Tuesday, 27 March 2018

વિશ્વ રંગમંચ દિવસ (world theatre day)

શરૂઆત ઇ.સ. ૧૯૬૧ થી.. .


વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચ ના રોજ કરવા માં આવે છે. ૨૭ માર્ચને વિશ્વ રંગમંચ દિવસના રૂપે ઉજવવાની શરૂઆત ૧૯૬૧માં અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન (International Theater Institute) દ્વારા કરવામાં આવી હતી.

પ્રારંભ

વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી નો પ્રારંભ વર્ષ ૧૯૬૧ માં અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન (International Theater Institute) દ્વારા કરવામાં આવ્યો હતો.વિશ્વ ના અનેક નાટ્ય પ્રેમિયો અને કલાકારો દ્વારા વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચ ના રોજ કરવા માં આવે છે. આ અવસર પર વિશ્વ ના અનેક સ્થાનોં પર નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા આ દિવસ ની ઉજવણી કરવા માં આવે છે. આ દિવસે વિશ્વને અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંદેશઆપવાની પણ પરંપરા છે જેના માટે દર વર્ષે વિશ્વ ના ટોચ ના રંગકર્મિયો માં થી કોઈ એક ની પસંદગી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૨માં આ સંદેશ ભારત ના વિખ્યાત રંગકર્મી ગીરીશ કર્નાડ આપી ચુક્યા છે.
વિશ્વ રંગમંચ દિવસ ભારતમાં..
ભારતમાં પ્રાચીનકાળથી જ નાટ્ય પરંપરા રહી છે. ભારતના વિવિધ ભાષા પ્રેમીઓ પોતાની માતૃભાષામાં નાટ્ય પ્રસ્તુતિયો કરતા આવ્યા છે. હિન્દી ઉપરાંત ભારતમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, ઉડિયા, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી જેવી અનેક ભાષાના નાટકોનું એક ગૌરવશાળી ઈતિહાસ રહ્યું છે.
વિશ્વ રંગમંચ દિવસ પર ૨૦૧૭ માં ઈંદોર ખાતે એક વિશેષ આયોજન કરવા માં આવ્યું હતું. આ આયોજનમાં હિન્દી, મરાઠી, ગુજરાતી અને બંગાળી ભાષાની નાટ્ય પ્રસ્તુતિ ઉપરાંત આ ભાષાઓ ની નાટ્ય સંસ્કૃતિ પર ચર્ચા પણ યોજવામાં આવી હતી.
કર્ણાટકના કોલારમાં પણ વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી થયી હતી જેમાં સામાજિક દૂષણોને ઉજાગર કરતી નાટ્ય પ્રસ્તુતિયો થયી હતી.
Image : Google
Courtesy : wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5_%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%AE%E0%AA%82%E0%AA%9A_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8
Follow Us Keep Supporting, Keep Sharing. 
Facebook Page : facebook.com/din.vishesh59/
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

Sunday, 25 March 2018

રામનવમી


ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામેતેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્‍તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્‍યતિત કર્યુ.
રામ નવમી વસંત ઋતુમાં આવતો હિન્દૂ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે. ભારતના ઘણાં રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે.
આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતીહાસ​ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે.
આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે.[૧][૫][૬]અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.
સંવત ૧૮૩૭માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેનાછપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામીનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

Image : Google
Courtesy : wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AE%E0%AB%80

Follow Us Keep Supporting, Keep Sharing. 
Facebook Page : facebook.com/din.vishesh59/
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

Thursday, 22 March 2018

વિશ્વ જળ દિવસ

(શરુઆત : 22 મર્ચ, 1993)




સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિવસ  દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળપૂરને કારણે લીલો દુકાળપાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.
ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યના કચ્છકાઠિયાવાડઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળસમસ્યા (અછત) વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ ભારત દેશમાં ઘણી મોટી છે.

ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ,૨૨ માર્ચના દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે.
 દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળપૂરને કારણે લીલો દુકાળપાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.
ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યના કચ્છકાઠિયાવાડઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળસમસ્યા (અછત) વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ ભારત દેશમાં ઘણી મોટી છે.
ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ,૨૨ માર્ચના દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે.

Image : Google
Courtesy : wikipedia
Link :  https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5_%E0%AA%9C%E0%AA%B3_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%A8
Follow Us Keep Supporting, Keep Sharing.
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર (સુન્દરમ્)

(૨૨ માર્ચ ૧૯૦૮ - ૧૩ જાન્યુઆરી ૧૯૯૧)
સુન્દરમ્
ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર, જેઓ તેમના ઉપનામ સુન્દરમ્ થી વધુ જાણીતા હતા, તેઓ ગુજરાતી ભાષાના કવિ અને લેખક હતા.

જીવન

તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮ના રોજ ભરુચ જિલ્લાના ગુજરાતના મિયાં માતરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ માતર ગામમાં પૂરુ કર્યું અને અંગ્રેજી માધ્યમમાં પાંચ ગ્રેડ સુધીનું શિક્ષણ આમોદ ખાતે પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ભરુચમાં આવેલી છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ શાળામાં અભ્યાસ કર્યો. ૧૯૨૯માં તેમણે ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી ભાષાવિષારદ તરીકે સ્નાતકની પદવી મેળવી અને સોનગઢમાં આવેલા ગુરુકુળમાં અધ્યાપન કાર્ય શરુ કર્યું. તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને થોડો સમય જેલમાં રહ્યા હતા. તેઓ અમદાવાદમાં સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ સાથે ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી સંકળાયેલા હતા. ૧૯૪૫માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા અને પોંડિચેરી ખાતે સ્થાયી થયા. ૧૯૭૦માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમનું અવસાન ૧૩ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ થયું હતું.

સર્જન

તેમણે કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી પરંતુ તેઓ સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ સફળ થયા હતા. તેમની કવિતા અને ગદ્ય બંને કલ્પનાશક્તિ, ઊંડાણ અને તેજસ્વીતાનો પરિચય આપતા હતા. તેમનું સર્જન આધ્યાત્મિક તેમજ સામાજીક તત્વો ધરાવતું હતું. તેમણે વિવિધ ફિલસૂફીના તબક્કાઓમાં સર્જન કર્યું હતું જેમાં, આધુનિકતાવાદ, સામાજીકતા, ગાંધી ફિલસૂફી અને અરવિંદની સ્વંયઅહેસાસની ફિલસૂફીનો સમાવેશ થાય છે.

કવિતા

તેમણે ૧૯૨૬માં ઉપનામો મરિચી અને એકાંશ દે હેઠળ કવિતા લખવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે વિશ્વકર્મા ઉપનામ અપનાવ્યું. તેમણે તેમની કવિતા બાર્ડોલિન ૧૯૨૮માં સુંદરમ્ ઉપનામ હેઠળ લખી અને પછી તે જીવનભર અપનાવ્યું.
કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો (૧૯૩૩) તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો, ત્યારબાદ કાવ્યમંગલા (૧૯૩૩) પ્રગટ થયો. તેમણે અન્ય સંગ્રહ વસુધા (૧૯૩૯) અને બાળ કાવ્ય સંગ્રહ રંગ રંગ વાદળિયાં (૧૯૩૯) પ્રકાશિત કર્યો. યાત્રા (૧૯૫૧) સંગ્રહ અરવિંદની ફિલસૂફીથી પ્રભાવિત હતો.

ટૂંકી વાર્તાઓ

ત્રિશુળ ઉપનામ હેઠળ તેમણે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. હીરાકણી અને બીજી વાતો (૧૯૩૮), પિયાસી (૧૯૪૦), ઉન્નયન (૧૯૪૫,ખોલકી અને નાગરિકા હેઠળ વધુ વાર્તાઓ સાથે પુન:પ્રકાશિત), તરિણી (૧૯૭૮), પાવકના પંથે (૧૯૭૮) તેમના વાર્તા સંગ્રહો છે.

