્રીના અંગ્રેજ અને સ્થાનીય એવા ૮૯૩ અધિકારી અને અન્ય કર્મકારીને પ્લેગ ડ્યુટી પર મોકલવામાં આવ્યાં. મે મહીના અંત સુધી આ મહામારી કાબુમાં આવી આવે અને હળવે હળવે સૈન્ય કાર્યવાહી બંધ કરાઇ.
પ્લેગ સંબંધી વહીવટના અહેવાલમાં રૅંડએ લખ્યું હતું, " પ્લેગ કમીટીના સભ્યો માટે અત્યંત સંતોષની વાત છે કે સ્ત્રીઓના સ્ન્માનની અવહેલના થઇ એવી કોઇ ફરિયાદ તેમને કે તેમના અફસરોને મળી". તેઓ એમ પણ લખે છે કે કાર્ય કરો ઉપર ચાંપતી નજર રખાઈ હતી અને લોકોની પરંપરા અને રીતી રિવાજોની અવહેલના ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું હતું. Indian sources however report that Rand used tyrannical methods and harassed the people. ભારતીય સ્ત્રોત દ્વારા મળતી માહિતી અનુસાર સૈન્ય અધિકારીની નિમણૂક કરવાથી પ્લેગ નાથવાના કાર્યક્રમમાં એક તીવ્રતા આવી અને ઘર તલાશમાં અતિરેક પણ થયો આને લીધે લોકોમાં અસંતોષ ફેલાયો. લોકો ભડકી ગયાં અને આને રાસ્તાપેઠ ક્ષેત્રમાં લોકોએ સૈનિકોને માર પણ માર્યો. " અજાણતા કે જાણેકરી ઠેકડી ઉડાવતા, તેઓ ચાળા પાડતા, વાનરવેડા કરતા, મૂર્ખાઇ ભર્યું વર્તન કરતાં, છેડખાની કરતાં, અડતા, તેમને મુંડતા, કોઇપણ સ્થળે વિના કારણે ઘુસી જતાં, મૂલ્યવાન વસ્તુઓ ખિસ્સે કરી લેતાં, ઇત્યાદિ." ટિળકએ તેમના છાપા કેસરીમાં સૈનિકોની આ ત્રાસદીની વિરુદ્ધ તેજાબી લેખ લખી લોકોની લાચારીને વાચા આપી, ભાગવદ ગીતાનો સંદર્ભ આપી તેમણે લખ્યું, જો કોઇ દમન કરનારને કોઇ પણ ફળની આશા વિના હત્યા કરે તે કોઇ પણ આરોપનો ભાગી નથી. આ બાદ, ૨૨મી જૂન ના દિવસે દિવસે રેન્ડ અને અન્ય બ્રિટિશ અધિકારી લેફ્ટેનેંટ યેર્સ્ટની ચાફેકર બંધૂઓ અને તેમના સહયોગીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. ટિળકને હત્યાની ઉશેરણીના ગુનામાં ૧૮ મહિનાના કારાવાસની સજા થઈ. જ્યારે તે કેદમાંથી છૂટ્યાં ત્યારે તેઓ એક દેશ ભક્ત અને કોકનાયક તરીકે પ્રસિદ્ધ થયાં. તેમણે નવું સૂત્ર અપનાવ્યું, "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીશ જ."
રાષ્ટ્રવાદી ચળવને નબળી પાડવા લોર્ડ કર્ઝને ૧૯૦૫માં બંગાળના ભાગલા કર્યાં, તેના પ્રતિરોધ રૂપે ટિળકે બહિષ્કારની નિતી અપનાવી, અને સ્વદેશી ચળવળનો જન્મ થયો. 
રાષ્ટ્રીય મહાસભામાં ગોપાલ કૃષ્ણ ગોખલેના નરમ વલણનો તેમણે વિરોધ કર્યો, અને આમાં તેમને બંગાળના બિપીનચંદ્ર પાલ અને પંજાબનાલાલા લાજપતરાયનો સાથ મળ્યો. તેઓ લાલ-બાલ-પાલની ત્રિપુટી તરીકે ઓળખાયા. ઇ.સ. ૧૯૦૭માં મહાસભા (કોંગ્રેસ)નું રાષ્ટ્રીય અધિવેશન સૂરત-ગુજરાતમાં ભરાયું. મહાસભાના નવા પ્રમુખ કોણ બને તે મુદ્દે નરમ વલણ અને તીવ્ર વલણ ધરાવતાં જૂથો વચ્ચે મતભેદ ઊભા થયાં. મહાસભા બે ભાગમાં વહેંચાઈ ગઈ. ટિળક, પાલ અને લાજપતરાયની આગેવાની હેઠળના "જહાલ મતવાદી" ("ગરમ પક્ષ," કે અંતિમવાદી) અને "મવાળ મતવાદી"("નરમ પક્ષ," કે મધ્યમ વાદી).


