(જન્મ : ૨૩ જુલાઇ ૧૮૫૬ – અવસાન : ૧ ઓગસ્ટ ૧૯૨૦)
સામાજિક યોગદાન
Photo : Google
Cortacy : Wikipidia
Link Below :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B3%E0%AA%95
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Linkedin : https://in.linkedin.com/in/jaydipmunjapra
લોકમાન્ય ટિળક નું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા. અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક" એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકોએ તેમને સન્માનથી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું. ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીને જ જંપીશ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.
પ્રારંભિક જીવન
ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાઅસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં.
તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી. સંન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતના તો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટેની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુની સેવા કરવામાં આવે.
સ્નાતક કર્યા બાદ ટિળકે પુણેની એક ખાનગી શાળામાં ગણિત શીખવવાની શરુઆત કરી. ત્યાં નવી શાળાના અમુક શિક્ષકો સાથે આધ્યાત્મીક મતભેદો થવાથી તેમણે આ વ્યવસાય છોડવાનો નિર્ણય કર્યો. તે સમયગાળામાં તેઓ પત્રકાર બન્યાં. તેઓ પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિના પ્રખર વિરોધી હતા કેમકે તે ભારતીય છાત્રોને સ્વાર્થી બનાવતી હતી અને ભારતીય પરંપરાનું અપમાન કરતી હતી. તેમણે પોતાના કોલેજ મિત્રો જેવાકે ગોપાલ ગણેશ અગરકર, માધવ બલ્લાલ નામજોશી અને વિષ્ણુ કૃષ્ણ ચિપલુણકર સાથે મળી ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી જેનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢી માટે શિક્ષણની ગુણવત્તા વધારવાનો હતો. ડેક્કન એજ્યુકેશન સોસાયટીનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢીમાં ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચારસરણીનો વિકાસ કરવાનો હતો. તેમણે આગળ જતાં સાંસ્કૃતિક અને ધાર્મિક સુધારાના ઓછાયા હેઠળ સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી. તેઓ ફરગ્યુસન કોલેજમાં ગણિત શીખવાડતા હતાં.
રાજનૈતિક કારકિર્દી
પત્રકારત્વ
ટિળકે તેમના મિત્રો ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળી ઈ.સ. ૧૮૮૧માં બે વર્તમાનપત્રો ચાલુ કર્યાં :
- "કેસરી" (સંસ્કૃત અર્થ સિંહ) મરાઠીમાં
- "ધ મરાઠા" અંગ્રેજીમાં
માત્ર બે વર્ષમાં કેસરીનો વાચક વર્ગ ભારતના કોઈ પણ વર્તમાનપત્ર કરતાં વધુ થઈ ગયો. આ છાપાનો તંત્રીલેખ મોટે ભાગે બ્રિટિશ રાજમાં લોકોને ભોગવવી પડતી હાલાકી પર હતો. આ છાપાએ લોકોને પોતાના હક્ક માટે લડી લેવાની વાત કહી.
ટિળક તેમના સહકર્મચારીને હમેંશા કહેતાં - તમે વિદ્યાપીઠના વિદ્યાર્થી માટે નથી લખતાં. કલપના કરો કે તમે એક ગામડાંના માણસ સાથે વાત કરો છો અને લખો. તમારા તથ્યો એકદમ પાકા રાખો. તમારા શબ્દો દિવસના પ્રકાશ સમાન સ્પષ્ટ રાખો.
ટિળકે સરકારની વિચાર સ્વાતંત્ર્યય પરની જોહુકમીનો પ્રખર વિરોધ કર્યો ખાસ કરીને બંગાળના ભાગલા, ભારતીય સંસ્કૃતિ, લોકજીવન, વગેરેની અવહેલના સંદર્ભે તેઓ સરકારની સખત ઝાટકણી કાઢતાં. તેમણે બ્રિટીશરો ભારતને સ્વરાજ્ય તાત્કાલ આપે તેવી માંગણી કરી.
ભારતીય રાષ્ટ્રીય મહાસભા
ઇ.સ. ૧૮૮૦માં ટિળક ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)માં જોડાયા. તેમણે કોંગ્રેસના નરમ વલણની ટીકા કરી, ખાસ કરીને સ્વરાજ્યની માંગણી તરફના નરમી વલણની. ૧૮૯૧માં ટિળકે સહેમતીની આયુના કાયદાનો વિરોધ કર્યો જેમાં સ્ત્રીઓની વિવાહની નિમ્ન આયુને ૧૦ થી વધારીએને ૧૨ વર્ષ કરવામાં આવી હતી. મહાસભાએ આ કાયદાનું સ્વાગત કર્યું પણ, ટિળકે આને હિંદુ સંસ્કૃતિના નિજી મામલામાં હસ્તક્ષેપ ગણાવી. જોકે તેઓ જાતે બાલ વિવાહના વિરોધી હતાં અને તેમણે પોતાની બાલિકાને પણ ૧૬ વર્ષે પરણાવી હતી.