વિવેચન

અર્વાચીન કવિતા (૧૯૪૬) તેમનો ૧૮૪૫ થી ૧૯૩૦ સુધીની ગુજરાતી કવિતાનું વિવેચન છે. અવલોકન તેમના વિવેચનનું અન્ય પુસ્તક છે જ્યારે સાહિત્ય ચિંતન (૧૯૭૮) સાહિત્યના વિવેચનના સિદ્ધાંતોના લેખોનો સંગ્રહ છે.

અન્ય

વાસંતી પૂર્ણિમા (૧૯૭૭) એકાંકી નાટકોનો સંગ્રહ છે. દક્ષિણાયન (૧૯૪૨) તેમના દક્ષિણ ભારતના પ્રવાસોનું વર્ણન છે. ચિંદંબરા તેમની યાદોનો નિબંધ સંગ્રહ છે જ્યારે સમરચના તેમના જીવન વિષેના લેખોનો સંગ્રહ છે. તેમણે સા વિદ્યા (૧૯૭૮) નિબંધ સંગ્રહ પણ લખ્યો છે. શ્રી અરવિંદ મહાયોગી (૧૯૫૦) શ્રી અરવિંદનું ટૂંકુ જીવનવૃત્તાંત છે. તેમણે અનેક સંસ્કૃત, હિંદી અને અંગ્રેજી સાહિત્ય સર્જનોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમાં ભગવદજ્જુકીયમ્ (૧૯૪૦), મૃચ્છકટિકા (૧૯૪૪), કાયા પલટ (૧૯૬૧), જનતા અને જન (૧૯૬૫), ઐસી હૈ જિંદગી અને અરવિંદના ધ મધર ના કેટલાક કેટલાંક લખાણોનો સમાવેશ થાય છે.
તેમણે શ્રી અરવિંદ આશ્રમમાંથી પ્રગટ થતા સામયિકો દક્ષિણા (ત્રિમાસિક) અને બાલદક્ષિણાનું સંપાદન કર્યું હતું.

પુરસ્કારો

૧૯૩૪માં તેમને કાવ્યમંગલા માટે રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૧૯૫૫માં તેમના કવિતા સંગ્રહ યાત્રા માટે તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૪૬માં વિવેચન માટે મહિડા પુરસ્કાર મળ્યો હતો. ૧૯૬૮માં તેમના વિવેચન પરના સર્જન અવલોકન માટે તેમને ગુજરાતીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૮૫માં તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

Image : Google
Courtesy : wikipedia
Link :https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8D
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

Tuesday, 20 March 2018

વિશ્વ ચકલી દિન (World Sparrow Day)


ચિત્રકાર : આરતી એમ. પાઠક,  (વનરંગ - 2015, ભાવનગર)

20 માર્ચ 2010 નો દિવસ કાંઈક ખાસ દિવસ હતો. આ દિવસ વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત વિશ્વ ચકલી દિન (World Sparrow Day) તરીકે ઉજવવામાં આવી. ત્યાર્થી શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં ૨૦૧૦ ની સાલથી “ચકલી બચાવ અભિયાન” શરૂ થયું છે. દર વર્ષે ૨૦ માર્ચે “World Sparrow Day” વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વ ના અંગ છે. તે અંગે જન-જાગૃતિ સ્વરૂપે ઉજવાય છે. 

                 આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે-‘ચીં…ચીં..’. ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમેને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થઈ જશે !
માનવામાં નથી આવતું? જરા વિચારો, આજથી 5-6 વર્ષ પહેલાં આપણા ઘરની આસપાસ જેટલી ચકલીઓ જોવાં મળતી તેટલી ચકલીઓ આજે જોવા મળે છે ખરી ? જી ના. નથી મળતી. આ ટચૂકડી ચકલીઓ આપણા પર્યાવરણ અને ‘ઈકોસીસ્ટમ’નો ખૂબ અગત્યનો ભાગ છે. તેમને લુપ્ત થવા દેવી એ આપણા પર્યાવરણને પોસાય તેમ નથી. ઝીણાં અવાજે ચીં….ચીં… કરી પોતાને બચાવી લેવાની અપીલ કરતી ચકલીઓનો અવાજ દરેકે-દરેક લોકોના કાન સુધી પહોંચતો કરવા માટે ‘નેચર ફોરેવર’ સોસાયટી નામની સંસ્થા મેદાને પડી છે. ‘ચકલી’ બચાવ અભિયાન’ ને લોકો સુધી પહોંચતું કરવા આ સંસ્થા દ્વારા 20 માર્ચ 2010 ના ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ ઉજવાઈ ગયો. અને આ વર્ષ 2010 માટે ‘હેલ્પ હાઉસ સ્પેરો’ની થીમ પસંદ કરાઈ. નેચર ફોરેવરની સાથે BNHS (બોમ્બે નેચરલ હેસ્ટરી સોસાયટી), ઈકોસીસ ફાઉંડેશન (ફ્રાંસ), કોર્નેલ લેબ ઓફ ઓર્નીથોલોજી (USA), એવોન વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ (UK) જેવી સંસ્થાઓ અને સંગઠનો સહયોગી છે.

             ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે. ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પંખી અને સૌથી સામાન્ય-વિપુલ રીતે જોવા મળતાં પંખીનો ખિતાબ ધરાવે છે. પ્રાણીઓમાં કૂતરાની જેમ જ પંખીઓમાં ચકલીઓએ માનવીનો વિશ્વના દરેક પ્રદેશોમાં સદા માટે સાથ નિભાવ્યો છે. ચકલીઓને આપણી સાથે એટલું ગોઠી ગયું છે કે માનવવસ્તી થી દૂર રહેવું- જીવવું તેમના માટે શક્ય જ નથી. માંડ 10-20 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતા આ પંખીએ વિશ્વના નકશા પરનાં લગભગ બધા દેશોમાં વસવાટ કર્યો છે. એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, તથા અમેરિકા. આમ પૃથ્વીનાં મોટા ભાગનાં ખંડોને ચકીબેને પોતાનું ઘર બનાવ્યું છે. ખૂબ ગીચ જંગલો, રેગીસ્તાન અને વર્ષનો મોટો ભાગ બરફથી છવાયેલા રહેતા પ્રદેશોને બાદ કરતાં જ્યાં પણ મનુષ્યો વસ્યાં છે ત્યાં ચકીબેન પણ જઈને વસ્યાં છે. તો પછી અચાનક એવું તે શું થઈ ગયું કે ચકલાંઓની સંખ્યા એકાએક ખતરનાક રીતે ઘટવા માંડી ? માનવવસ્તીની ખૂબ નજીક રહેવાંની અને તેમનાં પર વધુ આધારીત રહેતી ચકલીઓનાં વિનાશ માટેનાં કારણો તો ઘણાં છે પણ આ બધાં કારણો પાછળ જવાબદાર કોઈ હોય તો તે એક જ છે – મનુષ્ય ! ચકલીઓનાં અસ્તિત્વને મરણતોલ ફટકો આપવા માટે જો કોઈએ આરોપીનાં પીંજરામાં ઉભા રહેવું પડે તો તે આપણે પોતે જ છીએ !