ધરપકડ
૩૦ એપ્રિલ ૧૯૩૦ના દિવસે કલકત્તાના ચીફ પ્રેસીડેંસી મેજીસ્ટ્રેટ ડગ્લસ કિંગ્સફર્ડની હત્યા કરવા માટે બે બંગાળી યુવક પ્રફુલ્લ ચંદ્ર ચાકી અને ખુદ્દીરામ બોઝ એ મુઝફ્ફરપુરમાં એક ગાડી પર બોમ્બ ફેંક્યો. આમ કરતાં ભૂલ થઇ અને એક પ્રવાસી મહિલા મૃત્યુ પામી. પકડાઇ જતાં ચાકી એ આત્મઘાત કર્યો અને બોઝને ફાંસીની સજા અપાઇ.
ટિળકે તેમના છાપાંમાં ક્રાંતીકારીઓનો બચાવ કર્યો અને તત્કાલિક સ્વરાજ્યની માંગણી કરી. સરકારે તેમની ધરપકડ કરી. તેમણે યુવક મોહંમદ અલી જીન્હાને તેમનો પક્ષ લડવાની વિનંતી કરી. પણ બ્રિટિશ જજે તેમને ગુનેગાર ઠરાવ્યા અને તેમને ૧૯૦૮થી ૧૯૧૪ સુધી બર્માની માંડલેની જેલમાં કેદ ની સજા આપી.
 કેદમાં હતાં ત્યારે ઓપણ તેમણે પોતાનું વાંચન અને લેખન ચાલુ રાખ્યું અને ભારતીય રાષ્ટ્રીય આંદોલનના ભવિષ્યની યોજનાઓ કરતાં રહ્યાં.

સરદાર ગૃહ લોજ, મુંબઇ માં હતાં ત્યારે ટિળક અહીં રહેતા હતા.
૧૯૦૮માં તેમના પર ચલાવેલા મુકદમા વિષે ઘણું લખાયું છે, તે એઅક ઐતિહાસિક મુકદમો બની ગયો છે. નિર્ણાયકોએ આપેલા અંતિમ ચુકાદા પરની તેમની ટિપ્પણે આ પ્રમાણે હતી: " નિર્ણાયકોના ન્યાય ચતાં પણ હું માનુ છું હું નિર્દોષ છું. માણસના કે દેશના ભાગ્ય કરતાં પણ મોટી શક્તિ વિહરમાન છે અને તેની ઇચ્છા હોય કે હું જે ધ્યેય માટે લડું છે તેને મારી મુક્તિ કરતાં મારી કેદ વધુ વેગ આપે.". મુંબઇ ઉચ્ચ ન્યાયાલયના રૂમ નં ૪૬ માં આ શબ્દો આજે પણ કોતરેલા જોઇ શકાય છે.
કેદ પછીનું જીવન
જૂન ૧૯૧૪માં તેમની મુક્તિ પછી ટિળક નરમ પડ્યાં. જ્યારે પ્રથમ વિશ્વવિગ્રહ ફાટી નીકળ્યું ત્યારે તેઓએ બ્રિટેનના રાજાને પોતાનો ટેકાનો સંદેશ પાઠવ્યો અને તેમના લેખન દ્વારા થોડાં વધુ લોકોને સૈન્યમાં જોડાવવા પ્રયત્ન કર્યો. બ્રિટિશ સંસદ દ્વારા પારિત ઈંડિયન કાઉંસીલ્સ એક્ટ, જેને મિંટો-મોર્લીના સુધારા તરીકે ઓળખાય છેમ તેનું તેમણે સ્વાગત કર્યું. તે સંદર્ભે તેમણે લખ્યું કે ‘રાજ કરનાર અને રૈયત વચ્ચે વધેલા આત્મ વિશ્વાસની આ નિશાની છે’. તેઓ માનતા હતા કે હિંસાવાદ રાજનૈતિક ફેરફાર અને સુધારાની ગતિને તીવ્ર બનાવવાને બદલે ધીમો પાડતી હતી. તેઓ મહાસભા સાથે મન મેળાત કરવા આતુર હતાં અને તેમણે પોતાની સીધાં પગલાની નીતિને છોડીને ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રેરિત ‘બંધારણની હદમાં રહીને જ’ - વિરોધ દર્શાવવાની નીતિને અપનાવી હતી.
અખિલ ભારત હોમ રુલ લીગ
બાદમાં તેઓ પોતાના અન્ય રાષ્ટ્રવાદી મિત્રો સાથે જોડાયાં અને ૧૯૧૬માં મહાસભામાં (કોંગ્રેસ) ફરીથી જોડાયાં. તેમણે ૧૯૧૬-૧૮માં જોસેફ બાપ્ટીસ્ટાએની બેસંટજી. એસ. ખાપર્ડે અને મોહમ્મદ અલી જીણા સાથે મળી ઓલ ઈંડિયા હોમ રુલ લીગની સ્થાપનામાં મદદ કરી. મહાસભાના જહાલ અને મવાળ તત્વોની વચ્ચે સુમેળ કરાવી આપવાના વર્ષોના પ્રયત્નો પછે હવે તેમણે હોમ રુલ પ્ર ધ્યાન કેંદ્રીત કર્યું, જેનો ઉદ્દેશ્ય સ્વરાજ્ય હતો. ટિળકે ગામડે ગામડે ફરીને ખેડૂત આદિ સ્થાનીય લોકોમાં સ્વરાજ્ય મેળવવાની ચળવળને ટેકો મેળવવા પ્રયત્નો કર્યાં ટિળક રશિયન ક્રાંતિ (૧૯૧૭)થી અત્યંત પ્રભાવિત હતાં, અને લેનિન ની તેમણે ઘણી પ્રસંશા.
ટિળકે પોતાની રાજનૈતિક કારકીર્દી એક મરાઠી પ્રણેતા નેતા તરીકે ચાલુ કરી, પણ તેમના જીવનના પાછલા ભાગમાં ખાસ કરીને બંગાળના ભાગલા બાદ તેમના મહાસભાના અન્ય નેતાઓ સાથે ના સંપર્કમાં આવ્યાં બાદ તેઓ એક રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરાઇ આવ્યાં. જ્યારે કલકત્તામાં તેમને પૂછવામાં આવ્યું કે તેઓ સ્વતંત્ર ભારતમાં મરાઠી પ્રભુત્વ ધરાવતું શાસન જુઓ છો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ૧૭મી અને અઢારમી સદેમાં શાશકોમાં મરાઠી પ્રભુત્વ હતું તે ૨૦મી સદીમાં કાળગ્રસ્ત થઇ ગયું છે. સ્વતંત્ર ભારતમાં તેઓ એવું સમવાય તંત્ર જુએ છે કે જેમાં દરેક ધર્મ જાતિ સરખે સરખા ભાગીદાર હોય. જો આવી ગોઠવણી હશે તે જ ભારતની સ્વતંત્રતા ટકાવી રાખશે. દેવનાગરી લીપીમાં લખાયેલ હિંદી ને ભારતની રાષ્ટ્રભાષા તરીકે અપનાવી જોઈએ એમ કહેનારા તેઓ પ્રથમ કોંગ્રેસ નેતા હતાં.