ઈ.સ. ૧૮૯૬માં પ્લેગનો રોગચાળો મુંબઈથી પુણે સુધી ફેલાયો, જન્યુઆરી ૧૮૯૭ સુધી તો તે એક મહામારી બની ગયો. પ્લેગના રોગકાળાને ડામવા આક્રમક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. તે અનુસાર ૮ માર્ચ ૧૮૯૭ના એક પ્લેગ કમીટી નીમવામાં આવી જેનું કાર્ય ક્ષેત્ર પુણે શહેર તેના ઉપનગરો અને પુણે કેંટોન્મેટ સુધી વિસ્તરેલું હતું. આના પ્રમુખ ડબલ્યુ. સી. રૅંડ નામના આઇ. સી. એસ. અધિકારી હતાં જેઓ તે સમયે પુણેના આસિસ્ટંટ કલેક્ટર હતાં. ૧૨ માર્ચ ૧૮૯૭ના દિવસે મેજર પૅગેટના નેતૃત્વ હેઠળની ડુર્હમ લાઇટ ઇંફેંટ્રીના અંગ્રેજ અને સ્થાનીય એવા ૮૯૩ અધિકારી અને અન્ય કર્મકારીને પ્લેગ ડ્યુટી પર મોકલવામાં આવ્યાં. મે મહીના અંત સુધી આ મહામારી કાબુમાં આવી આવે અને હળવે હળવે સૈન્ય કાર્યવાહી બંધ કરાઇ.
પ્લેગ સંબંધી વહીવટના અહેવાલમાં રૅંડએ લખ્યું હતું, "આ પ્લેગ કમીટીના સભ્યો માટે અત્યંત સંતોષની વાત છે કે સ્ત્રીઓના સ્ન્માનની અવહેલના થઇ એવી કોઇ ફરિયાદ તેમને કે તેમના અફસરોને ન મળી". તેઓ એમ પણ લખે છે કે કાર્ય કરો ઉપર ચાંપતી નજર રખાઈ હતી અને લોકોની પરંપરા અને રીતી રિવાજોની અવહેલના ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું હતું. Indian sources however report that Rand used tyrannical methods and harassed the people. ભારતીય સ્ત્રોત દ્વારા મળતી માહિતી અનુસાર સૈન્ય અધિકારીની નિમણૂક કરવાથી પ્લેગ નાથવાના કાર્યક્રમમાં એક તીવ્રતા આવી અને ઘર તલાશમાં અતિરેક પણ થયો આને લીધે લોકોમાં અસંતોષ ફેલાયો. લોકો ભડકી ગયાં અને આને રાસ્તાપેઠ ક્ષેત્રમાં લોકોએ સૈનિકોને માર પણ માર્યો. " અજાણતા કે જાણેકરી ઠેકડી ઉડાવતા, તેઓ ચાળા પાડતા, વાનરવેડા કરતા, મૂર્ખાઇ ભર્યું વર્તન કરતાં, છેડખાની કરતાં, અડતા, તેમને મુંડતા, કોઇપણ સ્થળે વિના કારણે ઘુસી જતાં, મૂલ્યવાન વસ્તુઓ ખિસ્સે કરી લેતાં, ઇત્યાદિ." ટિળકએ તેમના છાપા કેસરીમાં સૈનિકોની આ ત્રાસદીની વિરુદ્ધ તેજાબી લેખ લખી લોકોની લાચારીને વાચા આપી, ભાગવદ ગીતાનો સંદર્ભ આપી તેમણે લખ્યું, જો કોઇ દમન કરનારને કોઇ પણ ફળની આશા વિના હત્યા કરે તે કોઇ પણ આરોપનો ભાગી નથી. આ બાદ, ૨૨મી જૂન ના દિવસે દિવસે રેન્ડ અને અન્ય બ્રિટિશ અધિકારી લેફ્ટેનેંટ યેર્સ્ટની ચાફેકર બંધૂઓ અને તેમના સહયોગીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. ટિળકને હત્યાની ઉશેરણીના ગુનામાં ૧૮ મહિનાના કારાવાસની સજા થઈ. જ્યારે તે કેદમાંથી છૂટ્યાં ત્યારે તેઓ એક દેશ ભક્ત અને કોકનાયક તરીકે પ્રસિદ્ધ થયાં. તેમણે નવું સૂત્ર અપનાવ્યું, "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીશ જ."