           આજે આપણે જે મોર્ડન લાઈફ સ્ટાઈલ જીવી રહ્યાં છીએ તેણે વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળાં કરી નાખ્યાં છે. આની વરવી અસરો ફક્ત આપણને જ નહીં આપણી સાથે જોડાયેલાં પશુ, પક્ષી અને કુદરતનાં અન્ય તત્વો પર પણ પડી રહી છે. ચકલીની બાબતમાં પણ આવું જ થયું છે. હદ બહારનાં વાયુપ્રદુષણ, ધ્વનિપ્રદુષણ, મોબાઈલ ટાવરોનાં સૂક્ષ્મતરંગો, મકાનોની બદલાયેલી રચના, બિલાડાં જેવાં રાની પશુઓની વધેલી સંખ્યા, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો તથા દેશી વૃક્ષો-ફૂલ-છોડની જગ્યાએ શોભાના ગાંઠીયા જેવાં નકામાં વૃક્ષોનું મોટા પાયે થતું વાવેતર – આ બધાં જ મસ મોટાં જોખમો નાનકડાં ચકલાં માટે જીવન ટકાવવું દુષ્કર બનાવી રહ્યાં છે. બીજાં પક્ષીઓની જેમ ચકલાં વૃક્ષો પર માળા ન બાંધતાં માનવ વસાહતની આસપાસ ની જગ્યામાં જ માળા બાંધે છે. આથી જ ચકલાંઓનું અંગ્રેજી નામ ‘હાઉસ સ્પેરો’ – ‘ઘર ચકલી’ છે. માળો બાંધવા માટે તે મકાનો અને દીવાલનાં બાકોરાં, કૂવાની દિવાલો, ઘરની અંદરની અભેરાઈઓ, નળીયાં કે છાપરાં નીચેનાં પોલાણો, ટ્યુબલાઈટની પટ્ટીઓ, લેમ્પ-શેડ, ફોટોફ્રેમની પાછળની જગ્યાઓ વધુ પસંદ કરે છે. ચકલાંનો માળો મુખ્યત્વે ઘાસ, તણખલાં, રૂ, સાવરણીની સળીઓ, દોરાં વગેરેનો બનેલો હોય છે. આમ તો ચકલાનાં ખોરાકમાં અનાજનાં દાણાં, ઘાસનાં બીજ, વૃક્ષોનાં ટેટાં જેવાં ફળો, ઈયળ, કીટકો, ફૂદાં ઉપરાંત આપણો રોજ-બરોજનો લગભગ બધો જ ખોરાક તે એંઠવાડમાંથી મેળવીને ખાઈ લે છે. પરંતુ, જ્યારે બચ્ચાં નાનાં હોય છે ત્યારે તે મુખ્યત્વે કીટકો, ઈયળ, ફૂદાં જેવો ખોરાક ખવડાવે છે. બચ્ચાં મોટાં થઈને જાતે ખાતાં શીખે ત્યારે તે બધા પ્રકારનો ખોરાક લેતાં થઈ જાય છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલને લીધે ચકલાંઓને તેમના જીવનનાં દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે અને તેના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે.

આજે ચકલાં માટે સૌથી મોટો પ્રશ્ન છે માળો બાંધવા માટેની સલામત જગ્યાનો. આપણી નવી બાંધણીનાં મકાનોમાં ગોખલાં, અભરાઈઓ, નળીયાં કે છાપરાં હોતાં જ નથી. હવે જો ચકલાં માળો જ ન બાંધી શકે તો તેમની વંશવૃધ્ધી જ ક્યાંથી થાય ? ચકલાંઓને સલામત રહેઠાણ આપવાં પૂઠાં, થર્મોકોલ, પ્લાસ્ટીક, લાકડાં કે માટલાંના બનેલાં બોક્સ કે જે ‘નેસ્ટ હાઉસ’ તરીકે ઓળખાય છે તે ઉત્તમ વિકલ્પ છે. આ પ્રકારનાં ‘નેસ્ટ હાઉસ’ ચકલાં ઉપરાંત બીજા અનેક પંખીઓ માટે સરસ મજાનાં ઘરની ગરજ સારે છે. આપણે વાત કરી તેમ ચકલાંના બચ્ચાંનો મુખ્ય ખોરાક નાના જીવડાં, કીટકો વગેરે છે. પરંતુ, આજે હદ ઉપરાંતનાં જંતુનાશકો અને રાસાયણીક ખાતરોના વપરાશ ને લીધે આવાં નાનાં-નાનાં અનેક કીટકો મરી પરવાર્યાં છે અથવા તો તેમની સંખ્યાંમાં ભારે ઘટાડો નોંધાયો છે. આમાં ઘણાં તો ખેતી માટે બિનહાનીકારક કે ઉપયોગી કીટકોનો પણ સમાવેશ થાય છે. વાહનોમાં વપરાતું ‘અનલીડેડ’ પેટ્રોલ પણ ચકલાંના ખોરાક એવાં કીટકોનાં નાશ માટે જવાબદાર છે. ‘અનલીડેડ’ પેટ્રોલના દહનથી વાતાવરણમાં ભળતું ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ એ અત્યંત ઝેરી સંયોજન છે. ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ કીટકોનો સોથ વાળી દે છે. તેથી ચકલાંનાં નાનાં બચ્ચાંને પૂરતો અને પોષણક્ષમ આહાર મળતો નથી અને ઘણાં બચ્ચાં નાનપણમાં જ મૃત્યુ પામે છે. આથી ચકલાંની નવી પેઢી તૈયાર થવાનું જ ઘટી ગયું છે !
હજુ થોડાં વર્ષો પહેલાં આપણાં ઘર, ખેતર, વંડા, બગીચા ફરતે મોટા ભાગે મેંદી, થોર, બોરડી, બાવળ જેવા છોડ અને વેલાંઓની બનેલી કુદરતી વાડ કરવામાં આવતી હતી. ચકલાં માટે આ કુદરતી વાડ ખુબ જ આશીર્વાદ રૂપ છે. કુદરતી વાડમાંથી ચકલાંને કીટકો, ઈયળો, પતંગીયાં, ફળો જેવા ખોરાકનો પુરતો જથ્થો મળી રહે છે. ઉપરાંત આવી વાડ અને ઝાડી ચકલાંને આરામ કરવાની, રાતવાસો કરવાની અને દુશ્મનોથી બચવા-છુપાવાની આદર્શ જગ્યા છે. આજકાલ આપણે કુદરતી વાડને બદલે ઈંટની દીવાલ કે લોખંડના તારની વાડ બનાવીએ છીએ. જે પંખીઓ માટે ન તો આશ્રય પુરો પાડે છે ન તો ખોરાક. આથી જ ચકલાંનાં બચ્ચાં મોટાં થાય ત્યારે યોગ્ય આશ્રયના અભાવે કાગડાં, સમડી, બિલાડાં જેવાં શિકારી પશુ-પક્ષીઓની ઝપટે ચઢી જાવાની શક્યતા ઘણી વધુ રહે છે. એક અંદાજ મુજબ ચકલાંનાં બચ્ચાંમાંથી માંડ 25% જેટલાં બચ્ચાં જ પુખ્ત બને છે. બાકીનાં 75% તો મોટાં થતાં પહેલાં જ મૃત્યુ પામે છે અને અત્યારની પ્રતિકૂળ પરિસ્થિતિમાં તો ચકલાંનો મૃત્યુ દર ઘણો ઊંચો હોવાનું મનાય છે. જ્યાં સુધી આપણને આધુનિકતા અને વૈશ્વિકરણની હવા સ્પર્શી નહોતી ત્યાં સુધી આપણે કુદરતની ઘણી નજીક જીવતાં હતાં. સવાર પડે ને પંખીને ચણ નાખવા ચબૂતરે જવું ત્યારે એટલું સાહજીક હતું જેટલું આજે ‘મોર્નીંગ વોક’ છે ! પરંતુ દિવસે-દિવસે આપણે સ્વકેન્દ્રી બનતાં જઈએ છીએ. મોટા શહેરોમાંથી તો ચબૂતરાં જ અદ્રશ્ય થઈ ગયાં છે ! વેકેશનમાં ગામડે જાઈએ ત્યારે બાળકોને ખાસ ચબૂતરાં શું છે તે દેખાડવામાં આવતાં હોય તેવી પરિસ્થિતિમાં બાળકોનો પણ પેઢીઓથી ચાલી આવતો પંખીઓ સાથેનો વિશેષ નાતો જ તૂટી ગયો છે.