સામાજિક યોગદાન
ઈ.સ. ૧૮૯૪માં ઘરે ઘરે થતી ગણેશ પુજાને ટિળકે સાર્વજનીક ગણેશોત્સવમાં ફેરવ્યો અને શિવ જયંતિને પણ તેમણે એક સામાજિક તહેવાર તરીકે ઉજવ્યો. સરઘસ આ તહેવારોનો એક પ્રમુખ અંગ હતો. ગોપાલ ગણેશ આગરકર ટિળક દ્વારા શરૂ કરાયેલ છાપા "કેસરી"ના ૧૯૮૦-૮૧ પ્રથમ તંત્રી હતાં. ટિળક સાથે રાજનૈતિક સુધારા અને સામાજિક સુધારા સંબંધે મતભેદ થતાં ગોપાલ ગણેશ આગરકરે કેસરી વર્તમાન પત્ર છોડ્યું અને "સુધારક" નામે પોતાનું સામાયિક શરૂ કર્યું.
એમના લખેલા પુસ્તકો
૧૯૦૩માં તેમણે પુસ્તક લખ્યું ધ આર્કટીક હોમ ઇન વેદાસ (વેદોનું આર્કટીક મૂળ). તેમાં તેમણે દલીલ કરી કે વેદો નું ઉદગમ આર્કટીક જ હોવું જોઇએ, અને આર્ય કવિઓ (ચારણો) દ્વારા હિમ યુગ પશ્ચાત તેને દક્ષિણ તરફ લાવવામાં આવ્યાં. તેમણે વેદોની રચનાના સમય શોધવાની નવો મૂળ માર્ગ બતાવ્યો. તે સમય સુધી, વેદોનો પુરાતન કાળ તેમાં વપરાયેલી ભાષાને આધારે બતાવાતો હતો. તેમણે વેદોનો કાળ વિભિન્ન નક્ષત્રોની સ્થાન ને આધારે શોધવાનો પ્રયત્ન કર્યો. જુદા જુદા વેદોમાં નક્ષત્રોની સ્થિતિઓ વર્ણવેલી છે. નક્ષત્રોની હલચલનની ગતિ અને તેમના સ્થાન વર્તમાન અને તે સમયના સ્થાન ને આધારે આપણે વેદોનો કાળ જાણી શકીએ તેમ તેમણે જણાવ્યું. તેમણે એવું તારણ કાઢ્યું કે વેદો .પૂ. ૪૫૦૦ ની આસ પાસ લખાયા હોવા જોઇએ, કેમકે વિદિક સૂત્રો અનુસાર તે સમયે વસંતનો વિષુવદિન (દિવસ અને રાત સરખા સમયના) મૃગ (કે ઓરિઓન) નક્ષત્રમાં હતો, અને ત્યાર બાદ તે કૃતિકા નક્ષત્રમાં વિલિન થયો હતો (લગભગ ઇ.પૂ. ૨૫૦૦) બ્રાહ્મણોના કાળમાં. આ તેમના તારણનો મૂળભૂતઆધાર હતો. અમુક વિદ્વાનોએ આ અનુમાનની આલોચના કરી, જ્યારે અમુકે તેમના વખાણ કર્યાં  પણ મોટે ભાગે એક અનુત્તર પ્રશ્નનો ઉત્તર શોધવાનો આ નવતર પ્રયોગને સૌએ આવકાર્યો.
ટિળકે એક અન્ય્સ પુસ્તક પણ લખ્યું' શ્રીમદ ભાગવદ ગીતા રહસ્ય' - the analysis of in the ભાગવદગીતામાંના 'કર્મયોગ' પર વિવેચન , જે વેદો અને ઉપનિષદોનો સાર છે.
તેમના લેખનના અન્ય સંગ્રહો છે:
  • જીવન, નીતિ અને ધર્મની હિંદુ તત્વજ્ઞાન (મુદ્રણ-૧૮૮૭).
  • વેદિક કાળાનુક્રમ અને વેદાંગ જ્યોતિષ.
  • લોકમાન્ય ટિળકના પત્રો, એમ. ડી. વિદ્વંસ. દ્વારા સંકલિત.
  • લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના ચૂંટેલા દસ્તાવેજો, ૧૮૮૦-૧૯૨૦, રવિંદ્ર કુમાર દ્વારા સંકલિત.
  • જેધે શકાવલી(સંપાદક)
ભારતીય સ્વતંત્રતા આંદોલન પોતાનો સિંહ ફાળો આપનાર લોકમાન્ય ટિળકના ને તેમની જન્મજયંતી પર શત શત વંદન. 