રાષ્ટ્રવાદી ચળવને નબળી પાડવા લોર્ડ કર્ઝને ૧૯૦૫માં બંગાળના ભાગલા કર્યાં, તેના પ્રતિરોધ રૂપે ટિળકે બહિષ્કારની નિતી અપનાવી, અને સ્વદેશી ચળવળનો જન્મ થયો.
રાષ્ટ્રીય મહાસભામાં ગોપાલ કૃષ્ણ ગોખલેના નરમ વલણનો તેમણે વિરોધ કર્યો, અને આમાં તેમને બંગાળના બિપીનચંદ્ર પાલ અને પંજાબનાલાલા લાજપતરાયનો સાથ મળ્યો. તેઓ લાલ-બાલ-પાલની ત્રિપુટી તરીકે ઓળખાયા. ઇ.સ. ૧૯૦૭માં મહાસભા (કોંગ્રેસ)નું રાષ્ટ્રીય અધિવેશન સૂરત-ગુજરાતમાં ભરાયું. મહાસભાના નવા પ્રમુખ કોણ બને તે મુદ્દે નરમ વલણ અને તીવ્ર વલણ ધરાવતાં જૂથો વચ્ચે મતભેદ ઊભા થયાં. મહાસભા બે ભાગમાં વહેંચાઈ ગઈ. ટિળક, પાલ અને લાજપતરાયની આગેવાની હેઠળના "જહાલ મતવાદી" ("ગરમ પક્ષ," કે અંતિમવાદી) અને "મવાળ મતવાદી"("નરમ પક્ષ," કે મધ્યમ વાદી).
ધરપકડ
૩૦ એપ્રિલ ૧૯૩૦ના દિવસે કલકત્તાના ચીફ પ્રેસીડેંસી મેજીસ્ટ્રેટ ડગ્લસ કિંગ્સફર્ડની હત્યા કરવા માટે બે બંગાળી યુવક પ્રફુલ્લ ચંદ્ર ચાકી અને ખુદ્દીરામ બોઝ એ મુઝફ્ફરપુરમાં એક ગાડી પર બોમ્બ ફેંક્યો. આમ કરતાં ભૂલ થઇ અને એક પ્રવાસી મહિલા મૃત્યુ પામી. પકડાઇ જતાં ચાકી એ આત્મઘાત કર્યો અને બોઝને ફાંસીની સજા અપાઇ.
ટિળકે તેમના છાપાંમાં ક્રાંતીકારીઓનો બચાવ કર્યો અને તત્કાલિક સ્વરાજ્યની માંગણી કરી. સરકારે તેમની ધરપકડ કરી. તેમણે યુવક મોહંમદ અલી જીન્હાને તેમનો પક્ષ લડવાની વિનંતી કરી. પણ બ્રિટિશ જજે તેમને ગુનેગાર ઠરાવ્યા અને તેમને ૧૯૦૮થી ૧૯૧૪ સુધી બર્માની માંડલેની જેલમાં કેદ ની સજા આપી.
કેદમાં હતાં ત્યારે ઓપણ તેમણે પોતાનું વાંચન અને લેખન ચાલુ રાખ્યું અને ભારતીય રાષ્ટ્રીય આંદોલનના ભવિષ્યની યોજનાઓ કરતાં રહ્યાં.
સરદાર ગૃહ લોજ, મુંબઇ માં હતાં ત્યારે ટિળક અહીં રહેતા હતા.
૧૯૦૮માં તેમના પર ચલાવેલા મુકદમા વિષે ઘણું લખાયું છે, તે એઅક ઐતિહાસિક મુકદમો બની ગયો છે. નિર્ણાયકોએ આપેલા અંતિમ ચુકાદા પરની તેમની ટિપ્પણે આ પ્રમાણે હતી: " નિર્ણાયકોના ન્યાય ચતાં પણ હું માનુ છું હું નિર્દોષ છું. માણસના કે દેશના ભાગ્ય કરતાં પણ મોટી શક્તિ વિહરમાન છે અને આ તેની જ ઇચ્છા હોય કે હું જે ધ્યેય માટે લડું છે તેને મારી મુક્તિ કરતાં મારી કેદ વધુ વેગ આપે.". મુંબઇ ઉચ્ચ ન્યાયાલયના રૂમ નં ૪૬ માં આ શબ્દો આજે પણ કોતરેલા જોઇ શકાય છે.