શહેરની ગીચ વસ્તીમાં ચકલાં જેવાં પક્ષીઓ માટે ચણવાનાં દાણાં અને સલામત જગ્યાની પણ તંગી વર્તાઈ રહી છે. અરે ! પંખીઓ પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટી જ સમૂળગી બદલાય ગઈ છે. પહેલાં હોંશથી આપણે ગાતાં કે ‘ચકીબેન ચકીબેન મારી ઘરે રમવા આવશો કે નહીં?’ ચકલાં માળાં બનાવે તો તેનું જતન થતું; માળો ફેંકી દેવાથી પાપ લાગશે તેમ મનાતું. જ્યારે હવે તો ‘ચકલાં આવશે અને ઘર બગાડશે’ એવું માની આપણે કહેવાતાં ચોખલીયાં અને એજ્યુકેટેડ લોકો ચકલાંઓને બેરહેમીથી ઉડાડી મૂકીએ છીએ ! અરે, સદીઓથી જે ચકલાં આપણી સાથે જ આપણાં જ ઘરમાં રહ્યાં છે તે હવે એકાએક જાય તો જાય પણ ક્યાં ? ‘ઈન્ટીરીયર ડેકોરેશન’નાં બણગાં ફૂંકનારા આપણે લોકો ઘર અને હૃદય બંનેનાં ઈન્ટીરીયરમાં આપણાં સદાના સાથી એવાં ચકલાંને સ્થાન નથી આપી શકતાં એ કેટલું વિચિત્ર ગણાય ?! ઘરની આધુનિક ડીઝાઈનમાં પણ ક્યાંય પ્રકૃતિ અને પંખીને ગોઠવાવાની જગ્યા જ નથી મળતી ત્યારે ખૂબ સરસ ઘર બનાવી આપતાં આર્કીટેક પણ જાણે સાચુકલાં ‘ઈકો ફ્રેંડલી’ ઘરનો વિચાર જ ભૂલી ગયાં હોય એવું લાગે છે !
ચકલાંમાં નર અને માદા વચ્ચે જે વાતચીત થાય છે તે ધીમા ચીં….ચીં… અવાજ વડે જ થાય છે. સંવવનઋતુમાં નર માદાને આકર્ષવા ગીતો ગાય છે જે સાંભળી માદા નરને પસંદ કરે છે અને ટોળાં વચ્ચે પણ જોડલું એકબીજાંને ઓળખી કાઢે છે. પરંતુ આજનાં ઘરોમાં તો જોર-શોરથી વાગતાં ઘોંઘાટીયાં સંગીતમાં બિચારાં ચકલાંનું ચીં..ચીં.. ક્યાંય દબાઈ જાય છે અને ચકલાં વચ્ચેની વાતચીતની આખી પદ્ધતિ ખોરવાઈ જાય છે; જેની ખૂબ ખરાબ અસર તેમના પ્રજનન પર પણ પડે છે. ઉપરાંત મોબાઈલનાં માઈક્રોવેવ તરંગો પણ ચકલાં માટે ખૂબ ત્રાસદાયક નીવડે છે. આ પણ એક વજનદાર કારણ છે જેને લીધે મોટાં શહેરોમાંથી ચકલાં અદ્રશ્ય થઈ રહ્યાં છે.


ચકલાંને બચાવવાં આટલું જરુર કરીએ.:-

[1] ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
[2] ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
[3] દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
[4] ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.
[5] બાલકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.

છેલ્લે કવિ શ્રી ઉમાશંકર જોષી દ્વારા લિખિત આ પંક્તિ, યાદ આવે છે. કે
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશું છે, પંખી છે, પુષ્પો છે, વનો ની છે વનસ્પતિ”


Image : Google

Courtesy : wikipedia and Google

Follow Us Keep Supporting, Keep Sharing.
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

Friday, 16 March 2018

કવિ ન્હાનાલાલ

(જન્મ : 16 માર્ચ, ૧૮૭૭ – મ્રુત્યુ : 9 જન્યુઆરી, ૧૯૪૬)
કવિ ન્હાનાલાલ

ન્હાનાલાલ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક હતા. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈનર્મદ યુગના મહાન કવિ હતા. તેઓ ગુજરાતના મહાકવિ કહેવાય છે.

જીવન

તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. એમની મૂળ અટક ત્રિવેદી હતી. ૧૮૯૩માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને આગળ અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં કર્યો. ૧૮૯૯માં તેમણે તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયા. તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા.
એમ.એ. થયા પછી તેઓ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં અને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપક રહ્યા. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી ગાંધીજીને અર્પણ કરી હતી. ૧૯૨૦માં લાંબી રજા પર ઉતરીને ૧૯૨૧માં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું અને સાહિત્ય સર્જનમાં બાકીનું જીવન પસાર કર્યું.
તેમનું અવસાન જાન્યુઆરી ૯, ૧૯૪૬ના દિને અમદાવાદ ખાતે થયું હતું.

સર્જન

  • કવિતા - ‘કેટલાંક કાવ્યો’-ભા. ૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ’-ભા.૧-૨-૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭), ‘ગીતમંજરી’-૧-૨ (૧૯૨૮, ૧૯૫૬), ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘દાંપત્યસ્તોત્રો’ (૧૯૩૧), ‘બાળકાવ્યો’ (૧૯૩૧), ‘મહેરામણનાં મોતી’ (૧૯૩૯), ‘સોહાગણ’ (૧૯૪૦), ‘પાનેતર’ (૧૯૪૧), ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ (૧૯૪૩)
  • નાટ્ય કવિતા – ‘ઇન્દુકુમાર’-૧-૨-૩ (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨), ‘પ્રેમકુંજ’ (૧૯૨૨), ‘ગોપિકા’ (૧૯૩૫), ‘પુણ્યકંથા’ (૧૯૩૭), ‘જગત્પ્રેરણા’ (૧૯૪૩), ‘અજિત અને અજિતા’ (૧૯૫૨), ‘અમરવેલ’ (૧૯૫૪), ‘જયા-જયન્ત’ (૧૯૧૪), ‘વિશ્વગીતા’ (૧૯૨૭), ‘રાજર્ષિ ભરત’ (૧૯૨૨), ‘જહાંગીર-નૂરજહાંન’ (૧૯૨૮), ‘શાહનશાહ અકબરશાહ’ (૧૯૩૦), ‘સંઘમિત્રા’ (૧૯૩૧) ‘શ્રીહર્ષદેવ’ (૧૯૫૨)
  • ચરિત્ર- કવિશ્વર દલપતરામ
  • અન્ય - વસંતોત્સવ (૧૯૯૮, ૧૯૦૫), હરિસંહિતા મહાકાવ્ય, સાહિત્યમંથન, કુરુક્ષેત્ર

સન્માન

  • માર્ચ ૧૬, ૧૯૭૮ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
Image : Google
Courtesy : wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2

Follow Us Keep Supporting, Keep Sharing.
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

Monday, 12 March 2018

ગુણવંત શાહ

જન્મ: ૧૨ માર્ચ ૧૯૩૭.. .
ડૉ. ગુણવંત બી. શાહ
ગુણવંત શાહ  એ ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે.  ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો.

પરિચય વિસ્તરથી

ગુણવંત શાહ મુખ્યત્વે નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર છે.તેમનો જન્મ રાંદેર (સુરત)માં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પુર્ણ કર્યુ હતુ. તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઇસ્કૂલ માં લીધુ હતુ. તેમણે ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી ની ઉપાધી મેળવી હતી. ઉપરાંત તેમણે ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ ની ઉપાધી મેળવી હતી. ત્યારબાદ તેમણે ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી.ની ઉપાધી મેળવી હતી અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર રહ્યા હતા.તેઓ ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તેમજ ૧૯૭૨-૭૩માં ટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
તેમણે ૧૯૭૩-૭૪માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ૧૯૭૪થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ ર્હ્યા હતા. ઉપરાંત તેમણે ‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે પણ કાર્ય કર્યુ હતુ.

શિક્ષક તરિકે નુ જિવન

  • તેમણે ૧૯૬૧-૭૨ દરમિયાનવડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પ્રવક્તા અને વાચક તરીકે સેવાઓ આપી.
  • વર્ષ ૧૯૬૭-૬૮ દરમિયાન તેમણે અમેરિકાની મિશિગન યુનિવર્સિટી ખાતે મુલાકતી પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યુ.
  • તેમણે ૧૯૭૨-૭૩ દરમિયાન તકનીકી શિક્ષક તાલીમ સંસ્થા, મદ્રાસ(જે હવે ચેન્નઈતરીકે ઓળખાય છે) માં પ્રાધ્યાપક તેમજ શિક્ષણ ખાતાનાં વડા તરીકે સેવાઓ આપી.
  • વર્ષ ૧૯૭૩-૭૪ દરમિયાન તેમણે SNDT વિમેન્સ યુનિવર્સિટી, બોમ્બે ખાતે (જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે) પ્રાધ્યાપક તરીકે સેવા આપી.
  • તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પ્રાધ્યાપક તરીકે તેમજ શિક્ષણ વિભાગનાં વડા તરીકે પણ સેવા આપી છે.