Photo : Google
Cortacy : Wikipidia
Link Below :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B3%E0%AA%95

Follow Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/

Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Linkedin : https://in.linkedin.com/in/jaydipmunjapra

Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

Saturday, 21 July 2018

ઉમાશંકર જોષી

(જન્મ : 21 જુલાઈ 1911 - મૃત્યુ : 19 ડિસેમ્બર 1988)



ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.
જીવન
તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં બી.એ. થયા અને મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી ૧૯૩૮માં એમ.એ. ઉત્તીર્ણ કર્યું.
સર્જન
  • મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
  • કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞ, સાતપદ
  • એકાંકી- સાપના ભારા, હવેલી
  • વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો
  • નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી
  • સંશોધન – પુરાણોમાં ગુજરાત
  • વિવેચન – 'અખો' એક અધ્યયન; કવિની શ્રદ્ધા
  • અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
  • બાળગીત - સો વરસનો થા
  • સામયિક સંપાદન: 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪
પુરસ્કારો
સભ્યપદ અને હોદ્દાઓ

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર શ્રી ઉમાશંકર જોષી ને તેમની જન્મજયંતી પર શત શત વંદન. 💐😊

Photo : Google
Cortacy : Wikipidia
Link Below :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80

Follow Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/

Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Linkedin : linkedin.com/in/jaydipmunjapra

Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

Thursday, 19 July 2018

મંગલ પાંડે

(જન્મ : ૧૯ જુલાઇ ૧૮૨૭ - મૃત્યુ : ૮ એપ્રિલ ૧૮૫૭)