કેદ પછીનું જીવન
જૂન ૧૯૧૪માં તેમની મુક્તિ પછી ટિળક નરમ પડ્યાં. જ્યારે પ્રથમ વિશ્વવિગ્રહ ફાટી નીકળ્યું ત્યારે તેઓએ બ્રિટેનના રાજાને પોતાનો ટેકાનો સંદેશ પાઠવ્યો અને તેમના લેખન દ્વારા થોડાં વધુ લોકોને સૈન્યમાં જોડાવવા પ્રયત્ન કર્યો. બ્રિટિશ સંસદ દ્વારા પારિત ઈંડિયન કાઉંસીલ્સ એક્ટ, જેને મિંટો-મોર્લીના સુધારા તરીકે ઓળખાય છેમ તેનું તેમણે સ્વાગત કર્યું. તે સંદર્ભે તેમણે લખ્યું કે ‘રાજ કરનાર અને રૈયત વચ્ચે વધેલા આત્મ વિશ્વાસની આ નિશાની છે’. તેઓ માનતા હતા કે હિંસાવાદ રાજનૈતિક ફેરફાર અને સુધારાની ગતિને તીવ્ર બનાવવાને બદલે ધીમો પાડતી હતી. તેઓ મહાસભા સાથે મન મેળાત કરવા આતુર હતાં અને તેમણે પોતાની સીધાં પગલાની નીતિને છોડીને ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રેરિત ‘બંધારણની હદમાં રહીને જ’ - વિરોધ દર્શાવવાની નીતિને અપનાવી હતી.
અખિલ ભારત હોમ રુલ લીગ
બાદમાં તેઓ પોતાના અન્ય રાષ્ટ્રવાદી મિત્રો સાથે જોડાયાં અને ૧૯૧૬માં મહાસભામાં (કોંગ્રેસ) ફરીથી જોડાયાં. તેમણે ૧૯૧૬-૧૮માં જોસેફ બાપ્ટીસ્ટા, એની બેસંટ, જી. એસ. ખાપર્ડે અને મોહમ્મદ અલી જીણા સાથે મળી ઓલ ઈંડિયા હોમ રુલ લીગની સ્થાપનામાં મદદ કરી. મહાસભાના જહાલ અને મવાળ તત્વોની વચ્ચે સુમેળ કરાવી આપવાના વર્ષોના પ્રયત્નો પછે હવે તેમણે હોમ રુલ પ્ર ધ્યાન કેંદ્રીત કર્યું, જેનો ઉદ્દેશ્ય સ્વરાજ્ય હતો. ટિળકે ગામડે ગામડે ફરીને ખેડૂત આદિ સ્થાનીય લોકોમાં સ્વરાજ્ય મેળવવાની ચળવળને ટેકો મેળવવા પ્રયત્નો કર્યાં ટિળક રશિયન ક્રાંતિ (૧૯૧૭)થી અત્યંત પ્રભાવિત હતાં, અને લેનિન ની તેમણે ઘણી પ્રસંશા.
ટિળકે પોતાની રાજનૈતિક કારકીર્દી એક મરાઠી પ્રણેતા નેતા તરીકે ચાલુ કરી, પણ તેમના જીવનના પાછલા ભાગમાં ખાસ કરીને બંગાળના ભાગલા બાદ તેમના મહાસભાના અન્ય નેતાઓ સાથે ના સંપર્કમાં આવ્યાં બાદ તેઓ એક રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરાઇ આવ્યાં. જ્યારે કલકત્તામાં તેમને પૂછવામાં આવ્યું કે તેઓ સ્વતંત્ર ભારતમાં મરાઠી પ્રભુત્વ ધરાવતું શાસન જુઓ છો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ૧૭મી અને અઢારમી સદેમાં શાશકોમાં મરાઠી પ્રભુત્વ હતું તે ૨૦મી સદીમાં કાળગ્રસ્ત થઇ ગયું છે. સ્વતંત્ર ભારતમાં તેઓ એવું સમવાય તંત્ર જુએ છે કે જેમાં દરેક ધર્મ જાતિ સરખે સરખા ભાગીદાર હોય. જો આવી ગોઠવણી હશે તે જ ભારતની સ્વતંત્રતા ટકાવી રાખશે. દેવનાગરી લીપીમાં લખાયેલ હિંદી ને ભારતની રાષ્ટ્રભાષા તરીકે અપનાવી જોઈએ એમ કહેનારા તેઓ પ્રથમ કોંગ્રેસ નેતા હતાં.