સહિત્ય

  • મહંત, મુલ્લા, પાદરી, ૧૯૯૯
  • કૃષ્ણનું જીવનસંગીત
  • વિચારોનાં વૃંદાવનમાં
  • અસ્તિત્વનો ઉત્સવ
  • વિસ્મયનું પરોઢ (૧૯૮૦) (ગદ્યકાવ્ય)
  • રજકણ સૂરજ થવાને શમણે (૧૯૬૮) ( નવલકથા)
  • મૉટેલ (૧૯૬૮) (નવલકથા)
  • કોલંબસના હિંદુસ્તાનમાં (૧૯૬૬)(પ્રવાસ પુસ્તક)

નિબંધ સંગ્રહો

  • કાર્ડિયોગ્રામ (૧૯૭૭)
  • રણ તો લીલાંછમ (૧૯૭૮)
  • વગડાને તરસ ટહુકાની (૧૯૭૯)
  • વિચારોના વૃંદાવનમાં (૧૯૮૧)
  • મનનાં મેઘધનુષ (૧૯૮૫)

ચરિત્ર ગ્રંથો

  • ગાંધી-નવી પેઢીની નજરે (૧૯૮૨)
  • મહામાનવ મહાવીર (૧૯૮૬)
  • કરુણામૂર્તિ બદ્ધ(૧૯૮૩)

પ્રકીર્ણ ગ્રંથો

  • શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ (૧૯૬૪)
  • સાવધાન, એકવીસમી સદી આવી રહી છે(૧૯૮૭)
  • કૃષ્ણનું જીવનસંગીત(૧૯૮૭)

પુરસ્કારો

  1. રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્યમાં સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર, ૧૯૯૭માં.
  2. ૧૯૭૯માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOનાં સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ.
  3. તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેન્ક, મનિલામાંબાંગ્લાદેશમાંશિક્ષણ માટે ૧૯૮૪-૮૫ દરમ્યાન કન્સલ્ટન્ટ હતા.

વર્તમાન જીવન

તેઓ હાલમાં જયપ્રકાશ નારાયણ રોડ (જે જૂના પાદરા રોડ તરીકે પણ જાણીતો છે), વડોદરામાં રહે છે. તેઓ હાલમાં દિવ્ય ભાસ્કર, દૈનિક અને નવનીત સમર્પણ, એક પ્રમુખ ગુજરાતી સામયિકમાં લેખનકાર્ય કરી રહ્યાં છે.

Image : Google
Courtesy : wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%A3%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9


Follow Us Keep Supporting, Keep Sharing. 
Facebook Page : facebook.com/din.vishesh59/
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review


Thursday, 8 March 2018

અમેરિગો વેશ્યુચી

( જન્મ : 9 માર્ચ, 1454 - મૃત્યુ : 22 ફેબ્રુઆરી, 1512 )
અમેરિગો વેશ્યુચી
અમેરિકા ખંડ પર પહેલો પહોંચનારો ક્રિસ્ટોફર કોલંબસ હતો. પરંતુ પોતે શોધેલો પ્રદેશ અમેરિકા છે તે જગત ને જાણ થાય તે પહેલાં તેનું અવસાન થયું હતું. અમેરિકા નામાભિધાન કરવાનું શ્રેય ઇટાલિયન નાવિક અને ભૂગોળવિદ અમેરિગો વેશ્યુચીને ફાળે જાય છે. આજે અમેરિગો વેશ્યુચીનો જન્મદિવસ છે. ઇટાલીના ફ્લોરેન્સમાં જન્મેલા અમેરિગોને જ્યોતિષ અને ભૂગોળવિદ્યા માં ગજબ ની રુચિ હતી. યુવાવસ્થા માં તો તેઓ કુશળ નક્શાશાસ્ત્રી બની ચુક્યા હતા. ઇસ 1493 માં જાનતા વેરાડી નામની વેપારી પેઢીના પરિચયમાં આવ્યો અને કોલંબસની બીજી સમુદ્રયાત્રામાં સાહિયોગી બન્યા.
વેશ્યુચીએ ઇસ. 1497 થી 1505 દરમિયાન થયેલી સમુદ્રયાત્રાઓમાં એશિયા મહાદ્વીપ, શ્રીલંકા અને હિંદ મહાસાગરમાં પહોંચવા માટે દરિયાઈ મુસાફરીઓ કરી. ફ્લશ્રુતિરૂપે 1508 સુધીમાં સ્પેનના પ્રમુખ નાવિક બની વૈજ્ઞાનિક ધોરણે વિશ્વને શોધવાની કવાયત આદરી તેણે જ શોધી કાઢ્યું હતું કે બ્રાઝીલ અને વેસ્ટ ઇન્ડિઝ પૂર્વ એશિયાના ભાગ નથી. 10 જૂન 1503ના રોજ પોર્ટુગલના નેજા નીચે સમુદ્રયાત્રા આરંભી. ઇસ. 1507માં સાબિત કર્યું કે કોલંબસે શોધેલી નવી દુનિયા એશિયા નહીં પણ અમેરિકા છે. અમેરિગો વેશ્યુચીનું 22 ફેબ્રુઆરી 1512 ના રોજ સ્પેનમાં મેલેરિયાથી આવસન થયું.

Image : Google
Courtesy : Saurashtra Samachar - Dt. 09 March, 2018
Link :  http://epaper.divyabhaskar.co.in/bhavnagar/71/DATEHERE/0/1/

Follow Us Keep Supporting, Keep Sharing. 
 
Facebook Page : facebook.com/din.vishesh59/
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ




૮મી માર્ચ  નો દિવસ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો દિવસ છે.
સયુંક્ત રાષ્ટ્રસંઘ, (યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાનટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાનબેટી બચાવો અભિયાનસ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમતગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.
આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં  “નારી તું નારાયણી ” અને “યત્ર નાર્યસ્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા” એવાં વાક્યોથી નારીનું બહુમાન કરવામાં આવ્યું છે .આ જ ભારતમાં દીકરીને દૂધ પીતી કરવાનો ,સતી પ્રથાનો અને વિધવા અવિવાહનો ક્રૂર રીવાજ પ્રવર્તતો હતો એ પણ એક હકીકત છે.હકીકતમાં પુરુષ વર્ગે સ્ત્રીઓને એક અબળા તરીકે ગણના કરી ઘણા લાંબા સમય સુધી સ્ત્રી વર્ગની જાણે કે અવગણના કરી હોય એવું જણાયું છે.સ્ત્રીઓનું મુખ્ય કામ ફક્ત ઘરકામ, રસોઈ અને બાળકોને જન્મ આપી એની સંભાળ રાખવામાં જ સમાઈ જાય છે એવી પુરુષોની ખોટી માન્યતાઓનો નારી વર્ગ શિકાર બનતી આવી છે .સ્ત્રીઓઓમાં  પુરુષો જેટલી જ શક્તિ છે એ હકીકત તરફ દુર્લક્ષ સેવી ઘણા લાંબા સમયથી સ્ત્રીઓમાં પડેલી શક્તિઓની અવગણના થઈ હોય એમ ઈતિહાસ જોતાં દેખાઈ આવે છે.વર્તમાન સમયમાં પણ મિડલ ઇસ્ટ આફ્રિકા અને ત્રીજા વિશ્વના દેશોમાં કુરિવાજો તથા જૂની રૂઢિઓને લીધે સ્ત્રીઓ પ્રત્યે ક્રૂર વ્યવહાર અને અન્યાય થઇ રહ્યો છે .આ દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર પણ ઘણો નીચો છે.
અમેરિકા જેવા પ્રગતિશીલ દેશનો ઈતિહાસ જોતાં સુસન બી. એન્થની  અને એલેનોર રુઝવેલ્ટ જેવી શક્તિશાળી મહિલાઓને દેશની મહિલાઓ માટે પુરુષો જેવા હક્કો અપાવવા માટે આખી જિંદગી સમર્પિત કરવી પડી હતી .આ બે બહાદુર મહિલાઓની લડતને પરિણામે છેવટે માત્ર ૧૯૨૦ થી જ અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થઇ શક્યો હતો.આ હક્ક પ્રાપ્ત થયા બાદ પણ અમેરિકાના રાજકારણમાં સેનેટ,પ્રતિનિધિ ગૃહ,કેબીનેટ કે રાજ્યોના ગવર્નર કક્ષાએ સ્થાનો પ્રાપ્ત કરવામાં મહિલાઓની સંખ્યા ઘણા લાંબા સમય સુધી નહિવત રહી છે . આજે પણ આ બધાં સ્થાનોએ મહિલાઓની સંખ્યા ૨૦ ટકાથી ઉપર વધી શકી નથી એ હકીકત છે.સુપર પાવર ગણાતા અમેરિકામાં પણ સ્ત્રીઓ સામાજિક રીતે સંપૂર્ણ રીતે સહીસલામત નથી અને પુરુષો તરફથી ત્રાસ અને અન્યાયનો આજે ૨૧મી સદીમાં પણ ભોગ બની રહી છે .
અમેરિકામાં આજ સુધીના ઇતિહાસમાં કોઈ મહિલા પ્રમુખ પદે ચૂંટાઈ શકી નથી.અમેરિકાની હવે પછી ૨૦૧૬ના નવેમ્બરમાં થનારી પ્રમુખ પદ માટેની ચુંટણીમાં હિલેરી ક્લીન્ટનએ ડેમોક્રેટીક પક્ષ તરફથી ૨૦૦૮ માં નિષ્ફળ ગયા પાછી ફરી એક વાર ઝુકાવ્યું છે.જો તેઓ એમાં વિજયી બનશે તો અમેરિકાના રાજકીય ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાશે.ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીજીની આગેવાની નીચે ઘણી મહિલાઓએ  જોડાઈને સુંદર યોગદાન આપ્યું હતું એ આપણે જાણીએ છીએ.
અમેરકાની સરખામણીમાં ભારત, પાકિસ્તાન ,શ્રીલંકા, બંગલા દેશ, બ્રાઝીલ ,બ્રિટન,ફિલીપીન્સ, સાઉથ કોરિયા,ઈઝરાઈલ, ઇથોપિયા જેવા ઉભરતા દેશોમાં મહિલાઓએ પુરુષોને હરાવી દેશના પ્રમુખ કે વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવી સ્ત્રી શક્તિનો જગતને પરચો કરાવ્યો છે.આ મહિલાઓએ કરેલી ઘણી સુંદર કામગીરી બતાવે છે કે જો મહિલાઓને  કામ કરવાની તક મળે તો તેઓ પણ સિધ્ધિઓ પ્રાપ્ત કરવામાં પાછળ રહે એમ નથી જ.
આમ આધુનિક સમયમાં દુનિયાના દરેક દેશોમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને મહીલા જાગૃતિ પ્રબળ બનતી જાય છે.પરિણામે સ્ત્રી એક મજબુત શક્તિ તરીકે ઉભરી રહી છે અને પુરુષ સમોવડી બનીને દેશ અને સમાજના ઘડતરમાં એમનો અગત્યનો ફાળો આપી રહી છે. “દીકરી અને ગાય દોરે ત્યાં જાય ” એવું માનનારો સમય ક્યારનો ય વીતી ગયો છે. આજે સમાજનો અડધો મહીલા વર્ગ એના હક્કો વીષે વધુ સજાગ બન્યો છે અને પ્રગતી કુચમાં પુરુષ સમોવડી બની ગઈ છે એટલું જ નહી એમને આંબી પણ ગઈ છે.હવે એ પહેલાંની અબળા સ્ત્રી રહી નથી પણ સબળા બની ગઈ છે .
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દિન વિશેષ દ્વારા નારી શક્તિ સ્વરૂપ મહિલાઓ ને સલામ.. .

Image : Google
Courtesy : Wikipedia
Link :  https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8

Follow Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

Wednesday, 7 March 2018

બાલમુકુન્દ દવે

(જન્મ : ૭ માર્ચ,૧૯૧૬ - મૃત્યુ : 28 ફેબ્રુઆરી, 1993 )

બાલમુકુન્દ મણિશંકર દવે નો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં. મેટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કર્યું. ૧૯૪૯માં કુમારચન્દ્રક.

બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાના પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક ને પ્રેરક સાહિત્યનું વાચન, બુધસભા અને કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ તેમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ મુખ્ય કવનવિષયો છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને મનોહારિતા આપે છે.

Image : Gujarati Sahity parishad
Courtesy : Wikipedia

Follow Us Keep Supporting, Keep Sharing.

Facebook Page : facebook.com/din.vishesh59/
Follow us on Instagram : instagram.com/din.vishesh59/

#like | #Comment | #Share | #Review

Sunday, 4 March 2018

દીના પાઠક

(જન્મ : 4 માર્ચ, 1922 - મૃત્યુ : 11 ઓક્ટોબર, 2002)
દીના પાઠક હિંદી ચલચિત્ર જગતમાં ખુબ જ જાણીતું નામ. એમનો જન્મ ૪થી માર્ચ ૧૯૨૩ના રોજ અમરેલીના કપોળ વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. એમણે ૧૫૦ જેટલી હિન્દી ફિલ્મોમાં અને ૧૭ જેટલી ગુજરાતી ફિલ્મોમાં તથા ગુજરાતી નાટકો અને ટી વી સીરીઅલોમાં પણ કામ કર્યું હતું. જીવનના અંત સુધી સક્રિય રહ્યા હતા. એમની યાદગાર હિન્દી ફિલ્મોના યાદગાર અભિનયમાં 'ખુબસુરત' અને 'ગોલમાલ' ફિલ્મોનો ઉલ્લેખ અનિવાર્ય છે. તેમનું અવસાન ૧૧મી ઓક્ટોબર ૨૦૦૨માં ૮૦ વર્ષ ની વયે હ્રદય રોગ અને લાંબી બીમારીને કારણે થયું હતું. એમના પ્રથમ લગ્ન 'બલદેવ પાઠક' સાથે થયા હતા અને એમની બે પુત્રીઓ રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક જેઓ પણ જાણીતી અભિનેત્રીઓ છે. અને અભિનેતા નાસીરુદીન શાહ અને પકંજ કપૂર (શાહિદ કપૂરનાં પિતા) એમના જમાઈઓ થાય છે.૧૫૦ જેટલી હિન્દી ફિલ્મો અને ૧૭ ગુજરાતી ફિલ્મોનાં અભિનેત્રી દીના પાઠકે એક સમયે હિન્દી ફિલ્મો પ્રત્યેના તિરસ્કારને લીધે ચલ ચલ રે નૌજવાનફિલ્મમાં હિરોઈનની ભૂમિકા ઠુકરાવી દીધી હતી. પ્રખર નાટ્યકર્મી અને ઈન્ડિયન પીપલ્સ થિયેટરના સભ્ય એવાં દીનાબહેને રાજકીય-સામાજિક પ્રતબિદ્ધતાવાળાં નાટકો કરી રંગભૂમિને પણ ઉજાળી અને જ્યારે પાછળથી ફિલ્મોમાં પ્રવેશ્યાં ત્યારે હંમેશાં કાળજી રાખી કે ભૂમિકામાં વૈવિધ્ય સાથે તેમની કારકિર્દી ચાલતી રહે.
ગુજરાતી પરિવારમાં જન્મેલાં પરંતુ એન્જિનિયર પિતા પૂણેમાં કામ કરતા થયા હોવાને કારણે ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પામેલાં દીના પાઠકે સંગીત અને નાટક સાથે શરૂમાં જ સગપણ થઇ ગયું. ત્યાં તેઓ બાલગાંધર્વનાં નાટકો જોતાં અને પિતાની બદલી જુનાગઢ થઇ ત્યારે ત્યાં પારસી અને ગુજરાતી જુની રંગભૂમિનાં નાટકો જોયાં. એ દિવસોમાં ગાંધીજીનો પ્રભાવ બધેબધ એટલે વિદ્યાર્થી તરીકે જ ચળવળ શરૂ કરી. મેટ્રિક થયા પછી મુંબઇની સેન્ટ ઝેવિયર્સ, ત્યાર બાદ એલિફન્સ્ટન અને આખર વિલ્સન કોલેજમાં રહી તેમણે બી.એ. કર્યા પછી વળી અમદાવાદ જઇ એમ.એ. કર્યું. એ દિવસોમાં જ તેઓ નાટકના રંગે ય રંગાયાં. ઓગણીસ પૂરાં થતાંની સાથે તેઓ રમેશ સંઘવી નામના ડાબેરી વિચારસરણીના યુવક સાથે પરણ્યાં.