મંગલ પાંડે એ એક ભારતીય સૈનિક હતા. ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના સમયની ઘટનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીની ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)માં સિપાહી હતા. તે સમયનો બ્રિટિશ ઈતિહાસ તેમને રાજદ્રોહી કે બળવાખોર ગણે છે પણ આધુનિક કાળના ભારતીયો તેમને એક નાયક ગણે છે. ૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઘણાં સિનેમા આદિમાં તેમના જીવન અને કાર્યોને દર્શાવાયા છે
શરૂઆતી જીવન
મંગલ પાંડેનો જન્મ સુપરત કરાયેલા અને જીતેલા પ્રાંત (સીડેડ એન્ડ કોન્કર્ડ પ્રોવીન્સ - હાલનું ઉત્તર પ્રદેશ)ના બલિયા જિલ્લામાં નાગવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.  તેઓ ૧૮૪૯માં બંગાળ સેનામાં જોડાયા. માર્ચ ૧૮૫૭માં ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)ની પાંચમી કંપનીમાં તેઓ નિજી સૈનિક (પ્રાયવેટ સોલ્જર) હતા.
1857 ની ઘટના
૨૯ માર્ચ ૧૮૫૭ના દિવસે લિયુટેનન્ટ બોગને સમાચાર મળ્યા કે તે સમયે બરાકપુરમાં શેલી ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રીના અમુક લોકો ભડકી ઉઠ્યા હતા. તેમને એવા પણ સમાચાર મળ્યા અકે પરેડ મેદાનની બાજુમાં મંગલ પાંડે નામનો એક સિપાહી રેજિમેંટની ગાર્ડ રૂમ બાહર બંદૂક લઈ ઊભો હતો અને અન્ય સિપાહેઓને બળવો કરી જે પહોલો યુરોપિય દેખાય તેને ગોળી મારવાનું કહેતો હતો. પાછળની તપાસ આદિમાં જણાયું કે મંગલ પાંડે સિપાહીઓના અસંતોષને કારણે દુઃખી હતા. ભાંગના નશામાં તેમણે સમાચાર સાંભળ્યા કે બ્રિટિશ સૈનિકોની એક સ્ટીમર કેન્ટોન્મેટ નજીક ઊતરી છે આથી તેઓ શસ્ત્ર છીનવી ક્વાર્ટર ગાર્ડની ઈમારત નજીક પહોંચ્યા હતા.
બોગે તરતજ ઘોડો પલાણ્યો અને ઘટના સ્થળે જવા રવાના થયા. ક્વોટર ગાર્ડની બહાર સ્થાપિત સ્ટેશન ગનની ઓથે મંગલ પાંડે છુપાયા ને બોગ પર નિશાનો સાધી ગોળી છોડી. તેમનું નિશાન ચૂકી ગયું, અને ગોળી બોગને ન વાગતા ઘોડાને વાગી અને ઘોડો તથા બોગ બન્ને ધરાશાયી થયા. બોગે ઝડપથી ઘોડાના આંકડામાંથી પગ છોડાવ્યો અને પિસ્તોલ કાઢી મંગલ પાંડે પર નિશાનો સાધ્યો. તે પણ નિશાન ચૂક્યા. બોગ પોતાની તલવાર કાઢી મંગલ પાંડે સુધી પહોંચે તે પહેલા મંગલ પાંડે એ સહાયકની મદદ વડે તલવારથી તેમના પર ઘા કર્યો. તેમના ગળા અને ખભા પર માર લાગ્યો અને તેઓ ધરાશાયી થયા. ત્યારે શેખ પલટુ નામના અન્ય સિપાહીએ આવીને મંગલ પાંડેને રોક્યો જે હુમલો કરવા બંદૂક ભરી રહ્યા હતા.
સ્થાનીય ઑફિસર અંગ્રેજ સાર્જન્ટ - મેજર હેસનને પરેડ ગ્રાઉન્ડ પર બોલાવી લીધા હતા. તેઓ બોગ પહેલાં પહોંચ્યા હતા. તેમણે ક્વોર્તર ગાર્ડના ને ભારતીય અધિકારી  જમાદાર ઈશ્વરી પ્રસાદને મંગલ પાંડેને હિરાસતમાં લેવાનો હુકમ કર્યો. તેના જવાબમાં જમાદારે કહ્યું કે તેના એન.સી.ઓ. મદદ માટે ગયા છે અને તે એકલો પાંડેને હિરાસતમાં લઈ શકશે નહિ. તેના જવાબમાં હેસને ઈશ્વરી પ્રસાદને હથિયાર સહિત ગાર્ડમાં ઉતરવાનો હુકમ કર્યો. તે જ સમયે બોગ - 'તે ક્યાં છે?' 'તે ક્યાં છે?' એવી બુમો પાડતા મેદાનમાં ધસી આવ્યા. તેના જવાબમાં હેસને બુમ પાડીને કહ્યું કે 'ઘોડો જમણી તરફ પલાણી તમારો જીવ બચાવો. સિપાહી તમારી પર ગોળી છોડશે.'તે જ ક્ષણે પાંડેએ ગોળી છોડી.
બોગ સામે લડતા પાંડે ઉપર હેસને હુમલો સાધ્યો. પાંડેને છોડતા હેસનને પાછળથી તેની બંદૂકનો માર વાગ્યો અને તે પડી ગયો. ગોળી છૂટવાનો અવાજ આવતા બેરેકમાંથી અન્ય સિપાહીઓ બહાર આવ્યા; પણ તેઓ મૂક દર્શક જ બની રહ્યા. તે સમયે અંગ્રેજ અમલદારોને બચાવવાનો પ્રયત્ન કર્તા શેખ પલટુએ અન્ય સિપાહીઓને મદદ માટે હાકલ કરી. અન્ય સિપાહીઓ તેની પાછળથી તેના પર પથ્થર અને ચંપલ મારી રહ્યા હતા આથી તેણે પાંડેને પકડવા માટે ગાર્ડને બોલાવ્યો. પણ ગાર્ડે ઉલટી તેને ધમકી આપી કે જો તે પાંડેને નહિ છોડે તો તેઓ જ તેના ઉપર ગોળી છોડશે.
ક્વાર્ટર ગાર્ડના અમુક સિપાહીઓ બહાર આવ્યા અને તેમણે બે થાકેલા અમલદારો પર હુમલા કર્યો. તેમણે પછી પાંડેને પકડી રાખવાની નિરર્થક પ્રયત્ન કરી રહેલા પલટુને પાંડેને છોડવા કહ્યું. પણ સાર્જન્ટ અને મેજર બન્ને ઉઠ્યા ત્યાં સુધી પલટુએ પાંડેને છોડ્યો નહિ. ઘાયલ થયેલો પલટુ પાંડે વધુ પકડી રાખી ન શક્યો. તે એક દિશામા ગયો અને બોગ તથા હેસન બીજી દિશામાં ગયા.
તે સમય દરમ્યાન આ ઘટનાના સમાચાર જનરલ હીર્સીને મળ્યા. તેઓ તેમના અમલદારો સાથે ઘોડે ચડી ત્યાં પહોંચ્યા. તે સ્થળે આવી તેઓ ગાર્ડ પાસે ગયા અને મંગલ પાંડે એ પકડવાનો આદેશ આપ્યો. જે તેમની વાત નહિ માને તેમને ગોળી મારવાની જનરલે ધમકી આપી. ગાર્ડોએ નમતું આપ્યું અને જનરલ પાછળ પાછળ પાંડે તરફ ગયા. પાંડેએ આત્મહત્યા કરવા બંદુક પોતાની છાતી સરસી રાખી અને પગથી ટ્રીગર દબાવી. લોહી લલુહાણ થઈ બળતા રેજીમેંટલ જાકીટ સાથે પડી ગયા. તેમને ઈજા થઈ પણ તે જીવલેણ ન હતી.
એકાદ અઠવાડીયા પછી પાંડે સાજા થયા અને તેમની પર કામ ચલાવવામાં આવ્યું. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેમણે તે વિદ્રોહ કોઈની ઉશ્કેરણીથી  કર્યો હતો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમણે જે કયું તે પોતાની જ સ્વયંસ્ફૂરણાથી પ્રતિકિર્યા કરી હતી અને કોઈએ તેમને ઉત્તેજન આપ્યું નહતું. ગાર્ડના ત્રણ શીખોએ જુબાની આપી કે ઈશ્વરી પ્રસાદે પાંડેને અટકમાં લેવા મના કરી હતી આથી ઈશ્વરી પ્રસાદ અને મંગલ પાંડેને ફાંસીની સજા થઈ.
મંગલ પાંડેની ફાંસીની સજા ૧૮ એપ્રિલના દિવસે નક્કી કરાઈ હતી પણ તેને દસ દિવસ પહેલાંજ સજા આપવામાં આવી. જમાદાર ઈશ્વરી પ્રસાદને ૨૧ એપ્રિલના દિવસે ફાંસી અપાઈ.