સામાજિક યોગદાન
ઈ.સ. ૧૮૯૪માં ઘરે ઘરે થતી ગણેશ પુજાને ટિળકે સાર્વજનીક ગણેશોત્સવમાં ફેરવ્યો અને શિવ જયંતિને પણ તેમણે એક સામાજિક તહેવાર તરીકે ઉજવ્યો. સરઘસ આ તહેવારોનો એક પ્રમુખ અંગ હતો. ગોપાલ ગણેશ આગરકર ટિળક દ્વારા શરૂ કરાયેલ છાપા "કેસરી"ના ૧૯૮૦-૮૧ પ્રથમ તંત્રી હતાં. ટિળક સાથે રાજનૈતિક સુધારા અને સામાજિક સુધારા સંબંધે મતભેદ થતાં ગોપાલ ગણેશ આગરકરે કેસરી વર્તમાન પત્ર છોડ્યું અને "સુધારક" નામે પોતાનું સામાયિક શરૂ કર્યું.
એમના લખેલા પુસ્તકો
૧૯૦૩માં તેમણે પુસ્તક લખ્યું ધ આર્કટીક હોમ ઇન વેદાસ (વેદોનું આર્કટીક મૂળ). તેમાં તેમણે દલીલ કરી કે વેદો નું ઉદગમ આર્કટીક જ હોવું જોઇએ, અને આર્ય કવિઓ (ચારણો) દ્વારા હિમ યુગ પશ્ચાત તેને દક્ષિણ તરફ લાવવામાં આવ્યાં. તેમણે વેદોની રચનાના સમય શોધવાની નવો મૂળ માર્ગ બતાવ્યો. તે સમય સુધી, વેદોનો પુરાતન કાળ તેમાં વપરાયેલી ભાષાને આધારે બતાવાતો હતો. તેમણે વેદોનો કાળ વિભિન્ન નક્ષત્રોની સ્થાન ને આધારે શોધવાનો પ્રયત્ન કર્યો. જુદા જુદા વેદોમાં નક્ષત્રોની સ્થિતિઓ વર્ણવેલી છે. નક્ષત્રોની હલચલનની ગતિ અને તેમના સ્થાન વર્તમાન અને તે સમયના સ્થાન ને આધારે આપણે વેદોનો કાળ જાણી શકીએ તેમ તેમણે જણાવ્યું. તેમણે એવું તારણ કાઢ્યું કે વેદો ઈ.પૂ. ૪૫૦૦ ની આસ પાસ લખાયા હોવા જોઇએ, કેમકે વિદિક સૂત્રો અનુસાર તે સમયે વસંતનો વિષુવદિન (દિવસ અને રાત સરખા સમયના) મૃગ (કે ઓરિઓન) નક્ષત્રમાં હતો, અને ત્યાર બાદ તે કૃતિકા નક્ષત્રમાં વિલિન થયો હતો (લગભગ ઇ.પૂ. ૨૫૦૦) બ્રાહ્મણોના કાળમાં. આ તેમના તારણનો મૂળભૂતઆધાર હતો. અમુક વિદ્વાનોએ આ અનુમાનની આલોચના કરી, જ્યારે અમુકે તેમના વખાણ કર્યાં પણ મોટે ભાગે એક અનુત્તર પ્રશ્નનો ઉત્તર શોધવાનો આ નવતર પ્રયોગને સૌએ આવકાર્યો.
ટિળકે એક અન્ય્સ પુસ્તક પણ લખ્યું' શ્રીમદ ભાગવદ ગીતા રહસ્ય' - the analysis of in the ભાગવદગીતામાંના 'કર્મયોગ' પર વિવેચન , જે વેદો અને ઉપનિષદોનો સાર છે.
તેમના લેખનના અન્ય સંગ્રહો છે:
- જીવન, નીતિ અને ધર્મની હિંદુ તત્વજ્ઞાન (મુદ્રણ-૧૮૮૭).
- વેદિક કાળાનુક્રમ અને વેદાંગ જ્યોતિષ.
- લોકમાન્ય ટિળકના પત્રો, એમ. ડી. વિદ્વંસ. દ્વારા સંકલિત.
- લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના ચૂંટેલા દસ્તાવેજો, ૧૮૮૦-૧૯૨૦, રવિંદ્ર કુમાર દ્વારા સંકલિત.
- જેધે શકાવલી(સંપાદક)
ભારતીય સ્વતંત્રતા આંદોલન પોતાનો સિંહ ફાળો આપનાર લોકમાન્ય ટિળકના ને તેમની જન્મજયંતી પર શત શત વંદન.
Photo : Google
Cortacy : Wikipidia
Link Below :
https://gu.wikipedia.org/wiki/%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B3%E0%AA%95
Follow Us Keep Supporting, Keep Sharing.
Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59groupAdmin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Linkedin : https://in.linkedin.com/in/jaydipmunjapra
No comments:
Post a Comment