એ લગ્ન તો માત્ર દોઢેક વર્ષ જ ટક્યું પરંતુ એ દિવસોમાં જ ઇન્ડિયન પિપલ્સ થિયેટર સાથે કામ શરૂ કર્યું તે તેમની લાંબી અભિનય કારકિર્દીનું નિર્ધારક બની ગયું. ઇપ્ટામાં તે વેળા ખ્વાજા અહમદ અબ્બાસ, મુલ્કરાજ આનંદ, અલી સરદાર જાફરી, ચેતન આનંદ અને ત્યાર બાદ બલરાજ સાહની, મોહન સહેગલ, અચલા સચદેવ વગેરે જોડાયાં. આ બધા જ ધીમે ધીમે ફિલ્મો તરફ વળ્યાં પછી દીનબહેન નાટકો પૂરતાં જ સીમિત રહે એ શક્ય ન હતું, પરંતુ રાજકીય પ્રતિબદ્ધતા સાથેના વિચારશીલ નાટકો કરવા તે તેમના માટે જાણે રાજકીય, સામાજિક પ્રતિબદ્ધતા સમું હતું એટલે માત્ર મુંબઇ નહીં, અમદાવાદ જઇ જયશંકર સુંદરી’, રસિકલાલ પરીખ, જશવંત ઠાકર વગેરે સાથે નાટક મંડળી સ્થાપી એવાં નાટકો કર્યાં જે ગુજરાતી રંગભૂમિનાં પરિવર્તક બને.

ફરી મુંબઇ આવ્યાં ત્યારે નવ મહિના જેલ જવા જેવી પ્રોગેસિવ મૂવમેન્ટમાં ભાગ પણ લીધો અને નાટકો, નૃત્યનાટકોમાં ય ઝંઝાવાતી રહી ભાગ લીધો. અલ્લાબેલી’, ‘હંસી’, ‘ઢીંગલી ઘરઅને બહુખ્યાત મેના ગુર્જરીજેવાં નાટકો અને નૃત્યનાટકો (બેલે) સ્પિરિટ ઓફ ઇન્ડિયા’, ‘ઇન્ડિયા ઇમોર્ટલકર્યાં. પંડિત રવિશંકર, ત્રિપુરા નૃત્ય શેલીના નિષ્ણાત શાંતિવર્ધન વગેરે એ બેલે સાથે જોડાયેલા હતા.

જીવન અને નાટકમાં આટલી બધી પ્રતિભા અને વૈચારિક પ્રતબિદ્ધતા સાથે કામ કરનાર દીના પાઠક ફિલ્મોની ઓફર ઠુકરાવે તો તે સ્વભાવસહજ હતું, પરંતુ જે વિચારશીલ હોય તે નિર્ણયોમાં પરિવર્તન કરી શકતા હોય છે. ૧૯૫૬માં બલદેવ પાઠક સાથે બીજા લગ્ન થયાં ત્યારે ઇપ્ટાનાં નાટકોનો મૂળ પ્રભાવ બદલાવા માંડયોહતો. અગાઉ, ‘ધરતી કે લાલમાં નૃત્ય કરી ચૂકેલાં દીના પાઠકે કરિયાવર’, ‘શેણી વિજાણંદ’, ‘મળેલા જીવ’, ‘મોટી બાવગેરે ગુજરાતી ફિલ્મોમાં હીરોઇન તરીકે કામ કર્યા પછી બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શિત ૧૯૬૬ની ઉસકી કહાનીથી હિંદી ફિલ્મોમાં ખરેખર પ્રવેશ્યાં.

આમ તો બેલેના દિવસોમાં જ તેઓ બિમલ રોયની ફિલ્મોના શૂટિંગ જોવા જતાં અને ત્યારથી જ બાસુ ભટ્ટાચાર્ય, હ્રષીકેશ મુખર્જી, ગુલઝાર જ્યાં બિમલદાના સહાયકો જોડે ઘરોબો રચાયો હતો. ઉસકી કહાનીમાં તેમણે માની ભૂમિકા કરેલી પરંતુ હિંદી ફિલ્મોમાં જે ટિપિકલ મા હોય તેવી નહીં. એ સમાંતર સિનેમા ચળવળ દરમિયાનની ફિલ્મ હતી અને તેમને એવી ફિલ્મોમાં વધુ રસ હતો. આ કારણે જ ખ્વાજા અહેમદ અબ્બાસે સાત હિંદુસ્તાનીમાં અને હ્રષીકેશ મુખર્જીએ સત્યકામ’, બાસુ ચેટર્જીએ સારા આકાશમાં ભૂમિકા આપી તો તેમણે સ્વીકારી લીધી. શરૂની કારકિર્દીના આ દિગ્દર્શકો સાથે પછી પણ તેમણે સતત કામ કર્યું.

બાસુ ભટ્ટાચાર્ય સાથે ઉસકી કહાનીપછી આવિષ્કાર’, ‘સંગતઅને આનંદમહલતો બાસુ ચેટર્જી સાથે સારા આકાશપછી ચિત્તચોર’, ‘ચક્રવ્યૂહ’, ‘દો લડકે દોનો કડકે’,‘જીના યહાંમાં કામ કર્યું. હ્રષીકેશ મુખર્જીએ તો તેમને ચૈતાલી’, ‘ગોલમાલ’, ‘ખૂબસૂરત’, ‘નરમગરમ’, ‘અચ્છાબૂરાઅને ૧૯૮૫ની જુકીસહિતની ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ આપી. ગુલઝારે તેમને કોશિશ’, ‘મૌસમ’, ‘કિનારા’, ‘કિતાબ, ‘મીરાઅને ઇજાજતમાં ભૂમિકાઓ આપી. દીના પાઠકે તેમની કુલ કારકિર્દીમાં ૧૦૬ જેટલા દિગ્દર્શકો જોડે કામ કર્યું પરંતુ વિગતો જોતાં સમજાશે કે એમને બંગાળી દિગ્દર્શકો સાથે વધુ ફાવતું હતું .બાસુ ભટ્ટાચાર્ય, બાસુ ચેટર્જી, ઋષિદા જ નહીં શક્તિ સામંત, અનિલ ગાંગુલી, અસિત સેન, સત્યેન બોઝ સહિતના બંગાળીઓ સાથે તેમની લગભગ ૨૭ જેટલી ફિલ્મો છે. બંગાળી દિગ્દર્શકો જોડે તેઓ બંગાળીંમાં વાત કરતા.

દીના પાઠકે હંમેશ કાળજી રાખી કે ભૂમિકામાં વૈવિધ્ય સાથે કારકિર્દી ચાલતી રહે. વ્હી. શાંતારામ જેવાએ તેમને દ્રઢ પગલાથી ચાલતા જોઇને જલ બિન મછલી નૃત્ય બિન બીજલીમાં રાજમાતાની ભૂમિકા આપેલી. કોશિશમાં સંજીવકુમાર- જયા ભાદુડીની બહેરા-મૂંગા તરીકેની ભૂમિકા વચ્ચે સૌથી વધુ ડાયલોગ્સ દીનાબહેનના જ હતા. મૌસમમાં તેઓ વેશ્યાવાડો ચલાવતાં બાઇની ભૂમિકામાં હતાં. એ ફિલ્મમાં તેઓ કુરતા અને લુંગીમાં સાવ જુદા જ લાગતાં હતાં. આ પ્રકારની ભૂમિકા સુલોચના, નિરુપા રોય જેવાને ન મળી શકે કારણ કે મા તરીકે તેઓ વધુ પડતાં 'પવિત્ર' થઇ ચૂક્યાં હતાં. ખૂબસૂરતમાં આખા ઘરને પોતાના નિયંત્રણમાં રાખતાં શિસ્તપ્રિય મહિલા તરીકે દીનાબહેનનું વ્યક્તિત્વ ખૂબ કામ લાગી ગયેલું.