ભારતીય સ્વતંત્રતા આંદોલન પોતાનો સિંહ ફાળો આપનાર મંગલ પાંડે ને તેમની જન્મજયંતી પર શત શત વંદન. 💐 😊

Photo : Google
Cortacy : Wikipidia
Link Below :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%82%E0%AA%97%E0%AA%B2_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%87

Follow Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/

Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Linkedin : linkedin.com/in/jaydipmunjapra

Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

Monday, 16 July 2018

મધુસૂદન ઠાકર

જન્મ : ૧૬ જુલાઇ, ૧૯૪૨


ઠાકર મધુસૂદન વલ્લભદાસ, જેઓ મધુ રાય તરીકે વધુ જાણીતા છે, (૧૬ જુલાઇ, ૧૯૪૨) જાણીતાં ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર છે.
જીવન
મધુસૂદન ઠાકર નો જન્મ જામખંભાળિયામાં થયો હતો. તેમનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દ્વારકામાં થયું. કલકત્તાની રેસિડન્ટ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાંથી જનરલ વિષયો સાથે બી.એ. પૂર્ણ કરીને ૧૯૬૭માં તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. નવનીતલાલ ઍન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનના કાર્ય સાથે સંલગ્ન. ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની સ્થાપના. ૧૯૭૦માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજવામાં રંગમંચ અને દિગ્દર્શનની તાલીમાર્થે અમેરિકા. ૧૯૭૨માં ભારત પરત. ૧૯૭૪માં ફરી અમેરિકા. ત્યાં સર્જનાત્મક સાહિત્યલેખન વિષયમાં એમ.એ. ૧૯૭૮માં અમેરિકામાં ‘ગુજરાતી’ નામક સાપ્તાહિકનો પ્રારંભ. હાલ તેઓ અમેરિકામાં નિવાસ કરી રહ્યા છે. આધુનિક કથાસાહિત્ય અને નાટ્યસાહિત્યમાં કપોલકલ્પિતના વિનિયોગ સાથે તેમ જ નાટ્યાત્મક પરિસ્થિતિઓ અને ઉઠાવદાર પાત્રરેખાઓ સાથે પ્રયોગશીલતાની વિવિધ સંવેદનાઓ ઊભી કરતી અને ભાષાની અપૂર્વ અનુનેયતા સિદ્ધ કરી બતાવતી આ લેખકની કૃતિઓ અત્યંત ધ્યાનપાત્ર છે.

સોનેરી સર્જન
  • નવલકથા
    • ચહેરા
    • કામિની
    • સભા
    • સાપબાજી
    • મુખસુખ
    • કલ્પતરુ
  • વાર્તાસંગ્રહ
    • બાંશી નામની એક છોકરી
    • રૂપકથા
    • કાલસર્પ
    • મોરે પિયા ગયે રંગૂન
  • નિબંધસંગ્રહ
    • નીલે ગગન કે તલે
    • મન કી બીન
    • સેપિયા
    • દિલ કી ગલી
    • કેફિયત
  • નાટક
    • કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો
    • કુમારની અગાશી
    • આપણે ક્લબમાં મળ્યા હતા
    • પાનકોર નાકે જઈ
    • યોગેશ પટેલનું વેવિશાળ
    • ડૉ. શત્રુજિત દલાલનું મન
  • નાટક રુપાંતર
    • સંતુ રંગીલી
    • શરત
    • ખેલન્દો
    • ચાન્નસ
  • એકાંકીસંગ્રહ
    • અશ્વત્થામા
    • કાન્તા કહે
  • અનુવાદ
    • The Scarlet Letter
    • Heaven Knows Mr. Allison
    • The Light In the Forest

સર્જન પરિચય
પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪) માં આધુનિક વાર્તાનાં સશકત મંડાણ જોઈ શકાય છે. રચનારીતિ અને ભાષાભિવ્યક્તિથી જુદી પડતી આ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાન્તરે છે. ‘રૂપકથા’ (૧૯૭૨)માં પારંપરિક શૈલીની વાર્તાઓ ઉપરાંત આઠેક જેટલા હાર્મોનિકાના પ્રયોગો વાર્તાનું આગવું સ્વરૂપ બતાવે છે. વર્ણાવલંબિત નાદ પર અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઉદ્દીપકનું કાર્ય કરે છે. ‘કાલસર્પ’ (૧૯૭૨)માં હરિયાજૂથની વાર્તાઓ સર્જક-આવિષ્કારનું એક સંપન્ન પાસું ઊભું કરે છે. વિનોદ અને કપોલકલ્પિતનો વિનિયોગ પરિણામગામી છે.
ચહેરા (૧૯૬૬) નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી પ્રયોગશીલ નવલકથા છે; અને નાયકના વિષાદની ત્રૂટક સ્મૃતિકથા રૂપે કહેવાયેલી છે. એમાં ઘટકો પરસ્પરથી સંલગ્ન થયા વગર કથાની એક વિશિષ્ટ સૃષ્ટિ ઊભી કરે છે અને કૃતક મહોરાં ધારણ કરીને આવતા વર્તમાનના ચહેરાનું ઉપહાસચિત્ર પ્રાણવાન ભાષામાં ઉપસાવે છે. કિમ્બલ રેવન્સવુડ (૧૯૮૧) માં અમેરિકાની ધરતી પર જ્યોતિષવિદ્યાના સહારે હળવી માવજતથી ક્પોલલ્પિતનાં તત્વો ગૂંથીને કરેલી રજૂઆત છે. ‘કલ્પતરુ’ (૧૯૮૭) એમની કૉમ્પ્યુટર નવલકથા છે. એમણે પોતાનાં જ નાટકો પરથી કરેલાં નવલકથા-રૂપાન્તરો રૂપે ત્રણ કૃતિઓ આપી છે. ‘કામિની’ (૧૯૭૦) એ ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ (૧૯૬૮)નું, ‘સભા’ (૧૯૭૨) એ ‘કુમારની અગાશી’ (૧૯૭૫) નું અને ‘સાપબાજી’ (૧૯૭૩) એ ‘આપણે કલબમાં મળ્યાં હતાં’ નું રૂપાન્તર છે. ખૂન અને રહસ્ય જેવા વિષયવસ્તુની આસપાસ ગૂંથાયેલી આ કૃતિઓમાં સંવાદો આકર્ષક છે. બોલચાલની નજીક પહોંચી જતી પાત્રોની ભાષાનું પોત જીવંત છે. ‘અશ્વત્થામા’ (૧૯૭૩) એમનો તખ્તાલાયક એકાંકીઓનો સંગ્રહ છે. એમાં એબ્સર્ડ રંગભૂમિની સભાનતા છે, છતાં નાટ્યાત્મક પરિસ્થિતિ અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થ-અધ્યાસો જન્માવવામાં નાટકકાર સફળ રહ્યા છે.
આકંઠ (૧૯૭૪) માં ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની પ્રવૃત્તિના ફાલ રૂપ ઊતરેલાં, વિવિધ લેખકોનાં પચાસેક નાટકોમાંથી અભિનવ અખતરા હોય એવાં તેવીસ નાટકોનું ચયન-સંપાદન છે. શૉના ‘પિગ્મેલિયન’નું ‘સંતુ રંગીલી’ અને ફ્રેડરિક ડુરેન માત્તના ‘ધ વિઝિટ’ નું ‘શરત’ તેમ જ સ્લુથની કૃતિનું ‘ખેલંદો’ એ એમનાં અત્યંત સફળ નીવડેલાં નાટ્યરૂપાન્તરો છે. આ ઉપરાંત યુસિસ સંસ્થા માટે એમણે ત્રણેક સાહિત્યકૃતિઓના અનુવાદ પણ કર્યા છે.
બાંશી નામની એક છોકરી (૧૯૬૪): મધુ રાયનો પહેલો વાર્તાસંગ્રહ. આધુનિક વાર્તાના મંડાણ વખતે સશક્ત રચનારીતિથી અને ભાષાની અનુનેયતાથી નોખી તરી આવતી આ બાવીસ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાંતરો છે. આ વિષાદ પાછળ યુવાવસ્થાની સ્ત્રીઝંખના અને ગરીબાઈની વાસ્તવિકતા વચ્ચેના વિરોધનો તણાવ છે. આ તણાવ વક્રતા તેમ જ વિનોદના દ્વિવિધ સ્તરે આસ્વાદ્ય બનતો વિશિષ્ટ કલા-આકૃતિ ધારણ કરે છે. પ્રયોગોની નવીનતા ને ભાષાનાં પોતીકાં સંવેદનોથી આ વાર્તાઓ તાજગીપૂર્ણ છે.
રૂપકથા (૧૯૭૨): મધુ રાયનો વાર્તાસંગ્રહ. અઠ્ઠાવીસ વાર્તાઓમાંથી પારંપરિક શૈલીની થોડીક વાર્તાઓ ઉપરાંતની અહીં આઠેક હાર્મોનિકાના પ્રયોગો દ્વારા વાર્તાસાહિત્યમાં જે આગવું સ્વરૂપ ઊભું થયું છે તે આ સંગ્રહનું મુખ્ય આકર્ષણ છે. વાર્તા એ લેખકે વાચકને લખેલો પત્ર નથી અને તેથી ખરેખર વાર્તા વાચકના મનમાં જન્મે છે, એવા નિરધાર સાથે થયેલા હાર્મોનિકાના પ્રયત્નોમાં અવ્યાખ્યેય બનતી વાર્તા અંગત સ્વતંત્ર યથાર્થ જન્માવે છે. વર્ણાવલંબિત નાદ પર વિકસતું આ વાર્તાઓનું દેખીતું અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઊદ્દીપકનું કાર્ય કરે છે. આ સર્વમાં ‘કાચ સામે કાચ’ પરિણામગામી હાર્મોનિકા છે. હાર્મોનિકાઓ સિવાયની વાર્તાઓમાં ‘ઈંટોના સાત રંગ’ વાર્તા અસંગત અને તરંગના દોર પર રચાયેલી વિશિષ્ટ નિરૂપણરીતિથી પ્રભાવક છે.