ગોલમાલમાં તેઓ રસોડાની બારી કૂદીને આવે છે. પૂણે હતાં ત્યારે વ્યાયામ શાળામાં જતાં તેનો તે પ્રતાપ. મહિલાસંઘમાં હતાં ત્યારે કમાટીપુરાની વેશ્યાઓ માટે પણ તેમણે સામાજિક કામ કરેલાં તેના કારણે મૌસમની કોઠાવાલીની ભૂમિકા વધુ સારી રીતે ભજવી શક્યાં. અભિનયને સ્ટાઇલાઇઝ્ડ કરવા કરતાં હંમેશ નવા અભિગમથી પણ ભજવવાની સભાનતા તેમણે જાળવી રાખી. પરંતુ આ બધાનો અર્થ એવો નથી કે તેઓ એકદમ કમિર્શયલ ફિલ્મોના દિગ્દર્શકો સાથે કામ કરી શકતાં નહોતાં. શક્તિ સામંત સાથે ચરિત્રહીનઅને અનુરોધફિલ્મો છે તો સુભાષ ઘઇ, ડેવિડ ધવન, જે - ઓમપ્રકાશ જેવા સાથે પણ બબ્બે ફિલ્મો છે. અલબત્ત, કેતન મહેતા, કલ્પના લાજમી, શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, મુઝફ્ફર અલી, સઇદ અખ્તર મિર્ઝા પ્રકારના દિગ્દર્શકો સાથે તેમને વધુ ફાવે તે સહજ છે.

કેતન મહેતાની મિર્ચ મસાલામાં તેમની સશકત ભૂમિકા હતી. ગોવિંદ નિહલાનીએ તેમને તમસમાં જે પ્રકારની ભૂમિકા આપી તેમાં દીના પાઠકની નાગરિક સભાનતા અને વિભાજન વેળાની લાગણી પણ પુરબહાર સંવેદના સાથે ખીલી હતી. દીના પાઠક દરેક સમયના, દરેક શૈલીના દિગ્દર્શક સાથે કામ કરવાની માનસિકતાવાળા હતા. પરિવર્તનોને પામવા તત્પર રહેતાં. ગુલઝાર, ડૉ. રાહી માસૂમ રઝા જેવા તેમના માટે વિશેષ રીતે ભૂમિકા લખતાં તે પણ આ કારણે જ. સાવ અર્થહીન અને તર્કના આધાર વિનાની ભૂમિકા માટે તેઓ કદી તૈયાર ન થતાં.
સંજીવકુમાર સાથે તેમને ખૂબ બનતું એટલે એક વાર સંજીવભાઇએ દીના પાઠકને કહેલું ય ખરું કે, ‘તમે આટલા આદર્શવાદી શું કામ બનો છો, જે છે તેમ કર્યા કરોને!પણ દીના પાઠક એવું માને ખરા? એઓ સાવ છેલ્લે સુધી કામ કરી શક્યાં તેનું મુખ્ય કારણ નાણાંની જરૂરિયાત નહીં, બલકે કામની પ્રબળ ઇચ્છા જ હતી. ફિલ્મોમાં કામ ઓછું થયું હોય તો નાટકોમાં ય કામ કરે અને ટીવી સિરિયલોમાં પણ. માલગુડી ડેઇઝ’, ‘તમસજેવી હિંદી સિરિયલોથી માંડી ગુજરાતી ટીવી સિરિયલ સપનાનાં વાવેતરજે હિંદીમાં એક મહલ હો સપનોં કાનામે રજુ થયેલી તેમાંય તેમની મહત્વની ભૂમિકા હતી. ખીચડીગુજરાતી સિરિયલોમાં ય તેઓ દેખાયાં હતાં. ફિલ્મો પ્રત્યે પણ તેમણે મોઢું ફેરવ્યું ન હતું, શરત એટલી જ કે સારી ભૂમિકા મળે.
૧૯૪૮ની કરિયાવરથી માંડી ૧૯૮૪ની માણસાઇના દીવાસુધીમાં તેમણે કુલ ૧૭ ફિલ્મો કરી અને તેમાં મળેલા જીવ’, ‘ડાકુરાણી ગંગા’, ‘જીવી રબારણની ભૂમિકાઓ પણ છે. મરાઠી, રાજસ્થાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો. સાહિત્યમાં ઊંડો રસ હતો તેથી તેમને સાહિત્યિક કૃતિ આધારિત ફિલ્મોમાં સારી ભૂમિકા મળી શકી. હિંદી ફિલ્મોના નવી પેઢીના દિગ્દર્શકોમાં રાજકુમાર સંતોષી, સંજય લીલા ભણસાલી જેવા તેમને ઉંમરના ૭૫મા વર્ષ પછી પણ કામ આપતા અને તેથી જ લજજાઅને દેવદાસમાં તેમની ભૂમિકાઓ જોઇ શકાય છે. ડૉ. ચંદ્રપ્રકાશ ત્રિવેદીએ તેમને અમૃતા પ્રીતમની નવલકથા પર આધારિત પિંજરમાં તેમને જે ભૂમિકા આપી તે કારકિર્દીની ય આખરી ભૂમિકા બની ગઇ. એ ફિલ્મ ૨૦૦૩માં રજુ થઇ ત્યારે દીના પાઠક નહોતા. ૧૧.૧૦.૨૦૦૨ના રોજ તેઓ નિધન પામ્યાં હતાં.
દીના પાઠક જેવી સભર, સભાન અને આત્મનિર્ભર જિંદગી બહુ ઓછા જીવી શકે. છેવટ સુધી તેઓ તેમના દાદર ખાતેના નિવાસસ્થાને એકલાં રહેતાં હતા. અલબત્ત, તેમની બંને દીકરી - રત્ના અને સુપ્રિયા-અભિનયમાં પોતાના મુકામો હાંસલ કરતી પરણી ચૂકી હતી. રત્ના પાઠક નસીરુદ્દીન શાહ જેવા અત્યંત પ્રતિભાવશાળી અભિનેતાને તો સુપ્રિયા પાઠક પંકજ કપૂર જેવા અભિનેતાને પરણ્યાં હતાં. દીના પાઠક આ બંને દીકરીઓને ત્યાં રહેવા થોડા થોડા દિવસ ચાલી જતાં. દીના પાઠકે બે વાર લગ્ન કરવા પડ્યાં તો તેમની આ દીકરીઓ જેમને પરણી તે તેમના બીજા લગ્ન હતાં. દેખીતી રીતે ગણો તો એક મુસ્લિમ બીજો પંજાબી જમાઇ પરંતુ દીના પાઠક સાચા અર્થમાં કમ્યુનિસ્ટ હતાં.
માણસ કે ફિલ્મનાં ચરિત્રોને પામવા તેમની રીતોમાં વિચાર અને સંવેદના જ મુખ્ય હતાં. હા, એવું કહેવાનું જરૂર મન થાય કે તેઓને હિંદી ફિલ્મોમાં પણ હીરોઇનની ભૂમિકા મળી હોત તો હજુ વધુ પ્રતિભા દાખવી શક્યાં હોત. ઉસકી કહાનીમાં અભિનય માટે તેમને બંગાળ ફિલ્મ પત્રકાર એસોસિયેશનનો એવોર્ડ મળેલો. દીપા મહેતાની બોલિવૂડ હોલિવૂડના અભિનય માટે પણ તેઓ નોમિનેટ થયેલાં તો ખૂબસૂરતની ભૂમિકા માટે ફિલ્મફેરનો એવોર્ડ મળેલો. એક સમયે જય ગુજરાતસામિયકમાં પત્રકાર તરીકે સક્રિય થનારા અને સોવિયેટ દેશજેવા સામિયક માટે પબ્લિક રિલેશન ઓફિસરની ય કામગીરી બજાવનાર દીના પાઠકની કારકિર્દી માત્ર ફિલ્મોને આધારે થઇ શકે તેમ નથી. સમજો કે તેમનું મૂલ્યાંકન થવું બાકી છે અને રહેશે. સામર્થ્યશીલ પ્રતિભાને પામવા ઘણી વાર પ્રજાનાં સામર્થ્ય ઓછાં પડતાં હોય છે!


Image : Google
Courtesy : Wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A0%E0%AA%95

Follow Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...