ચહેરા (૧૯૬૬): નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી મધુ રાયની પ્રયોગશીલ નવલકથા. એમાં, દ્વારિકામાં જન્મેલો બ્રાહ્મણનો પુત્ર કલકત્તા જઈ ચડે છે અને વિવિધ સંબંધોમાં ગોઠવાતો-ઊખડતો જાય છે. આમ, કાલાનુક્રમે રજૂ થતા પ્રસંગોની શ્રેણી અને વિકસિત પાત્રોને સ્થાને નાયક નિષાદની ચેતના ફરતે સંપર્કમાં આવતો પરિવેશ અને બદલાતાં પાત્રોની આ કથા છે. કથાનકના જાણીતા ઘટકને સ્થાને અહીં ઘટનાઓના છૂટાછવાયા તંતુઓની સંકુલ-સૂત્રતા છે. ચહેરાઓ પાછળનો ચહેરો અને વિવિધ હાસ્ય પાછળની કરુણા આ નવલકથાને આગવી મુદ્રા આપે છે. ભાષા નવલકથાના વાતાવરણને અનુરૂપ, ભભક વગરની છતાં અત્યંત પ્રાણવાન છે.
કલ્પતરુ (૧૯૮૭): મધુ રાયની રહસ્યગર્ભ વૈજ્ઞાનિક નવલકથા. ગણતરીની સેકંડોમાં, માણસ માગે તે સઘળું સરજી દેવાની, કલ્પવૃક્ષ સમી શક્તિ ધરાવતા કમ્પ્યુટર દ્વારા ‘તેન ત્યકતેન ભૂજિથા:’ જેવો સહઅસ્તિત્વનો મંત્ર સાકાર કરવા માગતા કથાનાયક કિરણ કામદાર એમની કલ્પતરુ નામની અદભુત અને અપૂર્વ યોજના શી રીતે પાર પાડે છે એનું રોચક નિરૂપણ કથામાં થયું છે. ૧૯૯૫ની સાલને કથાસમય તરીકે પસંદ કરીને ચાલેલા સર્જકની દીર્ઘદ્રષ્ટિ વિજ્ઞાનના વિકરાળ વિકાસ અંગેના અંદેશાને પારખી શકી છે. યુદ્ધ અને તજ્જન્ય વિભીષિકાઓ વધતાં જ રહે એ માટે સામૂહિક પ્રયત્ન કરતી મહાસત્તાઓ કિરણ કામદારને પરેશાન કરવા શી શી ચાલ ચાલે છે તેના નિરૂપણ દ્વારા કથામાં ઉમેરાયેલું રહસ્ય વાચનરસમાં સહાયક નીવડે છે. કથાપ્રસંગો વચ્ચે વિક્ષેપ સરજી, સૂત્રધારની રૂએ, હવે પછીનાં પ્રકરણોમાં શી સામગ્રી આલેખાશે એવી ઘોષણા કથાનિરૂપણની તરેહ તરીકે નોંધપાત્ર છે.
કામિની (૧૯૭૦): પોતાના ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો ?’ નાટકનું મધુ રાયે કરેલું નવલકથારૂપાન્તર. ચાર વિભાગ અને સાત પ્રકરણમાં વહેંચાયેલી આ કૃતિ એની રજૂઆતની વિલક્ષણતા અને સંકુલતાને કારણે નોંધપાત્ર છે. વાર્તાના કેન્દ્રમાં શેખર ખોસલાની એક કલ્પિત કથા છે; અને એનું ખૂન વાર્તાની પરાકાષ્ઠા છે. નાટક અને જીવન, પાત્રો અને માણસો, વાસ્તવ અને કલ્પના, ચિત્તના વ્યવહાર અને શરીરના બાહ્ય વ્યવહાર-આ બધાંને ગૂંચવી નાખતી આ રહસ્યકથા લેખકની અત્યંત પોતીકી રચનારીતિથી આકર્ષક છે. ભાષાની પ્રસંગોચિત તેમ જ પાત્રોચિત લવચીકતા અને પરંપરાગત મૂલ્યોની નવી અર્થસમજ નવલકથાને આસ્વાદ્ય બનાવે છે.
કુમારની અગાશી (૧૯૭૫): મધુ રાયની મૌલિક ત્રિઅંકી નાટ્યકૃતિ. એનું વસ્તુ અવૈધ જાતીય સંબંધને આલેખતું અરૂઢ છે. હર્ષદ-નિશાના સાતેક વર્ષના ઔપચારિક દાંપત્યમાં પતિની બેવફાઈનું વેર લેવા નિશા દિયર કુમાર સાથે સંકળાય છે, પરંતુ ભાભીની ચંચલવૃત્તિ જોઈ ચલિત થયેલો કુમાર અગાશીની પાળ પરથી પડતું મૂકે છે. આ કથાને, પાર્ટીના વાતાવરણ વચ્ચે અને કુમારની ફરી સદેહે થતી ઉપસ્થિતિ વચ્ચે રહસ્ય-કથાનકની કક્ષાએ પહોંચાડી છે. કુમારનું મૃત્યુ એ અન્ય લોકો માટે જીવવાનું બહાનું બને છે, એવો મર્મ ઉપસાવી શમતું આ નાટક, એનાં ધારદાર સંવાદો ને જીવંતતાને કારણે તેમ જ મંચનપ્રયોગની આકર્ષકતાને કારણે નોંધપાત્ર છે.
અશ્વત્થામા (૧૯૭૩): મધુ રાયનો ભજવી શકાય તેવાં એકાંકીઓનો સંગ્રહ. એમાં ‘ઝેરવું’, ‘કાગડી ? કાગડાં ? માણસો ?’, ‘અશ્વત્થામા’, ‘ઝૂમરી તલૈયા’ અને ‘તું એવું માને છે’ એમ કુલ પાંચ નાટ્ય- કૃતિઓ છે. આ સર્વ, ઇયનેસ્કો અને બૅકિટના નાટ્યલેખનના પ્રભાવ હેઠળ જન્મેલી આધુનિક ‘ઍબ્સર્ડ’ રંગભૂમિની સભાનતાથી લખાયેલી છે. નાટ્યકારની પરિસ્થિતિ-નિર્માણકલા અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થસ્તરો સર્જવાની ગદ્યશક્તિ લેખકને સફળ નાટકકાર તરીકે સાબિત કરે છે. ‘ઝેરવું’ પ્રયોગશીલ અને પ્રચલિત એકાંકી છે.

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર શ્રી મધુસૂદન ઠાકર ને જન્મદિવસ ની #દિન_વિશેષ ની ખૂબ ખૂબ શુભકામનાઓ. 😊

Photo : Google
Cortacy : Wikipidia
Link Below :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%A7%E0%AB%81%E0%AA%B8%E0%AB%82%E0%AA%A6%E0%AA%A8_%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0

Follow Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/

Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Linkedin : linkedin.com/in/jaydipmunjapra

Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...